ગૃહ મંત્રાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના એક સીમાચિહ્નરૂપ નિર્ણયમાં, MHAએ હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓમાં CAPF માટે કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) પરીક્ષા યોજવાની મંજૂરી આપી છે.

Posted On: 15 APR 2023 11:44AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના એક સીમાચિહ્નરૂપ નિર્ણયમાં, ગૃહ મંત્રાલયે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) માટે હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓમાં કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) પરીક્ષા યોજવાની મંજૂરી આપી છે. CAPFમાં સ્થાનિક યુવાનોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની પહેલ પર આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, પ્રશ્નપત્ર નીચેની 13 પ્રાદેશિક ભાષાઓમાં સેટ કરવામાં આવશે:

આસામી

બંગાળી

ગુજરાતી

મરાઠી

મલયાલમ

કન્નડ       

તમિલ

તેલુગુ

ઓડિયા

ઉર્દુ

પંજાબી

મણિપુરી

કોંકણી

આ નિર્ણયના પરિણામે લાખો ઉમેદવારો તેમની માતૃભાષા/પ્રાદેશિક ભાષામાં પરીક્ષામાં ભાગ લેશે અને તેમની પસંદગીની સંભાવનાઓમાં સુધારો થશે.

ગૃહ મંત્રાલય અને સ્ટાફ સિલેકશન કમિશન બહુવિધ ભારતીય ભાષાઓમાં પરીક્ષાના આયોજનને સરળ બનાવવા માટે હાલના એમઓયુના પરિશિષ્ટ પર હસ્તાક્ષર કરશે.

કોન્સ્ટેબલ જીડી એ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવામાં આવતી ફ્લેગશિપ પરીક્ષાઓમાંની એક છે જે દેશભરમાંથી લાખો ઉમેદવારોને આકર્ષિત કરે છે. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓમાં પરીક્ષા 01 જાન્યુઆરી, 2024 થી લેવામાં આવશે.

રાજ્ય/યુટી સરકારો સ્થાનિક યુવાનોને તેમની માતૃભાષામાં પરીક્ષા આપવાની આ તકનો ઉપયોગ કરવા અને દેશની સેવા કરતી કારકિર્દી બનાવવા માટે મોટી સંખ્યામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા માટે વ્યાપક ઝુંબેશ શરૂ કરે તેવી અપેક્ષા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અને ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલય પ્રાદેશિક ભાષાઓના ઉપયોગ અને વિકાસને પ્રોત્સાહિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1916795) Visitor Counter : 162