પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતીય પુરૂષોની 4x400m રિલે ટીમના અદ્ભુત કાર્યને બિરદાવ્યું
ટીમ વર્લ્ડ ચેમ્પિયનશીપ ફાઈનલ માટે ક્વોલિફાય થઈ
प्रविष्टि तिथि:
27 AUG 2023 6:21PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પુરૂષોની 4x400m રિલે ટીમના સભ્યો અનસ, અમોજ, રાજેશ રમેશ અને મોહમ્મદ અજમલના વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય થવાના પ્રયાસોને બિરદાવ્યા છે.
પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું;
"વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં અકલ્પનીય ટીમવર્ક!
અનસ, અમોજ, રાજેશ રમેશ અને મોહમ્મદ અજમલે M 4X400m રિલેમાં નવો એશિયન રેકોર્ડ સ્થાપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો.
આને એક વિજયી પુનરાગમન તરીકે યાદ કરવામાં આવશે, જે ભારતીય એથ્લેટિક્સ માટે ખરેખર ઐતિહાસિક છે.”
CB/GP/JD
(रिलीज़ आईडी: 1952729)
आगंतुक पटल : 196
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam