પ્રધાનમંત્રીનું કાર્યાલય
PMએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને પરિક્ષા પે ચર્ચા 2023 સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું
प्रविष्टि तिथि:
30 NOV 2022 4:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા અને શિક્ષકોને પરિક્ષા પે ચર્ચા 2023 સંબંધિત રસપ્રદ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા છે. પ્રધાનમંત્રીએ આપણા વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત વાતાવરણ બનાવવા માટે સામૂહિક રીતે કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
શિક્ષણ મંત્રાલયના એક ટ્વીટને ટાંકીને પ્રધાનમંત્રીશ્રીએ ટ્વીટ કર્યું;
“હું પરીક્ષા પે ચર્ચા 2023ને લગતી આ રસપ્રદ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે તમામ પરીક્ષા યોદ્ધાઓ, તેમના માતા-પિતા અને શિક્ષકોને આહ્વાન કરું છું. ચાલો આપણે સામૂહિક રીતે આપણા વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત વાતાવરણ બનાવવા માટે કામ કરીએ. #PPC2023"
YP/GP/JD
(रिलीज़ आईडी: 1880012)
आगंतुक पटल : 271
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
Kannada
,
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam