પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીનું યુએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધન
Posted On:
23 JUN 2023 7:33AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 22 જૂન 2023ના રોજ H.E. શ્રી કેવિન મેકકાર્થી, યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર; H.E. શ્રી ચાર્લ્સ શુમર, સેનેટ બહુમતી નેતા; H.E. શ્રી મિચ મેકકોનેલ, સેનેટ રિપબ્લિકન નેતા; અને H.E. શ્રી હકીમ જેફ્રીઝ, હાઉસ ડેમોક્રેટિક લીડરના આમંત્રણ પર યુએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે યુએસએના વાઇસ પ્રેસિડેન્ટ H.E. સુશ્રી કમલા હેરિસ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કેપિટોલ હિલ પર આગમન સમયે, કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રધાનમંત્રીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, પ્રધાનમંત્રીએ ગૃહના અધ્યક્ષ કેવિન મેકકાર્થી અને કોંગ્રેસના નેતાઓ સાથે અલગ-અલગ બેઠકો કરી હતી.
તેમના સંબોધનમાં, પ્રધાનમંત્રીએ ભારત-અમેરિકા સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે યુએસ કોંગ્રેસમાં લાંબા સમયથી અને મજબૂત દ્વિપક્ષીય સમર્થન માટે તેમની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ ભારત-યુએસ દ્વિપક્ષીય સંબંધોમાં ઝડપી પ્રગતિ વિશે વાત કરી અને દ્વિપક્ષીય સંબંધોને ઉન્નત બનાવવા માટેના તેમના વિઝનને શેર કર્યા. તેમણે ભારત દ્વારા કરવામાં આવેલી પ્રચંડ પ્રગતિ અને તે વિશ્વ માટે જે તકો રજૂ કરે છે તેની પણ રૂપરેખા આપી હતી.
સ્પીકર મેકકાર્થીએ પ્રધાનમંત્રીના સન્માનમાં એક રિસેપ્શનનું આયોજન કર્યું હતું. યુએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકમાં પ્રધાનમંત્રીનું આ બીજું સંબોધન હતું. આ પહેલા તેમણે સપ્ટેમ્બર 2016માં યુએસએની સત્તાવાર મુલાકાત દરમિયાન યુએસ કોંગ્રેસને સંબોધન કર્યું હતું.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1934680)
Visitor Counter : 220
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Marathi
,
Hindi
,
Nepali
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam