પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ કેરળના તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્ટેશન પર તિરુવનંતપુરમ અને કસરાગોડ વચ્ચે કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી

Posted On: 25 APR 2023 2:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને તિરુવનંતપુરમ અને કાસરગોડ વચ્ચે તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્ટેશન પર લીલી ઝંડી બતાવી હતી. સ્થળ પર પહોંચ્યા પછી, પ્રધાનમંત્રીએ તિરુવનંતપુરમ - કસરાગોડ વંદે ભારત એક્સપ્રેસનું નિરીક્ષણ કર્યું અને બાળકો તેમજ ટ્રેનના કર્મચારીઓ સાથે વાતચીત કરી.

આ ટ્રેન તિરુવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટયમ, એર્નાકુલમ, થ્રિસુર, પલક્કડ, પથાનમથિટ્ટા, મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ જિલ્લાના 11 જિલ્લાઓને આવરી લેશે.

પ્રધાનમંત્રી ટ્વિટ કર્યું: "કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ, જે તિરુવનંતપુરમથી કાસરગોડ સુધી રેલ-ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી વધારશે."

પ્રધાનમંત્રીની સાથે કેરળના રાજ્યપાલ શ્રી આરિફ મોહમ્મદ ખાન, કેરળના મુખ્યમંત્રી શ્રી પિનરાઈ વિજયન અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત હતા.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1919491) Visitor Counter : 242