પ્રધાનમંત્રીનું કાર્યાલય

પીએમએ પર્યાવરણીય કટોકટી અને પડકારોને પહોંચી વળવા તાત્કાલિક પગલાં ઝડપી બનાવવા માટે G20 દેશોની પ્રતિબદ્ધતાનો સ્વીકાર કર્યો

Posted On: 16 SEP 2023 3:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દર યાદવના લેખ દ્વારા આબોહવા પરિવર્તન સહિત પર્યાવરણીય કટોકટી અને પડકારોને પહોંચી વળવા તાત્કાલિક પગલાં લેવા માટે G20 દેશોની પ્રતિબદ્ધતાનો સ્વીકાર કર્યો છે.

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દર યાદવ દ્વારા X પરની એક પોસ્ટ શેર કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું:

"કેન્દ્રીય પર્યાવરણ મંત્રી, શ્રી ભૂપેન્દર યાદવે સ્પષ્ટ કર્યું કે દિલ્હી ઘોષણા સાથે, G20 દેશો આબોહવા પરિવર્તન સહિત પર્યાવરણીય કટોકટી અને પડકારોને પહોંચી વળવા 'તાત્કાલિક ગતિએ' પગલાં લેવા પ્રતિબદ્ધ થયા છે."

CB/GP/JD



(Release ID: 1958000) Visitor Counter : 156