પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ જમ્મુ અને કાશ્મીરમાં તબીબી શિક્ષણના નવા યુગની પ્રશંસા કરી


સરકારે જમ્મુ અને કાશ્મીરની 20 જિલ્લા સરકારી હોસ્પિટલોમાં 265 DNB પોસ્ટ-ગ્રેજ્યુએટ મેડિકલ સીટોની મંજૂરી આપી છે

प्रविष्टि तिथि: 08 NOV 2022 7:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં તબીબી શિક્ષણના નવા યુગની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રી શ્રી 20 જિલ્લા સરકારી હોસ્પિટલોમાં 265 DNB પોસ્ટ-ગ્રેજ્યુએટ મેડિકલ બેઠકો આપવાના સરકારના નિર્ણયની પ્રશંસા કરી અને કહ્યું કે તે યુવાનોને સશક્ત બનાવવા અને જમ્મુ અને કાશ્મીરમાં તબીબી માળખાને આગળ વધારવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખ માંડવિયા દ્વારા કરાયેલા એક ટ્વીટને શેર કરતા, પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

"જમ્મુ અને કાશ્મીરમાં યુવાનોને સશક્ત બનાવવા અને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ વધારવાનો આ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે!"

YP/GP/JD


(रिलीज़ आईडी: 1874553) आगंतुक पटल : 235
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam