પ્રધાનમંત્રીનું કાર્યાલય

બાલીમાં G-20 શિખર સંમેલન દરમિયાન ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલર સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત

Posted On: 16 NOV 2022 1:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે બાલીમાં G-20 સમિટ દરમિયાન ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલર મહામહિમ ઓલાફ સ્કોલ્ઝને મળ્યા.

આ વર્ષે નેતાઓ વચ્ચેની આ ત્રીજી બેઠક હતી; અગાઉની બેઠકો 2 મે 2022ના રોજ પીએમની 6ઠ્ઠી ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શ માટે બર્લિનની મુલાકાત દરમિયાન થઈ હતી, જે પછી ચાન્સેલર સ્કોલ્ઝના આમંત્રણ પર G7 સમિટ માટે પાર્ટનર કન્ટ્રી તરીકે, તેઓ જર્મનીમાં શ્લોસ એલમાઉની મુલાકાતે આવ્યા હતા.

નેતાઓએ ભારત અને જર્મની વચ્ચેના દ્વિપક્ષીય સહકારની વ્યાપક શ્રેણીની ચર્ચા કરી, જે IGC દરમિયાન પ્રધાનમંત્રી શ્રી અને ચાન્સેલર દ્વારા ગ્રીન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પરની ભાગીદારી પર હસ્તાક્ષર સાથે નવા તબક્કામાં પ્રવેશી છે. તેઓ વેપાર અને રોકાણ સંબંધોને વધુ ગાઢ બનાવવા અને સંરક્ષણ અને સુરક્ષા, સ્થળાંતર અને ગતિશીલતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે પણ સંમત થયા હતા.

બંને નેતાઓ G20 અને UN સહિત બહુપક્ષીય મંચોમાં સહયોગ અને સંકલન વધારવા સંમત થયા હતા.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1876446) Visitor Counter : 149