પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમ 17મી ફેબ્રુઆરીએ ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધિત કરશે

Posted On: 16 FEB 2023 7:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17મી ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં હોટેલ તાજ પેલેસ ખાતે સાંજે 7:40 વાગ્યે ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધિત કરશે.

ગ્લોબલ બિઝનેસ સમિટ 2023ની થીમ "Resilience. Influence. Dominance” છે. બે દિવસીય સમિટ 17-18 ફેબ્રુઆરીના રોજ યોજાઈ રહી છે.

ધ ટાઇમ્સ ગ્રુપ દ્વારા દર વર્ષે ગ્લોબલ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવે છે. તે વિચારશીલ નેતાઓ, નીતિ ઘડવૈયાઓ, શિક્ષણવિદો અને કોર્પોરેટ વડાઓને એક સામાન્ય પ્લેટફોર્મ પર એકસાથે લાવશે, જે મુખ્ય આર્થિક પડકારોના ઉકેલો પ્રદાન કરવા માંગે છે. સમિટમાં 200થી વધુ બિઝનેસ લીડર્સ 40 સત્રોમાં બોલશે.

YP/GP/JD


(Release ID: 1899939) Visitor Counter : 226