પ્રધાનમંત્રીનું કાર્યાલય

બ્રાઝિલિયામાં 11મા બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ અને ન્યૂ ડેવલપમેન્ટ બૅન્ક સાથે નેતાઓ સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીનું વક્તવ્ય

Posted On: 15 NOV 2019 1:56PM by PIB Ahmedabad

માનનીય અધ્યક્ષ,

મહાનુભાવો,

બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ અને ન્યૂ ડેવલપમેન્ટ બૅન્કના સભ્યો,

આ ચર્ચામાં જોડાવા બદલ મને આનંદ થાય છે.

આ બે મિકેનિઝમ્સ બ્રિક્સ દેશો વચ્ચે વ્યવહારિક સહકાર માટે ઉપયોગી પ્લેટફોર્મ્સ છે.

હું તેમના પ્રયત્નો માટે તેમનો આભાર માનું છું.

બ્રિક્સ દેશો વિશ્વની આર્થિક વૃદ્ધિ માટે આશાનું કિરણ છે. આપણા વ્યવસાયોની નવીનતા અને સખત પરિશ્રમ આપણી ઊર્જાનો સ્ત્રોત છે.

આજના યુગમાં વ્યાપારની દરેક તકને ઓળખીને તેનો તાત્કાલિક લાભ લેવો જરૂરી છે.

હું આ સંદર્ભમાં કંઈક સૂચવવા માગું છું.

પહેલું, કાઉન્સિલે આગામી સમિટ સુધીમાં 500 અબજ ડૉલરના ઇન્ટ્રા-બ્રિક્સ ટ્રેડ ટાર્ગેટને હાંસલ કરવા માટેનો રોડમેપ તૈયાર કર્યો હતો. આ પ્રયાસમાં આપણી વચ્ચે આર્થિક પૂરકતાઓની ઓળખ મહત્વપૂર્ણ રહેશે.

બીજું, પાંચ દેશોમાં અનેક એગ્રો-ટેક સ્ટાર્ટ-અપ્સ ઉભરી આવ્યાં છે. તેમનું નેટવર્ક અનુભવો વહેંચવા અને આપણાં મોટાં બજારોનો લાભ લેવા માટે ઉપયોગી થશે. આ સ્ટાર્ટ-અપ્સનાં માધ્યમથી કૃષિમાં ટેકનોલોજી અને ડેટા એનાલિટિકલ ટૂલ્સના ઉપયોગને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.

ત્રીજું, સાર્વત્રિક સ્વાસ્થ્ય કવરેજનો સામનો કરી રહેલા પડકારોનું સમાધાન કરવા માટે કાઉન્સિલ ડિજિટલ હેલ્થ એપ્લિકેશન્સના ઉપયોગ પર ભારતમાં એક હૅકાથોનનું આયોજન કરવા પર વિચાર કરી શકે છે.

ચોથું, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે એક કાર્યકારી જૂથ શ્રેષ્ઠ પદ્ધતિઓના વિનિમયની સુવિધા આપશે.

બ્રિક્સના બિઝનેસ સમુદાયને બ્રિક્સ પે, ક્રેડિટ રેટિંગ એજન્સી, રિઇન્સ્યુરન્સ પૂલ અને સીડ બૅન્ક જેવા વિષયો પર પ્રારંભિક પ્રગતિથી વ્યવહારિક સમર્થનનો મોટો લાભ મળશે.

ન્યૂ ડેવલપમેન્ટ બૅન્ક અને બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ વચ્ચે ભાગીદારીનો કરાર બંને સંસ્થાઓ માટે ઉપયોગી સાબિત થશે.

આપણી અર્થવ્યવસ્થાઓને મોટા પાયે માળખાગત ફાઇનાન્સની જરૂર છે. હું માનું છું કે ન્યૂ ડેવલપમેન્ટ બૅન્ક આ ક્ષેત્રમાં મૂલ્યવાન સહાય પ્રદાન કરી શકે છે.

હું એનડીબી દ્વારા પ્રોજેક્ટ પ્રિપરેશન ફંડના શુભારંભને આવકારું છું.

એનડીબીના પોર્ટફોલિયોમાં ખાનગી ક્ષેત્રના પ્રોજેક્ટ્સની હાજરીથી બૅન્કની હાજરીમાં વધારો થશે.

મિત્રો,

હું બ્રિક્સ દેશો અને એનડીબીને આપત્તિને અનુકૂળ માળખાગત પહેલ માટે ગઠબંધનમાં જોડાવા વિનંતી કરું છું.

ભારતને એનડીબી સાથે આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે માર્ગદર્શક સિદ્ધાંતો તૈયાર કરવા પર કામ કરવાની ખુશી થશે.

હું વિનંતી કરું છું કે ભારતમાં એનડીબીની પ્રાદેશિક કચેરીની સ્થાપનાનું કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થવું જોઈએ. આનાથી અમારાં પ્રાથમિકતાવાળા ક્ષેત્રોમાં પરિયોજનાઓને પ્રોત્સાહન મળશે.

મિત્રો,

તમે ભારતમાં રોકાણની વધતી તકો અને નવીનતાની ઇકો સિસ્ટમથી પરિચિત છો.

હું આપ સૌને વર્ષ 2022 સુધીમાં નવા ભારતનું નિર્માણ કરવા અને ભારતની વિકાસ યાત્રાનો હિસ્સો બનવા આમંત્રણ આપું છું.

મહાનુભાવો, મિત્રો,

હું એમ કહીને સમાપન કરીશ કે બ્રિક્સના આર્થિક સહકારને મજબૂત કરવાનું આપણું સ્વપ્ન કાઉન્સિલ અને એનડીબીના સંપૂર્ણ સહકારથી જ સાકાર થઈ શકે છે.

આ હેતુ માટેના તમારા પ્રયત્નોમાં ભારત તમારી સાથે છે.

ખૂબ ખૂબ આભાર.



 



(Release ID: 1870806) Visitor Counter : 90