પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 77મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો
Posted On:
15 AUG 2023 4:21PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ 77મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 77માં સ્વતંત્રતા દિવસ પર તેમની શુભેચ્છાઓ અને શુભકામનાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો હતો.
માલદીવ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"પ્રમુખ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ, સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ બદલ આભાર."
ભૂટાનના પ્રધાનમંત્રી દ્વારા ટ્વીટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ કહ્યું;
"આપની સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ બદલ કૃતજ્ઞતા, PM ભૂટાન ડૉ. લોટે શેરિંગ."
નેપાળના પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટના જવાબમાં, પ્રધાનમત્રીએ કહ્યું;
"તમારી ઉષ્માભરી શુભેચ્છાઓ માટે પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડ તમારો આભાર."
ફ્રાન્સના રાષ્ટ્રપતિના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"તમારી શુભેચ્છાઓ બદલ આભાર, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન. હું પેરિસની મારી મુલાકાતને પ્રેમપૂર્વક યાદ કરું છું અને ભારત-ફ્રાન્સ સંબંધોને વધારવા માટેના તમારા જુસ્સાની પ્રશંસા કરું છું."
મોરેશિયસના પ્રધાનમંત્રી દ્વારા ટ્વીટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ કહ્યું
;
"તમારા હૃદયપૂર્વકની શુભેચ્છાઓ માટે પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથનો આભાર."
યુરોપિયન યુનિયનના પ્રમુખ દ્વારા ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું;
"આ ખાસ પ્રસંગે તમારી શુભેચ્છાઓ બદલ રાષ્ટ્રપતિ ઉર્સુલા વોન ડેર લેયનનો આભાર."
ઇઝરાયલના પ્રધાનમંત્રીના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"મારા પ્રિય મિત્ર PM બેન્જામિન નેતન્યાહુ, તમારી ઉષ્માભરી શુભેચ્છાઓ બદલ આભાર."
ડોમિનિકાના પ્રધાનમંત્રી દ્વારા ટ્વીટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ કહ્યું;
"આપનો આભાર, અમારા સ્વતંત્રતા દિવસ પર તમારી શુભેચ્છાઓ બદલ પ્રધાનમંત્રી રૂઝવેલ્ટ સ્કિરિટ."
સંયુક્ત આરબ અમીરાતના પ્રધાનમંત્રીના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"આપની દયાળુ શુભેચ્છાઓ બદલ આભાર, યોર હાઇનેસ શેખ મોહમ્મદ"
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1949281)
Visitor Counter : 171
Read this release in:
Odia
,
Marathi
,
Hindi
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam
,
Bengali
,
Manipuri
,
Assamese
,
English
,
Urdu