પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

વિવિધ રાજ્યના ગૃહ મંત્રીઓની ચિંતન શિબિરમાં વીડિયો કોન્ફરન્સ મારફતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 28 OCT 2022 6:33PM by PIB Ahmedabad

નમસ્કાર.
કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગીઓ શ્રી અમિત શાહ, અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીગણ, ગૃહમંત્રી જી, રાજ્યોના પોલીસ મહાનિદેશક, ગૃહ મંત્રાલયની વરિષ્ઠ પદાધિકારીગણ, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો. આજકાલ દેશમાં ઉત્સવનો માહોલ છે. ઓણમ, ઇદ, દશેરા, દુર્ગા પૂજા, દિપાવલી સહિત અનેક ઉત્સવ શાંતિ અને સોહાર્દની સાથે દેશવાસીઓએ ઉજવ્યા છે. હજી છઠ પૂજા સહિત ઘણા અન્ય તહેવારો પણ છે. વિવિધ પડકારોની વચ્ચે, આ તહેવારોમાં દેશની એકતાનું મજબૂત બનવું તે તમારી તૈયારીઓનું પણ પ્રતિબિંબ છે. બંધારણમાં ભલે કાનૂન અને વ્યવસ્થા રાજ્યોની જવાબદારી છે પરંતુ તે દેશની એકતા અખંડિતતા
ની સાથે એટલા જ જોડાયેલા છે. સૂરજકૂંડમાં યોજાઈ રહેલી ગૃહ મંત્રીઓની આ ચિંતન શિબિર કોઓપરેટિવ ફેડરેલિઝમનું પણ એક ઉત્તમ ઉદાહરણ છે. દરેક રાજ્ય એક બીજા પાસેથી શીખે, એક બીજા પાસેથી પ્રેરણા લે, દેશને બહેતર બનાવવા માટે સાથે મળીને કામ કરે તે બંધારણની પણ ભાવના છે અને દેશવાસીઓ પ્રત્યે આપણી જવાબદારી પણ છે.

સાથીઓ,
આઝાદીનો અમૃત મહોત્સવ આપણી સમક્ષ છે. આવનારા 25 વર્ષ દેશમાં એક અમૃત પેઢીના નિર્માણના છે. આ અમૃત પેઢી, પંચ પ્રણોના સંકલ્પને ધારણ કરીને નિર્મિત થશે. વિકસીત ભારતનું નિર્માણ, ગુલામીના તમામ વિચારોમાંથી મુક્તિ, વારસા પર ગર્વ, એકતા તથા એકજૂટતા તથા સૌથી મુખ્ય વાત નાગરિક કર્તવ્ય, આ પંચ પ્રણોનું મહત્વ આપ સૌ સારી રીતે જાણો છો, સમજો છો. આ એક વિરાટ સંકલ્પ છે જેને માત્ર અને માત્ર સૌના પ્રયાસોથી જ સિદ્ધ કરી શકાય છે. રીત પોતપોતાની હોઈ શકે છે, રસ્તા, પ્રાથમિકતા અલગ અલગ હોઈ શકે છે પરંતુ આ પંચ પ્રણ દેશના તમામ રાજ્યમાં આપણા સંચાલનની પ્રેરણા હોવા જોઇએ. જ્યારે તે સુશાસનના મૂળમાં હશે તો ભારતના સામર્થ્યનો વિરાટ વિસ્તાર થશે. જ્યારે દેશનું સામર્થ્ય વધશે તો દેશનો પ્રત્યેક નાગરિક, પ્રત્યેક પરિવારનું સામર્થ્ય વધશે. આ જ તો સુશાસન છે જેનો લાભ દેશના તમામ રાજ્યને સમાજની અંતિમ પંક્તિમાં ઉભેલા વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે. તેમાં આપ સૌની ઘણી મોટી ભૂમિકા છે.

સાથીઓ,
અહીં આપમાંથી મોટા ભાગના લોકો કાં તો રાજ્યનું નેતૃત્વ કરી રહ્યા છે અથવા તો સીધે સીધી કાયદો અને વ્યવસ્થાની જવાબદારી અદા કરી રહ્યા છો. કાયદો અને વ્યવસ્થાનો સીધો સંબંધ રાજ્યના વિકાસ સાથે છે. તેથી જ રાજ્યોમાં વિકાસ માટે અનુકૂળ વાતાવરણ સર્જવામાં આપ તમામે નિર્ણય અને નીતિઓ તથા આપની રીતિ અત્યંત મહત્વની છે.

સાથીઓ,
કાયદો અને વ્યવસ્થાના સમગ્ર તંત્રનું વિશ્વાસપાત્ર હોવું, પ્રજા વચ્ચે તેમની ધારણા શું છે તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. આપે જોયું કે જ્યારે પણ કોઈ કુદરતી હોનારત સર્જાય છે, કુદરતી આપત્તિ આવે છે, તો એ દિવસોમાં એનડીઆરએફ, એસડીઆરએફની એક ઓળખ બનેલી છે. તેમને યુનિફોર્મ, એ સંકટ વખતે પહેલું પહોંચી જવું અને તેને કારણે દેશવાસીઓના મનમાં તેમના પ્રત્યે એક ભરોસો બેસી જવો કે ભાઈ, આ આવ્યા છે ચાલો બધું બરાબર થઈ જશે, આ જે કાંઈ કહી રહ્યા છે તે માનવું જોઇએ. તેમની વાતો જો સ્વિકારીશું તો આપણું નુકસાન ઓછું થશે. અને આપ જૂઓ એનડીઆરએફમાં કોણ છે ભાઈ
?  એનડીઆરએફમાં કોણ છે ? આપત્તિના સમયે જેવી રીતે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પહોંચે છે તેવી જ રીતે લોકોને સંતોષ થવા લાગે છે કે હવે નિષ્ણાતની ટીમ પહોંચી ગઈ છે હવે તેઓ પોતાનું કામ કરશે.

સાથીઓ,
અપરાધના સ્થળે જેવી પોલીસ પહોંચે છે લોકોમાં એ લાગણી આવી જાય છે કે સરકાર પહોંચી ગઈ. કોરોના કાળમાં પણ અમે જોયું છે કે કેવી રીતે પોલીસની સાખ વધારે બહેતર બની હતી. પોલીસના લોકો જરૂરતમંદોની મદદ કરી રહ્યા હતા, જરૂરી સંસાધનો એકત્રિત કરી રહ્યા હતા, પોતાના જીવનને જ દાવ પર લગાડી રહ્યા હતા. એટલે કે કર્તવ્ય પરાયણતામાં કોઈ કમી નથી, જરૂર સારી ધારણા બનાવી રાખવાની પણ છે તેના માટે પોલીસ દળને પ્રેરિત કરવું, તેના માટે યોજના ઘડવી, દરેક નાની નાની ચીજો પર સતત માર્ગદર્શન આપતા રહેવું, કાંઈ ખોટું થાય છે તો રોકવું, આ આપણી એક જીવંત પ્રક્રિયા હોવી જોઇએ, ઉપરથી નીચે સુધી દરેક પળે હોવી જોઇએ.

સાથીઓ,
આપણે અન્ય એક વાત સમજવી પડશે. હવે કાનુન અને વ્યવસ્થા એક રાજ્યના સિમિત રહેનારી વ્યવસ્થા નથી રહી ગઈ. હવે અપરાધો આંતર રાજ્ય અને આંતર રાષ્ટ્રીય થવા લાગ્યા છે. એટલે કે ટેકનોલોજીની મદદથી એક રાજ્યમાં બેસીને અપરાધી બીજા રાજ્યમાં ભયંકર અપરાધ કરવાની તાકાત ધરાવે છે. દેશની સરહદની બહાર બેઠેલો અપરાધી પણ ટેકનોલોજીનો ભારે રીતે ખોટો ઉપયોગ કરી રહ્યો છે. તેથી જ દરેક રાજ્યની એજન્સીનો અંદરોઅંદર તાલમેલ, કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓમાં અંદરોઅંદર તાલમેલ ખૂબ જ જરૂરી છે. અને તેથી જ આપને ખબર હશે કે મેં ડીજીપી કોન્ફરન્સમાં કહ્યું હતું કે બે પડોશી રાજ્ય હોય છે તેમાં જે જોડાયેલા જિલ્લા હોય છે તેમણે સમયાંતરે સાથે બેસીને બંને રાજ્યોના બંને જિલ્લાની સમસ્યાઓનું સંકલન કરવું જોઇએ, સાથે મળીને કામ કરવું જોઇએ. તેનાથી તો તાકાત વધશે. ઘણી વાર કેન્દ્રીય એજન્સીઓને ઘણા રાજ્યમાં એક સાથે તપાસ કરવી પડતી હોય છે. અન્ય દેશોમાં પણ જવું પડે છે. તેથી જ પ્રત્યેક રાજ્યની જવાબદારી છે કે ચાહે તે રાજ્યની એજન્સી હોય, ચાહે તે કેન્દ્રની એજન્સી હોય અથવા તો સંબંધિત ક્યારેક કોઈ અન્ય રાજ્યનો સંપર્ક આવે છે. તમામ એજન્સીએ એકબીજાને સંપૂર્ણ સહયોગ આપવો જોઇએ. કોઈ મોટું છે, કોઈ નાનું છે કોનો અધિકાર છે તેમાં ક્યારેક ક્યારેક તો આપણે જોઇએ છીએ કે એકાદ એફઆઈઆર દાખલ થઈ નથી, કેમ નથી થઈ તો કહે છે કે નક્કી થઈ રહ્યું નથી કે તે જે જગ્યા છે તે આ થાણામાં આવે છે કે પેલા થાણામાં આવે છે. આ  જે ચીજો છે તે માત્ર પોલીસ થાણા સુધી સિમિત નથી. રાજ્યોની વચ્ચે પણ આવે છે. કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે પણ થઈ જાય છે. ભારત અને વિદેશી વ્યવસ્થાઓની સાથે પણ આમ બને છે. તેથી જ આપણી કાર્યક્ષમતા માટે, આપણા પરિણામો માટે સામાન્ય નાહરિકની સુરક્ષા આપવા માટે આપણી વચ્ચે તાલમેલ, સંકલન, સહયોગ અત્યંત અનિવાર્ય છે. અને તેના માટે જેટલું સંકલન વધશે, આપના રાજ્યની તાકાત પણ વધી જનારી છે.

સાથીઓ,
સાઈબર ક્રાઇમ હોય કે પછી ડ્રોન ટેકનોલોજીના હથિયારો તથા ડ્રગ્સ તસ્કરીમાં ઉપયોગ, તેના માટે નવી ટેકનોલોજી પર કામ કરતા રહેવું પડશે. હવે જૂઓ અમે 5
Gના યુગમાં પ્રવેશી ગયા છીએ, ઝડપથી 5 G પહોંચનારું છે. હવે 5 Gના કેટલા લાભ છે તેટલી જ જાગૃતતા પણ જરૂરી રહેશે. 5 Gની ફેસિયલ રેકગ્નિશન ટેકનોલોજી, ઓટોમેટિક નંબર પ્લેટ રેકોગ્નિશન ટેકનોલોજી, ડ્રોન અને સીસીટીવી જેવી ટેકનોલોજીના પ્રદર્શનમાં કેટલાય ગણો સુધારો થનારો છે. પરંતુ આપણે જેટલી ઝડપથી આગળ ધપીશું, જે ગુનો કરનારું વિશ્વ છે તેનું પણ વૈશ્વિકરણ થઈ ચૂક્યું છે. તે પણ રસ ધરાવતા બની ગયા છે. તેઓ પણ ટેકનોલોજીમાં ફોરવર્ડ બની ચૂક્યા છે. તેનો અર્થ એ થયો કે આપણે તેમના કરતાં દસ ડગલાં આગળ જવું પડશે. આપણે આપણી કાનુન વ્યવસ્થાને પણ સ્માર્ટ બનાવવા માટે અત્યંત આગ્રહથી કામ કરવું પડશે.

સાથીઓ,
મારો આગ્રહ એ પણ છે કે ટેકનોલોજીને મહેરબાની કરીને બજેટના ત્રાજવેથી ના તોલો. અને તમામ આદરણીય મુખ્યમંત્રીઓને, તમામ આદરણીય ગૃહ મંત્રીઓને મારો આગ્રહ છે કે આ મામલે એક ટીમ બનાવીને દુનિયામાં ગુનાખોરી જગત કઈ ટેકનોલોજીમાં આગળ વધી રહ્યું છે, ઉપલબ્ધ ટેકનોલોજી આપણા લોકોને કેવી રીતે સુરક્ષા આપી શકે છે તેની ઉપર ગંભીરતાથી વિચારવું જોઇએ અને તેમાં જે બજે જશે તે બાકીના સેંકડો ખર્ચાને બચાવવાનું કારણ બની જશે. અને તેથી જ ટેકનોલોજીનો બહેતર ઉપયોગ સમગ્ર પોલીસ તંત્રને મજબૂત તો કરે જ કરે છે સાથે સાથે સામાન્ય માનવીની સુરક્ષાને એક ભરોસો આપણે નીચેના સ્તર સુધી પહોંચાડી શકીએ છીએ, ટેકનોલોજી, ક્રાઇમ પ્રિવેન્શનમાં મદદ કરે છે અને ક્રાઇમ ડિટેક્શનમાં પણ, ક્રાઇમ  સંશોધનમાં પણ ખૂબ જ કામ આવે છે. આજે જૂઓ કેટલાય અપરાધી, સીસીટીવીને કારણે પકડાઈ રહ્યા છે.  સ્માર્ટ સિટી અભિયાન હેઠળ શહેરોમાં રચવામાં આવેલા આધુનિક કમાન્ડ અને કન્ટ્રોલ સિસ્ટમમાં પણ ઘણી મદદ મળી રહી છે.

સાથીઓ,
આ પ્રકારની નવી ટેકનોલોજીના વિકાસ માટે કેન્દ્ર સરકારે પોલીસ ટેકનોલોજી મિશન પણ શરૂ કર્યું છે. અનેક રાજ્ય પણ તેમાં પોતાના સ્તર પર કામ કરી રહ્યા છે. પરંતુ એ અનુભવ આવી રહ્યો છે કે અમારા અલગ અલગ પ્રયોગ હોવાને કારણે અમારી ટેકનોલોજી એક બીજા સાથે વાત કરતી નથી  અને તેથી આપણી એનર્જી બરબાદ થાય છે. તે જે પણ મટિરિયલ છે તો તે રાજ્ય સુધી મર્યાદિત રહે છે. આપણે કોમન પ્લેટફોર્મના વિષયમાં મોટું મન રાખીને વિચારવું પડશે. કોઈ એક પાસે અત્યંત ઉમદા ચીજ છે તો એમ માનીને બેસી રહેશો નહીં કે મારી પાસે છે, હું કોઈને આપીશ નહીં, હું મારી તાકાત જાળવી રાખીશ, એક સમય આવશે જ્યારે એટલી ઉત્તમ ટેકનોલોજી હશે અને લોકોના સહયોગમાં નહી હોય તો એકલી રહીને નકામી બની જશે.  અને તેથી જ ભારતના સંદર્ભમાં વિચારવું આપણી તમામ શ્રેષ્ઠ પ્રેક્ટિસ, શ્રેષ્ઠ ઇનોવેશન કોમન લિંક વાળા હોવા જોઇએ, ઇન્ટર ઓપરેટિવ હોવા જોઇએ, એક બીજાની સાથે સતત સરળતાથી વાત કરી શકે તેવી વ્યવસ્થા અનિવાર્ય છે.

સાથીઓ,
આજે ફોરેન્સિક સાયન્સનું મહાત્મય વધી રહ્યું છે અને તે માત્ર પોલીસ કાર્યવાહી સુધી સિમિત નથી. કાનૂની સમૂદાયે ફોરેન્સિક સાયન્સને સમજવું પડશે, જ્યુડિશિયરીએ ફોરેન્સિક સાયન્સને સમજવું પડશે. અરે ત્યાં સુધી કે હોસ્પિટલોએ પણ ફોરેન્સિક સાયન્સને સમજવું પડશે. આ તમામના પ્રયત્નોથી જ ફોરેન્સિક સાયન્સનો ઉપયોગ ગુના તથા ગુનેગારને સજા અપાવવામાં ખૂબ જ કામ આવે છે. એકલા પોલીસ પાસે ફોરેન્સિક સાયન્સની કેટલીક સિસ્ટમ છે તે પર્યાપ્ત નહીં બને. અને તેના માટે દરેક રાજ્યમાં આપણે સંકલિત અને સંતુલિત વ્યવસ્થા દરેક રાજ્યએ ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની તથા તેની ક્ષમતા આજે દુનિયાના 60 થી 70 દેશ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો લાભ લઈ રહ્યા છે. આપણા રાજ્યોએ પણ ઉત્સાહપૂર્વક લાભ લેવો જોઇએ. આ સંપૂર્ણપણે ભવિષ્યલક્ષી ટેકનોલોજી આધારિત વ્યવસ્થા છે. માનવ સંસાધન વિકાસનું પણ અહીં કામ છે. નવા નવા ટેકનોલોજી ટુલ્સ બનાવવાનું પણ કામ છે. અને સૌથી કપરા કેસને ઉકેલવામાં પણ આ લેબ કામ કરી રહી છે. હું માનું છું કે આ વ્યવસ્થાનો ઉપયોગ તમામ રાજ્યો સક્રિયતાથી કેવી રીતે કરે
?

સાથીઓ,
કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવી તે એક 24
x 7 વાળું કામ છે. પરંતુ કોઈ પણ કામમાં એ પણ જરૂરી છે કે આપણે પ્રક્રિયાઓમાં સતત સુધારો કરતા રહીએ, તેને આધુનિક બનાવતા રહીએ. તાજેતરના વર્ષોમાં ભારત સરકારના સ્તરે કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલા જે સુધારા થયા છે તેણે સમગ્ર દેશમાં શાંતિનું વાતાવરણ જાળવી રાખવામાં મદદ કરી છે. આપ પણ જાણો છો કે ભારતની વિવિધતા, ભારતની વિશાળતાને કારણે આપણી કાયદો અમલીકરણની સિસ્ટમ પર કેટલું દબાણ હોય છે. તેથી જ એ અત્યંત જરૂરી છે કે આપણી સિસ્ટમ યોગ્ય દિશામાં ઉર્જા લગાવે. નહિંતર આપણે જોવાનું છે કે કેટલાય બિનજરૂરી કેસોમાં, નાની નાની ભૂલોની તપાસમાં જ પોલીસ વિભાગની ઉર્જા ચાલી જાય છે. તેથી જ અમે વેપાર અને કારોબાર સાથે સંકળાયેલા અનેક કાયદાઓનું  ડીક્રિમિલાઇઝેશન કરી નાખ્યું છે અને તેને અપરાધોની યાદીમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા છે. દોઢ હજારથી વધારે જૂના કાયદાઓને સમાપ્ત કરીને ભવિષ્યનો ઘણો મોટો બોજો ઘટાડી દીધો છે. હું તો રાજ્યોને પણ આગ્રહ કરું છું કે આપ પણ તમારે ત્યાં વિવિધ કાયદાઓનું મૂલ્યાંકન કરો. આઝાદી અગાઉ જેટલા કાયદાઓ હતા તેને વર્તમાન પદ્ધતિ સાથે બદલી નાખો. દરેક કાયદામાં ગુનાખોરી પાસા તથા નિર્દોષ નાગરિકોની પરેશાનીનો એ સમય ચાલ્યો ગયો છે જી.

સાથીઓ,
સરકારે હવે જેવી સ્વામિત્વ યોજના, આ સ્વામિત્વ યોજના અંતર્ગત દેશના ગામડાઓમાં ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી પ્રોપર્ટી કાર્ડ વિતરીત કરવામાં આવી રહ્યા છે તે પણ જમીન સાથે સંકળાયેલા વિવાદો ઘટાડી દેશે, ગામડાની તકરારો ઘટી જશે. નહિતર ગામડાની સમસ્યા મોટા ભાગે એક ફૂટ જમીન જેણે લીધી તેમાંથી જ મોટી મોટી તકરારો થઈ જતી હતી.

સાથીઓ,
પરોક્ષ કે અપરોક્ષ રૂપથી કરવામાં આવેલા અનેક પ્રયાસોથી કાયદો અમલી બનાવનારી એજન્સીઓને પણ પોતાની પ્રાથમિકતા નક્કી કરવામાં ઘણી મદદ મળશે. પરંતુ આપણે જ્યારે આખા કેનવાસ પર ચીજો રાખીને પોતાની રણનીતિમાં ફેરફાર નહી કરીએ અને 20, 30, 50 વર્ષ પુરાણી પદ્ધતિઓથી ચાલીશું તો કદાચ આ ચીજોનો લાભ નહીં મળે. તાજેતરના વર્ષોમાં કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલા કાનૂનોએ પણ કાયદો અને વ્યવસ્થાને વધારે મજબૂત કરી છે. આતંકવાદ હોય, હવાલા નેટવર્ક હોય, ભ્રષ્ટાચાર હોય આ તમામ પર આજે દેશમાં અભૂતપૂર્વ કડકાઈ જોવા મળી રહી છે. લોકોમાં વિશ્વાસ પેદા થવા લાગ્યો છે. યુએપીએ જેવા કાયદાઓએ આતંકવાદની વિરુદ્ધમાં એક નિર્ણાયક લડતમાં વ્યવસ્થાઓને તાકાત પૂરી પાડી છે. એટલે કે એક તરફ અમે દેશની કાયદો એન્ફોર્સમેન્ટ સિસ્ટમની, તેની ક્ષમતાને વધારી રહ્યા છીએ તો બીજી તરફ તેની ઉપરની બિનજરૂરી બોજાને પણ દૂર કરી શક્યા છીએ.

સાથીઓ,
આપણા દેશની પોલીસ માટે અન્ય એક વિષય પણ અત્યંત મહત્વપૂર્ણ છે. જેવી રીતે આજે દેશમાં એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડની વ્યવસ્થા બની છે. એક રાષ્ટ્ર એક મોબિલીટી કાર્ડની વ્યવસ્થા થઈ રહી છે, એક રાષ્ટ્ર એક ગ્રીડ બનેલું છે, એક રાષ્ટ્ર એક સાઇન ભાષા બનેલી છે, તેવી જ રીતે પોલીસના યુનિફોર્મને લઇને પણ આવું જ કોઈ વલણ અપનાવી શકાય છે. શું આપણા રાજ્યો એક સાથે મળીને, સાથે બેસીની, તેના ઘણા લાભ થશે, એક તો ગુણવત્તાયુક્ત મટિરિયલ પેદા થશે કેમ કે માસ સ્કેલ પર થશે. ટોપી હશે તો કરોડો ટોપી બનશે. બેલ્ટ જોઇશે તો કરોડોમાં જોઇશે. અને દેશનો કોઈ પણ નાગરિક ક્યાંય પણ જશે તો તેને જોઇને જ ખબર પડી જશે કે આ પોલીસ છે. હવે જાણે કે પોસ્ટ ઓફિસનો ડબ્બો. હિન્દુસ્તાનમાં કોઈ ભણેલો ગણેલો, અભણ માનવીને પણ ખબર છે કે આ પોસ્ટનો ડબ્બો છે. એટલે કે ત્યાં પત્ર પોસ્ટ થઈ જાય તો ત્યાં પહોંચી જાય છે. એક ઓળખ હોય છે. આપણા માટે પણ આવશ્યક છે કે આપણા દેશના પોલીસ તંત્રમાં, આપણે વિચારો, સાથે મળીને વિચારો, કોઈ બાબત કોઈ પર થોપવાની જરૂર નથી, એક સમીક્ષા કરો. આપ જોજો ઘણો મોટો લાભ થશે અને એક બીજાની તાકાતમાં વધારો થશે. એક રાષ્ટ્ર એક પોલીસ યુનિફોર્મ, હા એ રાજ્યનો એક ટેગ હોઈ શકે છે, તે રાજ્યનો એક નંબર હોઈ શકે છે પરંતુ ઓળખ કોમન હોય, તેની પર વિચારો, આ બાબત હું એક વિચારના રૂપમાં રાખી રહ્યો છું. ના તો હું આપને કોઈ આગ્રહ કરું છું. હું માત્ર એક વિચાર રાખી રહ્યો છું. અને આ વિચાર પર ચર્ચા કરો. ક્યારેય યોગ્ય લાગે પાંચ વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ બાદ પણ ઉપયોગમાં આવશે તો ચોક્કસ વિચારો. આવી જ રીતે અલગ અલગ પોલીસના નવા વિભાગો શરૂ થયા છે. કૌશલ્ય આવ્યું છે.
હવે આપણે જોઇએ છીએ કે દુનિયામાં પ્રવાસનનું મોટું માર્કેટ છે. ભારતમાં પ્રવાસનની સંભાવનાઓ ઘણી વધી રહી છે. વિશ્વમાંથી ઘણી મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ભારતમાં આવવાનો પ્રવાહ વધતો જ રહ્યો છે. આજે દુનિયામાં ઘણા દેશ જે પ્રવાસન ક્ષેત્રમાં ઘણા આગળ છે ત્યાં પ્રવાસન માટે કામ કરનારી પોલીસની રચના કરવામાં આવે છે. તેમની ટ્રેનિંગ અલગ જ હોય છે. તેમને ભાષા પણ શીખવવામાં આવે છે. તેમની વર્તણૂંક સંપૂર્ણપણે અલગ થઈ જાય છે. અને પ્રવાસીઓને પણ, વિદેશી પ્રવાસીઓને પણ ખબર હોય છે કે ભાઈ આ મદદ કરવા માટેની પોલીસની વ્યવસ્થા છે અને એ પોલીસને કારણે જ તે પોલીસ એન્ફોર્સમેન્ટ જે સંસ્થા હોય છે તેની સાથે આસાનીથી સંકલન કરી શકે છે. ક્યારેક ક્યારેક આપણને આપણા દેશમાં આ સવલતની વિશેષતાને ડેવલપ કરવી પડશે. જેથી ભારતમાં ટુરિઝમ માટે વિશ્વભરમાંથી આવનારા પ્રવાસી તથા એક મૂડી રોકાણમાં આવનારામાં ઘણો ફરક હોય છે. પ્રવાસી તરત જ તમારો એમ્બેસેડર બની જાય છે. સારી ચીજ પણ તે જ દુનિયામાં લઈ જશે અને ખરાબ ચીજ પણ તે જ દુનિયામાં લઈ જશે. મૂડી રોકાણ જે કરે છે તેને આ કામમાં ઘણો સમય લાગી જાય છે જો તે ખોટો પડ્યો હોય તો. પરંતુ પ્રવાસી તો બે દિવસમાં જ સમાચાર પહોંચાડી દે છે કે અરે ભાઈ અહીં તો આવા હાલ છે. અને તેથી જ આજે ભારતમાં પણ મધ્યમ વર્ગનો જથ્થો એટલો વધી રહ્યો છે કે ટુરિઝમને લઈને ઘણા પરિવર્તન આવી રહ્યા છે. હવે ટુરિઝમ અને ટ્રાફિક નવી સમસ્યા આવી રહી છે. હવે આપણે એડવાન્સમાં નહીં વિચારીએ, વિકલ્પ નહીં વિચારીએ તો  એ જ પ્રવાસનના આપણા સેન્ટર તો કોઈ બદલવાનું નથી. આપણે કહીએ કે ભાઈ આપ શીમલા નહીં પણ ત્યાં જાઓ તો એ તો નહીં થાય કેમ કે જેને શીમલા જવું છે તે શીમલા જ જશે. નૈનિતાલ જવું છે તો તે નૈનિતાલ જ જશે. શ્રીનગર જનારો શ્રીનગર જ  જશે, ગુલમર્ગ જવું છે તો તે ગુલમર્ગ જ જશે. આપણે વ્યવસ્થાઓને વિકસીત કરવી પડશે.

સાથીઓ,
આપણે જોયું છે કે કોરોનાના સમયમાં જ્યારે પોલીસ લોકોને પોતાના ક્ષેત્રોના લોકોને ફોન કરીને પૂછતા હતા અને ખાસ કરીને મેં જોયું છે કેટલાક શહેરમાં સિનિયર સિટિઝન માટે પોલીસમાં જે મોટી વયના લોકો છે જેમની પાસે હવે વધારે મજૂરી કરાવવી તે તેમની ઉપર અત્યાચાર છે. તેમણે સ્વેચ્છાએ આ કામ કર્યા છે. અને તેઓ સિનિયર સિટિઝનને સતત પૂછતા હતા કે તમે સારા તો છો ને, ક્યાંય બહાર તો જનારા નથી ને, ઘર બંધ કરીને આવવાના નથી ને, આ બાબતને કારણે નાગરિકોનો જે આત્મવિશ્વાસ વધે છે તે એ પ્રકારે તમારી તાકાત બની જાય છે.  આ બાબતનો આપણે જેટલો ઉપયોગ કરી શકીએ, પ્રોફેશનલ રીતે કરી શકીએ છીએ અને સંપૂર્ણ જીવંતતા હોય, સંવેદનશીલતા હોય, આપ જૂઓ સમાજ જીવનમાં આ ફોન આપના સપ્તાહમાં કોઈ એક સિનિયર સિટિઝનને જાય છે તો મહિનાભર સમગ્ર દુનિયાને કહેતો રહે છે કે ભાઈ પોલીસ સ્ટેશનમાંથી બરાબર ફોન આવી જાય છે. દર બુધવારે પૂછી લે છે કે મારી કોઈ સમસ્યા નથી, આ ચીજો ઘણી મોટી તાકાત બની જાય છે. જે ધારણાની લડત છે ને તે આપના તમામ ધારણા બનાવનારા લોકો છે. આપણે એક અન્ય કામ પ્રત્યે અત્યંત સજાગ રહેવાની જરૂર છે. ટેકનોલોજીકલ ઇન્ટેલિજન્સ તેની પોતાની જ એક તાકાત છે. તેનો ઉપયોગ છે પરંતુ આપણે માનવીય ઇન્ટેલિજન્સને નકારી શકીએ નહીં. આ વિદ્યાને પોલીસ વિભાગે આજથી 100 વર્ષ, કેટલીયે ટેકનોલોજી બદલાઈ જાય પણ 100 વર્ષ બાદ પણ તેની જરૂર પડવાની છે. તે સંસ્થાનને જેટલું તાકાતવાન બનાવી શકો છો તેટલું બનાવો. તેમાં જે સામર્થ્ય છે, તેની જે નજર છે, તે જે વાતચીતમાં પકડી શકે છે તે જ આપની સૌથી મોટી તાકાત હોય છે. અને જો બંને ક્ષેત્રમાં તાકાત છે તો પછી આપ ચીજોની અત્યંત આસાનીથી કલ્પના કરી શકો છો કે ભાઈ આ સંભાવના છે, દસ દિવસ બાદ આ સંભાવના જોવા મળે છે, આમ ચાલી રહ્યું છે ચાલો આપણે જોઇએ, અહીં કેટલાક લોકો આવે છે જાય છે, કાંઇક થઈ રહ્યું છે તરત જ ખબર પડે છે. અને હું માનું છું તેને કારણે આપણી વ્યવસ્થાઓ અત્યંત ચુસ્ત બની જશે. જે 50 ગુનો કરનારાઓને પણ વિચારવા માટે મજબૂર કરી દેશે.

સાથીઓ,
આપણે અન્ય એક વાત પણ સમજવાની છે. આજે વૈશ્વિક સ્તર પર ભારત જેટલી ઝડપથી આગળ ધપી રહ્યો છે તેટલી જ ઝડપથી ભારતના પડકારો પણ વધવાના છે. પહેલા તો તે ઉપેક્ષાની વૃત્તિ હોય છે, પછી તેની થોડી મજાક ઉડાડવાની વૃત્તિ બને છે તેમ છતાં આપ આગળ વધો છો. તો પછી થોડી હરિફાઈનો ભાવ આવે છે, પ્રતિસ્પર્ધા આવી જાય છે. તેમ છતાં આગળ વધો છો તો દુશ્મનીનું રૂપ લઈ લે છે. વિશ્વની ઘણી બધી તાકાતો હશે જે નહીં ઇચ્છે કે તેમના દેશની સરખામણીએ ભારત થોડું પણ સામર્થ્યવાન બને. ફલાણા જગતમાં તેની પાસે કૌશલ્ય છે તો તેમાં ભારત પ્રવેશે નહીં. ફલાણી પ્રોડક્ટ તેની પોતીકી છે જો તેમાં ભારત પ્રોડક્શનમાં જતું રહ્યું તો માર્કેટ પર ભારત કબજો જમાવી દેશે. ભારત ઘણું મોટું બજાર છે, ભારત જાતે જ બનાવવા લાગી જશે તો અમારો માલ ક્યાં જશે. ઘણા પ્રકારના પડકારો આવનારા છે અને એ પડકારો દુશ્મની લેવામાં વાર કરતાં નથી. અમે તેથી જ આપણે આપણા આ તમામ પડકારોને સમજવાના છે અને એ સહજ છે કે કોઈએ અમારી સાથે કાંઈ ખરાબ કરવાનું નથી. માનવીને સ્વભાવ છે આપને ત્યાં પણ બે અધિકારીઓ હશે તો લાગે છે કે હા યાર આગળ જતાં તેનું પ્રમોશન થઈ જશે અને હું રહી જઇશ. તો તેમની વચ્ચે દસ વર્ષ અગાઉથી જ તકરાર શરૂ થઈ  જતી હોય છે. આવું તો તમામ જગ્યાએ થાય છે ભાઈ. અને તેથી જ હું કહું છું કે આપણે થોડા દૂરનો વિચાર કરીને આપણા સામર્થ્યને સુરક્ષિત વાતાવરણ, યોગ્ય મેસેજિંગ તેના માટે આવશ્યક બારીકાઈઓ જે અગાઉથી જ કાયદો અને વ્યવસ્થા તથા આજના પડકારોમાં ઘણો મોટો ફરક પડનારો છે. અગાઉનું છે તેને તો જાળવી રાખવાનું જ છે પરંતુ નવા માટે પણ આપણે પોતાની જાતને સજ્જ કરવી પડશે. આપણે દેશની વિરુદ્ધમાં જે તાકાતો પેદા થઈ રહી છે. જે રીતે દરેક ચીજોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે, કાયદાનું પાલન કરનારા શહેરોના અધિકારો માટે આવી કોઇ પણ નકારાત્મક શક્તિઓની વિરુદ્ધમાં કઠોરમાં કઠોર વર્તનની આપણી જવાબદારી છે.  કોઈ ઉદારતા ચાલી શકે નહીં જી, કેમ કે આખરે જે કાયદાનું પાલન કરનારા નાગરિક છે જે કાનૂનને માનનારી વ્યક્તિ છે તે ક્યાં જશે ભાઈ. આપણું કામ છે અને આવા 99 ટકા નાગરિકો એ જ હોય છે જી, એક ટકાની જ સમસ્યા હોય છે. આપણે એ 99 ટકાને ભરોસો અપાવવા માટે તે એક ટકા પ્રત્યે જરાય ઉદારતા દાખવવાની જરૂર નથી.

સાથીઓ,
સૌશિયલ મીડિયાની શક્તિને અમને કામ કરીને શું થઈ રહ્યું છે એટલા માત્રથી તેને આંકવી જોઇએ નહીં. એક નાનકડા બનાવટી સમાચાર સમગ્ર દેશમાં બબાલ મચાવી શકે છે. અમને ખબર છે કે અનામતની એક એવી અફવા ફેલાઈ ગઈ, નકલી સમાચાર ચાલી ગયા જેને કારણે દેશને કેટલુંક નુકસાન ભોગવવું પડ્યું હતું. છથી સાત કલાક બાદ જ્યારે ખબર પડી તો લોકો શાંત થઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં નુકસાન ઘણું મોટું થઈ ગયું હતું. અને તેથી જ લોકોને આપણે શિક્ષિત કરતા રહેવું પડશે કે કોઈ પણ ચીજ આવે છે તો તેને ફોરવર્ડ કરતા પહેલાં દસ વાર વિચાર કરો ભાઈ. કોઈ પણ ચીજ આવે છે તો તેને માનતા પહેલાં તેને વેરિફાઈ કરો અને તમામ પ્લેટફોર્મ પર વેરિફિકેશનની વ્યવસ્થા હોય છે. આ બાબત આપણે લોકોને સમજાવવી પડશે.  આપણે આવી બનાવટી જગત દ્વારા સંચાલિત સમાજ, તેનાથી ડરેલા સમાજ, તેનાથી જ ચાલતા સમાજ તેની વચ્ચે આપણે એક મોટી તાકાત ઉભી કરવી પડશે. ટેકનોલોજીકલ શક્તિ પેદા કરવી પડશે.

સાથીઓ,
સિવિલ ડિફેન્સની આવશ્યકતા તથા જેમ હમણા જ અમિતભાઈ કહી રહ્યા હતા કે ભાઈ કેટલીક ચીજ છે જેની ઉપરથી આપણું ધ્યાન હટી રહ્યું છે. અમિતભાઈને યોગ્ય ચીજોને પકડી છે. આપ લોકો પણ આ જે અનેક દાયકાઓથી ચાલતી આવતી ચીજ છે, તેનો ઘણો ઉપયોગ છે, શાળા કોલેજમાં પણ તેને અમે સિવિલ ડિફેન્સના વિષય હોય, પ્રાથમિક આરોગ્યનો વિષય હોય, જે ચીજો થાય છે તે પહેલાં પણ લોકો કરતા હતા. ફાયર ફાઇટિંગની વ્યવસ્થા આપણે અગાઉ પણ કરતા હતા. તેને આપણે સહજ સ્વભાવ બનાવવો જોઇએ અને મેં તો કહ્યું છે કે તમામ નગર પાલિકા, મહાનગર પાલિકામાં સપ્તાહમાં એક દિવસ કોઈ શાળામાં જઈને ફાયર ફાઇટિંગના ક્ષેત્રના લોકો અને પોલીસે જઇને ડ્રીલ કરવી જોઇએ. તો શાળાના બાળકો જોશે તો તેમનો પણ અભ્યાસ થઈ જશે અને જે લોકો સિસ્ટમમાં છે તેમની ડ્રીલ અને પ્રેક્ટિસ થઈ જશે. બીજા સપ્તાહે બીજી શાળા, એક શાળાની દસ વર્ષમાં એક વર્ષ વારો આવશે. મોટા શહેરમાં તો વધારે સમય લાગશે પરંતુ દરેક પેઢીને સિવિલ ડિફેન્સ અંગે ખબર પડશે, ફાયર ફાઇટિંગના સંબંધમાં આ તમામ ડ્રીલ નાગરિકને કરવાની હોય છે. આપને પણ એક મોટી તાકાત મળશે. આ સરળતાથી કરી શકાય તેવું કામ છે.

સાથીઓ,
તાજેતરના વર્ષોમાં આતંકના ગ્રાઉન્ડ નેટવર્કને ધ્વસ્ત કરવામાં તમામ સરકારોએ અત્યંત જવાબદારીપૂર્વક તેની ગંભીરતાને સમજીને કાંઇકને કાંઇક કરવાનો પ્રયાસ કર્યો છે. ક્યાંક કદાચ સફળતા પહેલા મળી હોય, ક્યાંક મોડેથી મળી હોય પરંતુ તમામને તેની ગંભીરતાને આજે સમજવી પડે તેવું નથી. હવે આપણે તેમાં તાકાતને ઉમેરીને તેનો સામનો કરવાનો છે જી. આવી જ રીતે નક્સલવાદના તમામ પાસાને આપણે પરાસ્ત કરવા પડશે જી. બંદુકવાળો પણ છે અને કલમ વાળો પણ નક્સલવાદ છે. આપણે આ તમામનો કાટ કાઢી નાખવો પડશે જી. આપણી યુવાન પેઢીને ભ્રમિત કરવા માટે એવી બાળપણ જેવી વાતો કરી કરીને નીકળી પડે છે લોકો અને દેશને એટલું બધું નુકસાન થઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં કોઈ સંભાળી શકશે નહીં જી. અને તેથી જ અમે જેમ નક્સલ પ્રભાવિત જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેવી જ રીતે તેમણે હવે પોતાના માનસિક કૌશલ્યના વ્યાપને એ જગ્યાઓએ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે જે આવનારી પેઢીઓમાં વિકૃત માનસિકતા પેદા કરી શકે છે. એક બીજા પ્રત્યે દ્વેષ પેદા કરી શકે છે. લાગણીશીલ ચીજોને હદ બહાર ઉછાળીને સમાજના અનેક ટુકડામાં ખાઈ પેદા કરી શકે છે, અલગતા પેદા કરી શકે છે. દેશની એકતા અને અખંડતા સરદાર વલ્લભભાઈ પટેલ અમારી પ્રેરણા હોય, આપણે આવી કોઈ ચીજને દેશમાં ચાલવા દેવાની નથી જી. પરંતુ બુદ્ધિપૂર્વક કરવું પડશે, સમજદારીથી કરવું પડશે. આપણી લડતની પ્રક્રિયામાં પણ એવી કુશળતા તૈયાર કરવી પડશે. કોઈ રાજ્યમાં કોઈ ઘટના બની છે તો આપણા મોખરાના નિષ્ણાતોને ત્યાં અભ્યાસ કરવા માટે મોકલવા જોઇએ કે વિશ્વવિદ્યાલય જાઓ અને ત્રણ દિવસ ત્યાં રહીને આવો. ત્યાં આવી ઘટના બની છે તો તેમણે કેવી રીતે તેને હેન્ડલ કરી છે, મામલો કેવી રીતે આગળ વધ્યો હતો તેનાથી આપણે શીખી શકીએ છીએ. શીખવા માટે આપણે સતત પ્રયાસ કરતા રહેવું જોઇએ. અને જે આ પ્રકારની દુનિયાના લોકો છે તેમને આંતરરાષ્ટ્રીય સ્તર પરથી પણ ઘણી મદદ મળી જતી હોય છે અને તેઓ તેમાં ચતુર હોય છે.  અને તેમનો ચહેરો એટલો સાત્વિક જોવા મળે છે. આટલું મોટું બંધારણ અને કાનુનની ભાષામાં પણ બોલતા હોય છે અને પ્રવૃત્તિ કાંઈક બીજી જ કરતા હોય છે. આ તમામ ચીજોને દૂધ કા દૂધ અને પાની કા પાની આ સમજવાની તાકાત આપણી સુરક્ષા સામર્થ્યમાં હોવી જોઇએ જી. આપણે સ્થાયી શાંતિ માટે ઝડપથી આગળ ધપવું અત્યંત જરૂરી છે.

સાથીઓ,
જમ્મુ-કાશ્મીર હોય કે નોર્થ ઇસ્ટ હોય આજે આપણે ભરોસો પ્રાપ્ત કરી રહ્યા છીએ. ભાંગફોડ કરનારી તાકાતોને પણ મુખ્ય ધારામાં આવવાનું મન થવા લાગ્યું છે. અને જ્યારે આપણો વિકાસ તેમને નજરે પડે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેખાય છે તેમની અપેક્ષાઓ પૂરી થઈ રહી છે. તો તેઓ પણ હવે શસ્ત્રોનો ત્યાગ કરીને સાથે ચાલવા માટે તૈયાર થઈ રહ્યા છે. આ જ રીતે સરહદ અને સમૂદ્ર કાંઠાના વિસ્તારોમાં આપણે વિકાસની તરફ જોવું પડશે. બજેટમાં પણ વાયબ્રન્ટ ગામડાની વાત કરવામાં આવી છે, આપે આ દિશામાં વિચારવું જોઇએ. આપના મોખરાના અધિકારીઓએ સરહદી ગામડામાં રાત્રી રોકાણ કરીને આવવું જોઇએ. આગ્રહ કરો કે હું તો મંત્રીઓને પણ કહીશ કે કમસે કમ એક વર્ષમાં પાંચથી સાત સરહદી ગામડાઓમાં જઇને બેથી ત્રણ કલાક પસાર કરીને આવો. પછી તે કોઈ રાજ્યની સરહદનુ ગામ હોય કે આંતરરાષ્ટ્રીય સરહદ પરનું ગામ હોય, આપને ઘણી બધી બારીકીઓની માહિતી મળશે.

સાથીઓ,
હથિયાર ડ્રગ્સ એ તમામ જે તસ્કરી ચાલી રહી છે. ડ્રોન તેમાં એક નવું સંકટ ઘૂસી ગયું છે. આપણે આપણા સરહદ અને સમૂદ્રકાંઠા તેમાં સંકલન અત્યંત જરૂરી છે. આપણે કહીશું ભાઈ નહીં આ કરશે, કોસ્ટ ગાર્ડ આ કરશે એમ કહેવાથી વાત બનવાની નથી, આપણે આ સંકલન ખૂબ સારી રીતે આગળ ધપાવવું પડશે. મને વિશ્વાસ છે કે જો આપણે સાથે મળીને એક રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યની સાથે આગળ વધીશું તો દરેક પડકાર આપણી સામે વામણો પુરવાર થઈ જશે. અને, પરિસ્થિતિને હેન્ડલ કરવાની આપણી તાકાત ઓર વધી જશે. મને વિશ્વાસ છે કે આ શિબિરમાં જે ચર્ચા થશે તેમાંથી કોઈને કોઈ કાર્યક્ષમ મુદ્દો નીકળશે. એક કલેક્ટિવ રોડ મેપ બનશે, દરેક રાજ્યએ સાથે મળીને કામ કરવું પડશે. આ તારું ક્ષેત્ર છે, આ મારું ક્ષેત્ર છે, આ તારો અધિકાર છે, તે મારો અધિકાર છે, જો આપણે આમાં જ ફસાયેલા રહીશું તો તેનો સૌથી મોટો લાભ સમાજ વિરોધી તાકાતો જે કાનુનને માનતા નથી તે આ અવ્યવસ્થાનો ભરપુર લાભ ઉઠાવી શકે છે. તેથી જ આપણી વચ્ચે સમજદારી, સંકલન, વિશ્વાસ અને આ તમામ બાબતો ખૂબ જ પ્રોફેશનલ હોવી જોઇએ જી. અને આ જવાબદારી આપણી કેડર્સની છે. ઘણી મોટી જવાબદારી છે. અને મને વિશ્વાસ છે કે આપણે સાથે મળીને કામ કરીશું તો આપણે જેવું ઇચ્છીએ છીએ તેવું પરિણામ પ્રાપ્ત કરી શકીશું. અને દેશ માટે જે અવસર આવ્યો છે  અવસરમાં તાકાત પહેલી નજરમાં તો યુનિફોર્મ દળોમાંથી આવે છે જી. યુનિફોર્મ દળ વિશ્વાસનું એક કારણ બની જાય છે. આપણે તેને જેટું વધારે તાકાતવાન બનાવીશું, જેટલું વધારે વિઝનથી કામ કરનારું બનાવીશું જેટલું વધારે નાગરિકો પ્રત્યે સંવેદનશીલ બનાવીશું તેનાથી અત્યંત લાભ થશે.

કેટલાક સૂચનો મેં ડીજીપી કોન્ફરન્સમાં કહ્યા છે. હું તમામ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને આગ્રહ કરીશ કે ડીજીપી કોન્ફરન્સ એક  સારી સંસ્થાના રૂપમાં વિકસીત થઈ છે. ઓપનમાં ચર્ચા થાય છે અને તેમાં રાજકીય પાસું શૂન્ય હોય છે. તેમાંથી જે વાતો નીકળે છે, હું તમામ ગૃહ વિભાગના મારા જે સચિવો છે તેઓ આઇએએસ કેડરના હોય છે અને અમારા જે રાજકીય ક્ષેત્રના લોકો હોય છે જે ચુંટાઈને આવે છે તેઓ સરકાર ચલાવે છે. ડીજીપી કોન્ફરન્સમાં જે વાતો થઈ તેમાંથી સંપૂર્ણ માહિતી મેળવવી જોઇએ. તેમાંથી કાર્યક્ષમ મુદ્દાઓને આપણે સૌ પ્રથમ આપણા રાજ્યમાં તાકીદે લાગું કરવા જોઇએ. ત્યારે કોઈ લાભ થશે. અમારી ડીજીપી કોન્ફરન્સ સાથે  તો એક બેઠક થઈ ગઈ હતી આપણા સાહેબ બનીને આવી ગયા છે કે નહીં જી. આ એક દેશની સુરક્ષાને લઈને કામ કરવા માટે છે. હવે એવું એક સૂચન આવ્યું હતું કે ભાઈ અમારી પોલીસ માટે રહેવા માટેનું નિવાસ. હવે મેં એક સૂચન આપ્યું હતું કે ખાસ કરીને મોટા શહેરમાં જે પોલીસ ચોકી છે અથવા તો જે પોલીસ સ્ટેશન છે. આપ જરા વિચારો કે તેમાંથી કોઈ બહુમાળી બની શકે છે કે નહીં. નીચે પોલીસ ચોકી ચાલતી રહેશે પરંતુ જો તેની ઉપર 20 માળનું મકાન બનાવી દેવામાં આવે અને રહેવા માટે ક્વાર્ટ્સ બમાવી દેવામાં આવે તો એ વિસ્તારના જેટલા પોલીસ કર્મચારીઓ છે તેમના માટે ઘર ત્યાં જ બની જશે. ટ્રાન્સફર થશે તો તે ખાલી કરીને ચાલ્યો જશે તો જે આવશે તેને એ જ મકાન મળી જશે. તો પોલીસને આજે શહેરની બહાર 25 કિલોમીટર દૂર મકાન મળે છે. તેને આવવા જવામાં બે કલાક લાગે છે. આપણે જમીનની અંગે પણ એ રાજ્યમાં વધુ વાત કરી શકીએ છીએ તે કોર્પોરેશન સાથે વાત કરી શકીએ છીએ, જરા તેને બહુમાળી તરીકે બનાવી શકીએ છીએ  જેનાથી ફાયદો થશે અને ઉપરથી પણ આપણે તેને સુરક્ષાની વ્યવસ્થા માટે આયોજન કરી શકીએ છીએ. આપણે વિવિધ ચીજો જોવા માટેની વ્યવસ્થા અંગે ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ. એટલે કે એકલવાયી એક નાની પોલીસ ચોકી છે તેને બદલે આધુનિક પોલીસ ચોકી પણ બની જશે અને તેની જ ઉપર 20-25 માળની ઇમારત બનાવીને રહેવા માટેના ઘરોની વ્યવસ્થા પણ થઈ જશે.

અને હું એમ ચોક્કસ માનું છું કે મોટા મોટા 20 શહેરોમાં 25થી 50 એવી ચોકીઓ તો ચોક્કસ મળી શકે છે જ્યાં આ પ્રકારના ડેવલપમેન્ટની સંભાવના હોય. કેમ કે મોટા શહેરમાં પોલીસના ક્વાર્ટર બનાવવા માટે 20 કિલોમીટર, 25 કિલોમીટર બહાર જવું પડે છે અને તેમાં જોયું હશે જેમ હમણા જ અમિતભાઈ કહી રહ્યા હતા કે ભાઈ જે બજેટ આપવામાં આવે છે તેનો ઉપયોગ જ થઈ રહ્યો નથી. જેટલી માત્રામાં ખર્ચ થવો જોઇએ તે થઈ રહ્યો નથી. ભારત સરકારમાં એક એવી સ્થિતિ શરૂ થઈ છે કે મારે વારંવાર આગ્રહ કરવો પડે છે કે જે કામ માટે નક્કી કરવામાં આવ્યું છે તે બજેટનો એ કામ માટે ઉપયોગ કરો અને સમય મર્યાદામાં રહીને કરો, પૈસા ખર્ચી શકતા નથી આપણે લોકો. આપણા દેશમાં આ સ્થિતિ આપણને જોઇતી નથી, આપણે આપણી તાકાત વઘારવી પડશે જી. આપણું સામર્થ્ય વધારવું પડે, નિર્ણય શક્તિને વધારવી પડશે. ત્યારે જઈને આ ધનનો યોગ્ય ઉપયોગ સમય મર્યાદામાં કરી શકીશું અને જ્યારે સમય મર્યાદામાં ધનનો ઉપયોગ થાય છે તો તે બગાડ તો બચે જ છે સાથે સાથે આપણને લાભ પણ ખૂબ જ થાય છે.
હું અન્ય એક વિષય પ્રત્યે આપનું ધ્યાન દોરવા માગું છું કે તમામ રાજ્યની પોલીસ તથા ભારત સરકારની પોલીસ જે અમે સ્ક્રેપિંગ પોલિસી લાવ્યા છીએ તેનો અભ્યાસ કરો અને આપના જેટલા જૂના વાહનો છે. એક વાર તેને સ્ક્રેપ કરવાની દિશામાં આપ આગળ વધો. પોલીસ પાસે જૂનું વાહન હોવું જોઇએ નહીં કેમ કે આ તેની કાર્યક્ષમતા સાથે સંકળાયેલો મામલો છે. તેને કારણે બે ફાયદા થશે. જે સ્ક્રેપિંગના બિઝનેસના લોકો છે તેમને ખાતરી મળી જશે કે ભાઈ ફલાણા રાજ્યમાં બે હજાર વાહનો સ્ક્રેપિંગ માટે તેમણે અગાઉથી જ ઓળખી કાઢ્યા છે. ચાલો હું એક યુનિટ લગાવી દઉં છું. રિસાઇકલનું સરક્યુલર ઇકોનોમીનું કામ થઈ જશે અને આપણે જો બે હજાર વાહનો છે ત્યાં  નવા વાહનો બનાવનારી કંપનીઓ પણ આવશે કે ભાઈ આપ જો આ બે હજાર વાહનો અમારી પાસેથી લેશો તો અમે આટલી કિંમત ઘટાડી આપીશું અને ગુણવત્તામાં આપ ઇચ્છો તે કરીને આપીશું, કેટલું સરસ પેકેજ બની શકે છે જી. આપણા તમામ પોલીસ કર્મચારીઓ પાસે આધુનિકમાં આધુનિક વાહન આવી શકે છે. આપણે આ બાબતે વિચારીએ અને હું ઇચ્છું છું કે જેઓ સ્ક્રેપિંગની દુનિયામાં સારી કામગીરી બજાવી શકે છે તેવા લોકોને ખુદ પ્રધાન જ બોલાવે અને કહે કે ચાલો અમે તમને જમીન આપીએ છીએ આપ સ્ક્રેપિંગ માટે રિસાઇકલ માટે યુનિટ લગાવી દો. અમે પહેલા તો પોલીસના વાહનો આપને આપી દઇશું. અમે પોલીસ માટે નવા વાહનો લઈ લઈશું.  આ અત્યંત જરૂરી છે જી. ભારત સરકારના અલગ અલગ યુનિટ પણ પોતાનો કચરો નીકાળી દે છે. અને હવે તો અમારી પર્યાવરણ ક્ષમતા તમામ પર ઘણો ફરક પડી જશે. તો આવી નાની નાની બાબતો પર પણ આપ કાંઇક નિર્ણય કરીને આગળ આવશો  અને તેને સમય મર્યાદામાં લાગું કરશો. આપ જૂઓ લોકોને તો આપ સુરક્ષા આપશો સાથે સાથે આપ દેશના વિકાસમાં પણ મોટા ભાગીદારી બની જશો.  અને મને વિશ્વાસ છે કે જે ગંભીરતાથી આ બેઠકને આપ લોકોએ લીધી છે અને ખાસ કરીને મુખ્યમંત્રીઓએ આવડી મોટી સંખ્યામાં આવીને બેસવું ખરેખર તો જ્યારે મેં તમને જોયા તો મારું મન કરે છે કે મારે પણ તમારી સૌની વચ્ચે હોવું જોઇતું હતું. પરંતુ અગાઉથી જ કેટલાક કાર્યક્રમોનું એટલું બધું પ્રેશર હોય છે કે હું આવી શક્યો નહીં. પરંતુ જ્યારે આટલા બધા માનનીય મુખ્યમંત્રીઓ આવે છે તો પ્રધાનમંત્રીનું સ્વાભાવિક મન કરે છે કે જરા આપની વચ્ચે આવીને બેસું, હું પણ તમારી સાથે ચા-પાણી કરતાં કરતાં ઘણી વાતો કરું પરંતુ આ વખતે હું આમ કરી શક્યો નહીં.  ગૃહમંત્રી જી આપની સાથે વાત કરી રહ્યા છે તે જે કોઈ પણ વિષય પર આપની સાથે ચર્ચા કરશે મારા સુધી ચોક્કસ પહોંચશે અને મારા હિસ્સામાં જે જવાબદારી હશે હું તમામ મુખ્યમંત્રીઓને, તમામ ગૃહમંત્રીઓને ભરોસો અપાવું છું કે આપની આશા અપેક્ષા પર ખરા ઉતરવા માટે ભારત સરકાર પણ એટલા જ પ્રયાસ કરશે. મારો આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ શુભકામનાઓ.

YP/GP/JD




(Release ID: 1871800) Visitor Counter : 333