પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીની ફ્રાન્સની સેનેટના પ્રમુખ સાથે મુલાકાત

પોસ્ટેડ ઓન: 13 JUL 2023 10:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રેન્ચ સેનેટના પ્રમુખ એચ.ઇ. શ્રી ગેરાર્ડ લાર્ચર સાથે 13 જુલાઈ 2023 ના રોજ મુલાકાત કરી.

 પ્રધાનમંત્રી મોદીએ ભારત-ફ્રાન્સ ભાગીદારીના પાયાના સિદ્ધાંતો રચતા ‘લોકશાહી, સ્વતંત્રતા અને સમાનતા’ના આપણા સહિયારા મૂલ્યોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

ચર્ચામાં ભારતની G20 પ્રાથમિકતાઓ, ટેક્નોલોજીના ઉપયોગમાં લોકતાંત્રિક મૂલ્યો અને બંને ઉપલા ગૃહો વચ્ચેના સહકાર સહિત વિવિધ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1939360) મુલાકાતી સંખ્યા : 172