સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાષ્ટ્રને સંબોધન કર્યું

યોગ હવે વૈશ્વિક ભાવના, જન આંદોલન બની ગયા છે: પ્રધાનમંત્રી


"યોગ વિવિધ રાષ્ટ્રોના લોકોને ‘વસુધૈવ કુટુંબકમ્’ની એકસમાન ભાવનાથી જોડે છે, જે ભારતની G20ની અધ્યક્ષતાની માર્ગદર્શક થીમ: ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ પણ છે"


ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હી સ્થિત એઇમ્સમાં સામુહિક યોગના નિદર્શન સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું


યોગ ભારતનો સોફ્ટ પાવર બની ગયો છેઃ ડૉ. માંડવિયા


“યોગ મનને શાંત કરવામાં અને શરીરને ઉર્જા આપવા માટે મદદ કરે છે. આપણે જ્યારે સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણને મનમાં યોગનો વિચાર આવે છે. તે એક પ્રકારની નિવારક સંભાળ છે કારણ કે તે શરીરમાં રોગપ્રતિકારક શક્તિનું નિર્માણ કરે છે”


“કોવિડ પછી, લોકો તેમના આરોગ્ય અને સુખાકારી વિશે વધુ જાગૃત બન્યા છે. આ કારણે જ, યોગની પ્રાસંગિકતા અને લોકપ્રિયતામાં પણ નોંધપાત્ર વધારો થયો છે”


યોગનું વૈશ્વિકરણ કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર

Posted On: 21 JUN 2023 10:02AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વીડિયો સંદેશ દ્વારા રાષ્ટ્રને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “યોગ હવે વૈશ્વિક ભાવના, જન આંદોલન બની ગયા છે. તે વિવિધ રાષ્ટ્રોના લોકોને વસુધૈવ કુટુંબકમ્ની એકસમાન ભાવનાથી જોડે છે, જે ભારતની G20ની અધ્યક્ષતાની માર્ગદર્શક થીમ: એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યપણ છે.

Sharing my message on International Day of Yoga. https://t.co/4tGLQ7Jolo

— Narendra Modi (@narendramodi) June 21, 2023

 

 

ડૉ. મનસુખ માંડવિયા, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીએ નવી દિલ્હી સ્થિત એઇમ્સમાં સેંકડો સહભાગીઓ સાથે સામુહિક યોગ નિદર્શનનું નેતૃત્વ કરીને 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002FL7V.jpg

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આ કાર્યક્રમમાં સંબોધન આપતી વખતે કહ્યું હતું કે, “યોગ એ ભારતની પ્રાચીન પરંપરા છે પરંતુ સમયની સાથે તેના અભ્યાસમાં ઘટાડો થવા લાગ્યો હતો. આદરણીય પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ યોગને ખૂબ મોટું પ્રોત્સાહન આપ્યું અને આજે સમગ્ર દુનિયામાં એવી કોઇ જગ્યા નથી જ્યાં યોગનો અભ્યાસ ન થતો હોય. તે ભારતનો સોફ્ટ પાવર બની ગયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003O6DQ.jpg

રોજિંદા જીવનમાં યોગ કરવાના ફાયદાઓ પર પ્રકાશ પાડતા ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે યોગ મનને શાંત કરવામાં અને શરીરને ઉર્જા આપવા માટે મદદ કરે છે. આપણે જ્યારે સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણને મનમાં યોગનો વિચાર આવે છે. તે એક પ્રકારની નિવારક સંભાળ છે કારણ કે તે શરીરમાં રોગપ્રતિકારક શક્તિનું નિર્માણ કરે છે.

Celebrating #InternationalDayofYoga2023 at AIIMS New Delhi. https://t.co/xQbJ69xOKd

— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) June 21, 2023

 

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ યોગની વ્યાપક સ્વીકૃતિ અંગે જણાવ્યું હતું કે, કોવિડ પછી, લોકો તેમના આરોગ્ય અને સુખાકારી વિશે વધુ જાગૃત બન્યા છે. આ કારણે જ, યોગની પ્રાસંગિકતા અને લોકપ્રિયતામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

યોગ કાર્યક્રમ પહેલાં, ડૉ. માંડવિયાએ સાઇકલિંગ રાઇડમાં પણ ભાગ લઇને એઇમ્સ ગો ગ્રીન પહેલને પોતાના તરફથી સમર્થન આપ્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00448ED.jpg

ડૉ. માંડવિયાએ યોગનું વૈશ્વિકરણ કરવા બદલ આદરણીય પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને દરેકને માત્ર યોગાભ્યાસ કરવાની જ નહીં પરંતુ અન્ય લોકોને પણ તેનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવાની વિનંતી કરી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005THMM.jpg

આ લિંક પરથી કાર્યક્રમ જોઇ શકાય છે: https://www.youtube.com/watch?v=Z201HxCOA5Y

કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રી સુધાંશ પંત, આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી રાજીવ માંઝી, નવી દિલ્હી સ્થિત એઇમ્સના નિદેશક પ્રોફેસર એમ. શ્રીનિવાસ અને આરોગ્ય મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

YP/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1933897) Visitor Counter : 161