પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ રક્તદાન અમૃત મહોત્સવમાં રક્તદાન કરનારાઓને અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
14 JUN 2023 9:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ રક્તદાતા દિવસ પર રક્તદાતાઓ અને રક્તદાન અભિયાનની પ્રશંસા કરી હતી.
આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી કે "રક્ત આપો, પ્લાઝમા આપો, જીવન શેર કરો, અવારનવાર શેર કરો" ના સંદેશને ફેલાવતા આજે સમગ્ર દેશમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.
રક્તદાન અમૃત મહોત્સવના ભાગરૂપે રક્તદાતાઓના સન્માન માટે વિવિધ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
"હું તમામ રક્તદાતાઓની પ્રશંસા કરું છું. તેમનું દયાળુ કૃત્ય અસંખ્ય લોકોના જીવ બચાવવા તરફ દોરી જાય છે. તે ભારતની સેવા અને કરુણાની નીતિને પણ પુનઃપુષ્ટ કરે છે."
YP/GP/JD
(રીલીઝ આઈડી: 1932447)
મુલાકાતી સંખ્યા : 220
આ રીલીઝ વાંચો:
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam