સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ 76મી વિશ્વ આરોગ્ય સભામાં સંબોધન કર્યું


વૈશ્વિક તબીબી પ્રતિરોધક પ્લેટફોર્મ દુનિયાને સુરક્ષિત, ઉચ્ચ ગુણવત્તાપૂર્ણ, સસ્તા તબીબી પ્રતિરોધકોની સમાન સુલભતા પૂરી પાડશે: ડૉ. માંડવિયા

"ડિજિટલ હેલ્થ પર વૈશ્વિક પહેલ ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો માટે વૈશ્વિક ડિજિટલ વિભાજનને દૂર કરવા માટે સેવા પૂરી પાડશે"

Posted On: 24 MAY 2023 11:23AM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ અને વિશ્વ આરોગ્ય સંગઠન તેમજ દુનિયાભરના આરોગ્ય મંત્રીઓની ઉપસ્થિતિમાં સૌના માટે સ્વાસ્થ્યથીમને કેન્દ્રમાં રાખીને યોજવામાં આવેલી વિશ્વ આરોગ્ય સભાના 76મા સત્રમાં સંબોધન આપ્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002PS6O.png

 

ડૉ. માંડવિયાએ આરોગ્ય કટોકટી બાબતે સજ્જતા, તબીબી પ્રતિરોધકની સુલભતા અને ડિજિટલ આરોગ્ય બાબતે G20 ભારતની આરોગ્ય સંબંધિત પ્રાથમિકતાઓને ગણાવતા જણાવ્યું હતું કે, કોવિડ-19 મહમારીના કારણે ઉભા થયેલા અભૂતપૂર્વ સંજોગોએ વધુ કનેક્ટેડ દુનિયા માટેના એજન્ડાને વધુ મજબૂત બનાવવા માટે સેવા આપી છે, જે ભવિષ્યમાં આવનારા આરોગ્યલક્ષી પડકારો સામનો કરવા માટે સજ્જ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પ્રાદેશિક નેટવર્ક અને ડિજિટલ આરોગ્ય માટે વૈશ્વિક પહેલ દ્વારા વિતરિત વિનિર્માણ તેમજ સંશોધન અને વિકાસ (R&D)ની મદદથી વૈશ્વિક તબીબી પ્રતિરોધક પ્લેટફોર્મનો પ્રસ્તાવ મૂક્યો હતો. વધુ વિગત આપતા, તેમણે જણાવ્યું હતું કે, "વૈશ્વિક તબીબી પ્રતિરોધક પ્લેટફોર્મનો ઉદ્દેશ તમામ દેશોને સુરક્ષિત, ઉચ્ચ ગુણવત્તાપૂર્ણ, સસ્તા તબીબી પ્રતિરોધકોની સમાન સુલભતા સુનિશ્ચિત કરવાનો છે."

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003DIPS.png

ડૉ. માંડવિયાએ વૈશ્વિક ડિજિટલ વિભાજનને દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂકીને આગળ ઉમેર્યું હતું કે, ડિજિટલ આરોગ્ય પર વૈશ્વિક પહેલ વિશ્વ માટે અને ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો (LMIC) સહિત સમગ્ર દુનિયા માટે ડિજિટલ ટૂલ્સના કસ્ટમાઇઝેશન અને લોકશાહીકરણ માટે ડિજિટલ સાર્વજનિક વસ્તુઓના પ્રચાર પર સર્વસંમતિ સાધવાની સુવિધા પૂરી પાડશે." તેમણે એ બાબતનો પુનરોચ્ચાર કર્યો હતો કે, "ડિજિટલ આરોગ્ય પર વૈશ્વિક પહેલનો ઉદ્દેશ્ય સંસ્થાગત માળખા તરીકે કામ કરવાનો છે અને અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ઉદ્દેશ્યમાં રાખેલા ડિજિટલ ઉકેલો માટે ચપળ અને તેને યોગ્ય હોય તેવા ઉકેલો પ્રદાન કરવાનો છે." ડૉ. માંડવિયાએ ની-ક્ષય પ્લેટફોર્મનો પણ આરોગ્ય ટેકનોલોજીઓમાં આવિષ્કાર અને રોકાણના ઉદાહરણ તરીકે ઉલ્લેખ કર્યો હતો અને આરંભથી અંત સુધી દર્દીની સંભાળ, પ્રદાતા વર્કફ્લો અને પ્લેટફોર્મમાં સમાવવામાં આવેલી સંભાળના કાસ્કેડ દ્વારા પ્રમાણિત ભારતના પોતાના ગાણિતિક મોડલનો ઉપયોગ કરીને ક્ષય રોગને નાબૂદ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો તેમણે પુનરોચ્ચાર કર્યો હતો.

વિશ્વ આરોગ્ય સંગઠને "સૌના માટે સ્વાસ્થ્ય"ના એજન્ડાને પ્રાધાન્ય આપ્યું તે બદલ તેમની પ્રશંસા કરતા, ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, "આ થીમ G20ની ભારતની અધ્યક્ષતાની થીમ 'એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય' તેમજ "અંત્યોદયની કલ્પના એટલે કે છેવાડે રહેલી છેલ્લી વ્યક્તિ સુધી પહોંચવાની કલ્પનાનો પડઘો પાડે છે." કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ વિશ્વ પર કોવિડ-19ની અસર પર પ્રકાશ પાડતા નોંધ્યું હતું કે, આ મહામારીએ ખરેખરમાં આપણી આરોગ્ય સંભાળ પ્રણાલીઓ પર અસર કરી છે, તેમ છતાં 'સૌના માટે સ્વાસ્થ્ય'ના આપણા વિઝનને ખરેખરમાં સાર્થક કરવા અને આવનારી પેઢીઓ માટે આરોગ્યપ્રદ ભવિષ્યની ખાતરી કરવા માટે ગતિ જાળવી રાખવી અને સાથે મળીને કામ કરવું એ ખૂબ જ જરૂરી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીના સંબોધનનો મૂળપાઠ નીચે મુજબ છે:

ભારત "સૌ માટે સ્વાસ્થ્ય"ના એજન્ડાને પ્રાધાન્ય આપવા માટે WHOની પ્રશંસા કરે છે જે આરોગ્ય સંભાળ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાની દિશામાં આપણા સામૂહિક પ્રયાસો માટે સર્વોચ્ચ થીમ છે. "અંત્યોદય", જેનો અર્થ છે કે છેવાડે રહેલી છેલ્લી વ્યક્તિ સુધી પહોંચવું, તેવી વિચારધારાના ભારતના માર્ગદર્શક સિદ્ધાંત સાથે સંલગ્ન, આ થીમ આજના વિશ્વના આંતરસંબંધ પર પ્રકાશ પાડે છે.

અભૂતપૂર્વ કોવિડ-19 કટોકટીએ કનેક્ટેડ વિશ્વના આપણા એજન્ડાને વધુ મજબૂત બનાવ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યના માર્ગદર્શક સિદ્ધાંત સાથે ભારતની G20ની અધ્યક્ષતાની જાહેરાત કરી હતી. ભારતની G-20ની અધ્યક્ષતા હેઠળ, અમે સાર્વત્રિક આરોગ્ય કવરેજ પ્રાપ્ત કરવા માટે સ્વાસ્થ્ય કટોકટીની તૈયારી, તબીબી પ્રતિરોધકોની સુલભતા અને ડિજિટલ આરોગ્યને પ્રાથમિકતા આપી છે. ભારત, ક્ષય રોગના બોજને દૂર કરવા માટે સક્રિય પગલાં લેવા માટે સમાન રીતે પ્રતિબદ્ધ છે. ભારતે પોતાનું ગાણિતિક મોડલ વિકસાવ્યું છે જે વધુ વાસ્તવિક છે અને તમામ સ્થાનિક પુરાવાઓને રેખાંકિત કરે છે.

ની-ક્ષય પ્લેટફોર્મ આરોગ્ય ટેક્નોલોજીમાં અમારી શક્તિનો ઉપયોગ કરીને, આરંભથી અંત સુધીની દર્દીની સંભાળ, પ્રદાતા વર્કફ્લો અને સંભાળના કાસ્કેડનું ડિજિટાઇઝેશન પૂરું પાડે છે. મહાનુભાવો, અમે વૈશ્વિક ડિજિટલ વિભાજનને દૂર કરવા માટે પ્રાદેશિક નેટવર્ક દ્વારા વિતરિત વિનિર્માણ તેમજ R&D અને ડિજિટલ આરોગ્ય માટે વૈશ્વિક પહેલની પણ દરખાસ્ત કરી રહ્યા છીએ.

વૈશ્વિક તબીબી પ્રતિરોધકો પ્લેટફોર્મનો ઉદ્દેશ્ય તમામ દેશોને સુરક્ષિત, ઉચ્ચ ગુણવત્તાપૂર્ણ, સસ્તા તબીબી પ્રતિરોધકોની સમાન સુલભતા સુનિશ્ચિત કરવાનો છે. ડિજિટલ આરોગ્ય પર વૈશ્વિક પહેલ સંસ્થાકીય માળખા તરીકે કાર્ય કરશે અને અત્યાધુનિક ટેકનોલોજીઓનો ઉપયોગ કરીને લક્ષિત ડિજિટલ ઉકેલો માટે ચપળ અને યોગ્ય હોય તેવા ઉકેલો પ્રદાન કરવાનું લક્ષ્ય રાખશે. આ પહેલ દ્વારા, અમે દુનિયા માટે અને ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો (LMICs) માટે ડિજિટલ ટૂલ્સના કસ્ટમાઇઝેશન અને લોકશાહીકરણ માટે ડિજિટલ સાર્વજનિક વસ્તુઓના પ્રચાર પર સર્વસંમતિ સાધી રહ્યા છીએ. મહામહિમ, આરોગ્ય સંભાળ વ્યવસ્થાતંત્રમાં કોવિડના સતત થાક હોવા છતાં, આપણે આપણા પ્રયત્નોને નિરંતર આગળ વધારવા જોઇએ. સૌના માટે આરોગ્ય એ માત્ર એક ઉમદા આકાંક્ષા નથી, પરંતુ એક નિર્ણાયક આવશ્યકતા પણ છે.

હું આપ સૌને સિદ્ધાંતોમાંથી ક્રિયા તરફ આગળ વધવા માટે અને આરોગ્યપ્રદ ભવિષ્ય માટે સમાન વિશ્વની દિશામાં કામ કરવા માટે આગ્રહ કરવા માંગુ છું. આભાર!

ડૉ. માંડવિયાનું સંબોધન આ લિંક્સ પર જોઇ શકાય છે:

https://www.youtube.com/watch?v=gdjySw1_IAo

https://www.youtube.com/watch?v=52lYgc326eg

 

ડૉ. માંડવિયાના સંબોધન માટેની ટ્વીટર લિંક્સ નીચે આપેલી છે:

https://twitter.com/mansukhmandviya/status/1660995459945750529

https://twitter.com/mansukhmandviya/status/1661027076533813249

https://twitter.com/mansukhmandviya/status/1661034966736830467

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1926836) Visitor Counter : 215