પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીની યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી સાથે મુલાકાત
प्रविष्टि तिथि:
21 MAY 2023 8:48AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 21 મે 2023 ના રોજ હિરોશિમામાં G-7 સમિટની બાજુમાં યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ઋષિ સુનક સાથે મુલાકાત કરી.
2. બંને નેતાઓએ તેમની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરી, જેમાં ભારત-યુકે એફટીએ વાટાઘાટોમાં પ્રગતિનો તાગ લેવાનો સમાવેશ થાય છે.
3. નેતાઓ વેપાર અને રોકાણ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, ઉચ્ચ શિક્ષણ અને લોકો વચ્ચેના સંબંધો જેવા ક્ષેત્રોની વિશાળ શ્રેણીમાં સહકારને ગાઢ બનાવવા સંમત થયા હતા.
4. ભારતની ચાલી રહેલી G-20 પ્રેસિડેન્સી પર પણ ચર્ચા થઈ. પ્રધાનમંત્રી જી-20 સમિટ માટે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સુનકને આવકારવા માટે આતુર છે.
હિરોશિમા
21 મે, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1926011)
आगंतुक पटल : 260
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam