માહિતી અને પ્રસારણ મંત્રાલય
iffi banner

કોસ્ટા રિકાના ફિલ્મ નિર્માતા વેલેન્ટિના મૌરેલ દ્વારા તૈયાર કરાયેલી સ્પેનિશ ફિલ્મ 'આઇ હેવ ઇલેક્ટ્રિક ડ્રીમ્સ'ને પુખ્તાવસ્થામાંથી પસાર થવાના અનુભવ વિશે ઇલેક્ટ્રીફાઈંગ ચિત્રણ બદલ માટે ગોલ્ડન પિકોક એવોર્ડ એનાયત કરાયો

તો, આપણે મન, શરીર, દિલ અને આત્માના સંપૂર્ણ બળ સાથે ફિલ્મોની ઉજવણી કરીએ છીએ, અને હવે આપણી પાસે IFFIની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા જ્યુરી છે જે આપણી જાતને મહાન કળાની પ્રબુદ્ધ પ્રશંસામાં ભીંજાવવા માટે આપણને આમંત્રણ પાઠવે છે. હા, તમારો શ્વાસ થંભાવીન બેસો, કારણ કે અમે તમારી સમક્ષ એવી ફિલ્મો અને ફિલ્મ નિર્માતાઓ લાવી રહ્યા છીએ જે જ્યુરીને માત્ર આપણા સન્માન, સ્વીકૃતિ અને પ્રશંસાને પાત્ર નથી લાગી પરંતુ તેનાથી પણ ઘણું વિશેષ તેમાં જોવા મળ્યું છે.

સ્પેનિશ ફિલ્મ 'આઇ હેવ ઇલેક્ટ્રિક ડ્રીમ્સ'ને મળ્યો શ્રેષ્ઠ ફિલ્મ એવોર્ડ

આ ફિલ્મોત્સવમાં શ્રેષ્ઠ ફિલ્મનો પ્રતિષ્ઠિત ગોલ્ડન પિકોક એવોર્ડ સ્પેનિશ ફિલ્મ Tengo sueñoseléctricos / આઇ હેવ ઇલેક્ટ્રિક ડ્રીમ્સને આપવામાં આવે છે. આ એક એવી ફિલ્મ છે જે જ્યુરીના મતે સિનેમાના વર્તમાન અને ભવિષ્યને સ્ક્રીન પર લાવી રહી છે. કોસ્ટા રિકાના ફિલ્મ નિર્માતા વેલેન્ટિના મૌરેલ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 16 વર્ષની છોકરી ઇવા જ્યારે પુખ્તાવસ્થામાંથી પોતે પસાર થઇ રહી હોવાનું જાણે છે તેના અનુભવો પર આધારિત છે. આ એક એવી પ્રક્રિયા છે કે તેમાં વ્યક્તિની માત્ર ઉંમર નથી વધતી, પરંતુ એક એવી પ્રક્રિયા છે જે એટલી ગહન છે કે કેટલીકવાર તે ચોક્કસ રીતે લોકોને તોડી શકે છે. આ ફિલ્મ દ્વારા જીવનની જટિલતાનું  જે પ્રમાણિક ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે તેના વિશે બોલતા, જ્યુરીએ ટિપ્પણી કરી છે કે હિંસા અને કૃપા, ક્રોધ અને આત્મીયતા સમાનાર્થી બની જાય છે. જ્યુરીએ જણાવ્યું છે કે, "તે એટલું ઇલેક્ટ્રિફાઈંગ, એટલું વાઇબ્રેટિંગ હતું કે તેને જોતી વખતે, અમને લાગ્યું કે જાણે અમે, અમારી જાતને ધ્રૂજી રહ્યા હોઈએ તેવું અનુભવતા હતા."

આઇ હેવ ઇલેક્ટ્રીક ડ્રીમ્સ ફિલ્મનું એક ચિત્ર

વિશ્વની બીજી બાજુને વાર્તાઓથી ઓળખવામાં મદદ કરી શકે અને સાથે સાથે કૌટુંબિક મૂલ્યો અથવા સાર્વત્રિક લાગણીઓ સાથે જોડાઇ શકે તેવી આ ફિલ્મ છે, જેને બેનોઇટ રોલેન્ડ અને ગ્રેગોઇર ડેબેલી દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે.

ઇરાની લેખક અને દિગ્દર્શક નાદર સાઇવરને નો એન્ડ માટે શ્રેષ્ઠ દિગ્દર્શક કરવા બદલ સિલ્વર પિકોક એવોર્ડ એનાયત કરાયો, જે ઇરાનની પ્રતિગામી સામાજિક-રાજકીય પ્રણાલીનું જાદુઇ અને સૂક્ષ્મ ચિત્રણ કરે છે

ઇરાનની ગુપ્ત પોલીસની ચાલાકી અને કાવતરાઓ પર પ્રકાશ પાડતી તૂર્કીની ફિલ્મ નો એન્ડ/બી પાયનના દિગ્દર્શક નાદર સાઇવરને આ ફિલ્મ બદલ શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકેનો સિલ્વર પિકોક એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મમાં અયાઝની વાર્તા રજૂ કરી છે, જે એક શાંત અને પ્રામાણિક વ્યક્તિ છે. તે પોતાનું ઘર રાખવાના સઘન પ્રયાસમાં ગુપ્ત પોલીસને સંડોવતા એક જૂઠ્ઠાણામાં સંડોવાય છે. જ્યારે વાસ્તવિક ગુપ્ત પોલીસ દૃશ્યમાં પ્રવેશ કરે છે ત્યારે પરિસ્થિતિ ઘણી જટિલ બની જાય છે. પુરસ્કારની પસંદગી સર્વસંમતિથી કરવામાં આવી હોવાનું જાહેર કરીને, જ્યુરીએ ઉલ્લેખ કર્યો છે કે, ઇરાનની આ વાર્તા એક જાદુઇ સૂક્ષ્મ કથામાં અત્યંત પ્રતિગામી સામાજિક-રાજકીય પ્રણાલીને બહાર લાવે છે – જે ધીમી છતાં આપણી સંવેદનશીલતા પર ટકોરા મારે તેવી છે.

 

 

નો એન્ડના મુખ્ય અભિનેતા વાહિદ મોબાસેરીને શ્રેષ્ઠ અભિનેતા (પુરુષ)નો સિલ્વર પિકોક એનાયત કરાયો. નાયકની લાગણીઓની જટિલતાને જે તીવ્રતા સાથે રજૂ કરી તે બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે

જ્યુરીએ સર્વસંમતિથી વાહિદ મોબાસેરીને નો એન્ડમાં નાયાઝિનના અદ્ભુત ચિત્રણ બદલ શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યો છે જેનું દિગ્દર્શન નાદર સાઇવર દ્વારા કરવામાં આવ્યું છે. જ્યુરીના અવલોકન મુજબ વાહિદને આ પુરસ્કાર શા માટે આપવામાં આવ્યો છે તે અંગે તેમણે કહ્યું છે કે, "આ અભિનેતા હાવભાવના તાલમેલ સાથે, કોઇ શબ્દો વિના, અને માત્ર તેના ચહેરાથી, લાગણીઓની જટિલતા સાથે જે પ્રકારે નાયકની લાગણીને દર્શકો સુધી પહોંચાડવામાં સક્ષમ છે તે વિશેષ ખાસિયત બદલ એવોર્ડ આપવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શનના આ નાટકમાં, એક સામાન્ય પ્રામાણિક નાગરિક દેખીતી રીતે દર્શકના માનસપટમાં તૈયાર થઇ જાય છે – જે એક લાચાર, દેખીતો - શ્વાસથી સંવેદનશીલ એક સામાન્ય ઇરાની છે.

શ્રેષ્ઠ ફિલ્મ 'આઇ હેવ ઇલેક્ટ્રિક ડ્રીમ્સ'ની મુખ્ય અભિનેત્રી ડેનિએલા મારિન નાવારોને શ્રેષ્ઠ અભિનેત્રી માટે સિલ્વર પિકોકથી સન્માનિત કરવામાં આવી છે

સ્પેનિશ ફિલ્મ 'આઇ હેવ ઇલેક્ટ્રિક ડ્રીમ્સ'માં 16 વર્ષની છોકરી ઇવાની ભૂમિકા ભજવનાર 19 વર્ષીય નવોદિત અભિનેત્રી ડેનિએલા મારિન નાવારોને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે વિજેતા જાહેર કરવામાં આવી છે. જ્યુરી સભ્યો આ અંગે પોતાની ટિપ્પણીમાં જણાવે છે કે ડેનિએલાને આ સ્વીકૃતિ માટે પસંદ કરવામાં આવી છે કારણ કે તેમણે એટલી સરળતા, તાજગી અને વિશ્વસનીયતા સાથે પોતાનું કામ કર્યું છે કે જેના કારણે અભિનેત્રી પોતાના પાત્રને જીવંત બનાવી દીધું છે, જે નિષ્કપટતાથી ભરપૂર છે, જે કિશોરાવસ્થાની મુશ્કેલ ઉંમરની ખૂબ જ લાક્ષાણિક અવસ્થા બતાવે છે" ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં ડેનિએલાના અભિનયને કારણે લોકર્નો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.

ફિલિપિનો ફિલ્મ નિર્માતા લવ ડિયાઝને વ્હેન ધ વેવ્ઝ આર ગોન / કપગવાલાનંગમગાલોં માટે સ્પેશિયલ જ્યુરી એવોર્ડ અપાયો

IFFI 53 સ્પેશિયલ જ્યુરી એવોર્ડ ફિલિપિનો ફિલ્મ નિર્માતા લવ ડિયાઝને તેમની ફિલ્મ વ્હેન ધ વેવ્ઝ આર ગોન માટે આપવામાં આવ્યો છે. જ્યુરીએ આ અંગે નોંધ્યું છે કે, "ફિલ્મ દૃશ્યના માધ્યમથી વાર્તા કહેવાની શક્તિનું ઉદાહરણ પૂરું પાડે છે, જ્યાં શબ્દો ઓછામાં ઓછા હોય છે, તેમ છતાં લાગણીઓ, જેમાં ખાસ કરીને ક્રોધાવેશ, સંપૂર્ણ રીતે વધારે છે જોવા મળે છે."

 

વ્હેન ધ વેવ્ઝ આર ગોન ફિલ્મમાંથી એક દૃશ્ય

આ ફિલ્મ ફિલિપાઇન્સમાં એક ઇન્વેસ્ટિગેટરની વાર્તા છે, જે ઊંડા નૈતિક સામ-સામા રાહ પર આવીને ઉભો છે. આ ફિલ્મમાં તેના અંધકારમય ભૂતકાળની ચર્ચા કરી છે જે તેને સતત ત્રાસ આપે છે તેમ છતાં તે ગંભીર ચિંતા અને હિનતાની ભાવનામાંથી મુક્ત થવાનો પ્રયાસ કરે છે. લવ ડિયાઝ પોતાના સિનેમેટિક ટાઇમનું પોતાનું સ્વરૂપ તૈયાર કરવા માટે ખાસ જાણીતા છે.

દિગ્દર્શકની શ્રેષ્ઠ નવોદિત ફિચર ફિલ્મનો એવોર્ડ એસિમિના પ્રોએડ્રોઉને તેમની ફિલ્મ બિહાઇન્ડ ધ હેસ્ટેક્સ બદલ આપવામાં આવ્યો

IFFI એ એથેન્સના ડિરેક્ટર અસિમિના પ્રોએડ્રોઉને તેમની ફિલ્મ બિહાઇન્ડ ધ હેસ્ટેક્સ બદલ, દિગ્દર્શકની શ્રેષ્ઠ નવોદિત ફીચર ફિલ્મ માટેનો એવોર્ડ એનાયત કર્યો છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું આંતરરાષ્ટ્રીય પ્રીમિયર યોજવામાં આવ્યું હતું. જ્યુરીએ ઉલ્લેખ કર્યો છે કે આ ફિલ્મ "બિનજરૂરી નૈતિકતાની તીવ્ર મનોવૈજ્ઞાનિક કહાનીની પરાકાષ્ઠા વર્ણવે છે જે, વંશીય શરણાર્થી સંકટ પ્રત્યે અણગમો અને કિશોરોની ચેતનાને જાગૃત કરે છે." આ વાર્તા દર્શકોને એક માણસ, તેની પત્ની અને તેની પુત્રીની સફરમાં ભાગ લેવા માટે આમંત્રિત કરે છે. આ લોકોએ તેમના કાર્યોની કિંમત ચૂકવવાના રૂપમાં પ્રથમ વખત કટોકટીનો સામનો કરવો પડ્યો છે.

Behind The Haystacks

બિહાઇન્ડ ધ હેસ્ટેક્સ ફિલ્મમાંથી એક દૃશ્ય

પ્રવીણ કંદ્રેગુલાને સિનેમા બંદી’ બદલ સ્પેશિયલ મેન્શન

દિગ્દર્શક, લેખક અને સિનેમેટોગ્રાફર પ્રવીણ કંડરેગુલાને તેમની ફિલ્મ સિનેમા બંદી’ બદલ જ્યુરી દ્વારા સ્પેશિયલ મેન્શન (વિશેષ ઉલ્લેખ) પ્રાપ્ત થયું છે. આ ફિલ્મ એક ગરીબ અને સંઘર્ષ કરતા ઓટો ડ્રાઇવરની વાર્તા છે જે એક અત્યંત મોંઘો કેમેરો મેળવવાનો અવસર મેળવે છે અને તેના કારણે તે એક ઓટો ડ્રાઇવરમાંથી ફિલ્મ નિર્માતા બને ત્યાં સુધીની તેની સફર બતાવી છે. જ્યુરીએ ટાંક્યું છે કે આ ફિલ્મ ભારતમાં સિનેમા પ્રત્યેની આકાંક્ષાઓ અને જુસ્સાનું વર્ણન કરે છે.

 

તો, આ ફિલ્મો જોવાનું અને ભારતીય અને વિશ્વ સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોને ઓળખવાનું પડકારરૂપ કાર્ય કોણે કર્યું છે? આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટેની જ્યુરીનું નેતૃત્વ ઇઝરાયેલના લેખક અને ફિલ્મ દિગ્દર્શક નાદવ લેપિડ દ્વારા કરવામાં આવ્યું છે અને જ્યુરી ટીમના અન્ય સભ્યોમાં અમેરિકન નિર્માતા જિન્કો ગોટોહ, ફ્રેન્ચ ફિલ્મ સંપાદક પાસ્કલ ચાવેન્સ, ફ્રેન્ચ દસ્તાવેજી ફિલ્મ નિર્માતા, ફિલ્મ વિવેચક અને પત્રકાર જેવિયર એંગ્યુલો બાર્ટુરેન અને ભારતીય ફિલ્મ નિર્દેશક સુદીપ્તો સેન સામેલ છે.

YP/GP/JD

iffi reel

(Release ID: 1879616) Visitor Counter : 272