પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી 15મી જાન્યુઆરીએ સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે

Posted On: 13 JAN 2023 4:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15મી જાન્યુઆરીના રોજ સવારે 10:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે.

આ ટ્રેન ભારતીય રેલ્વે દ્વારા રજૂ કરવામાં આવનાર આઠમી વંદે ભારત એક્સપ્રેસ હશે અને તે લગભગ 700 કિમીનું અંતર આવરી લેતી તેલુગુ ભાષી રાજ્યો તેલંગાણા અને આંધ્રપ્રદેશને જોડતી પ્રથમ ટ્રેન હશે. તે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, રાજમુન્દ્રી અને વિજયવાડા સ્ટેશનો અને તેલંગાણાના ખમ્મમ, વારંગલ અને સિકંદરાબાદ સ્ટેશન પર સ્ટોપેજ હશે.

વંદે ભારત એક્સપ્રેસનો સ્વદેશી ડિઝાઇન કરાયેલ ટ્રેન સેટ અત્યાધુનિક પેસેન્જર સુવિધાઓથી સજ્જ છે અને રેલ વપરાશકર્તાઓને ઝડપી, આરામદાયક અને અનુકૂળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે.

YP/GP/JD


(Release ID: 1891021) Visitor Counter : 196