પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રી શ્રીએ ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ્સ 2023માં “A+” રેટિંગ મેળવવા બદલ શક્તિકાંત દાસને અભિનંદન પાઠવ્યા
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                01 SEP 2023 8:17PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આરબીઆઈના ગવર્નર શ્રી શક્તિકાંત દાસને ગ્લોબલ ફાઈનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ્સ 2023માં “A+” રેટિંગ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી દાસને ત્રણ સેન્ટ્રલ બેન્ક ગવર્નરોની યાદીમાં ટોચ પર મૂકવામાં આવ્યા છે જેમને એ+ રેટ કરવામાં આવ્યા છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું
"RBI ગવર્નર શ્રી શક્તિકાંત દાસને અભિનંદન. આ ભારત માટે ગર્વની ક્ષણ છે, જે વૈશ્વિક મંચ પર આપણા નાણાકીય નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે. તેમનું સમર્પણ અને દ્રષ્ટિ આપણા રાષ્ટ્રના વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવે છે."
 
CB/GP/JD
                
                
                
                
                
                (Release ID: 1954204)
                Visitor Counter : 205
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam