પ્રધાનમંત્રીનું કાર્યાલય

ક્વાડ નેતાઓની પ્રથમ વર્ચ્યુઅલ શિખર મંત્રણાના પ્રારંભમાં પ્રધાનમંત્રીએ આપેલું સંબોધન

Posted On: 12 MAR 2021 1:28PM by PIB Ahmedabad

મહામહિમ,

પ્રમુખ બાઇડેન,

પ્રધાનમંત્રી મોરિસન અને

પ્રધાનમંત્રી સુગા,

મિત્રો વચ્ચે રહેવાનું ખૂબ જ સારું લાગે છે!

હું આ પહેલ બદલ રાષ્ટ્રપતિ બાઇડેનનો આભાર માનું છું.

મહાનુભાવો,

આપણે આપણા લોકતાંત્રિક મૂલ્યો તેમજ મુક્ત, ખુલ્લા અને સર્વસમાવેશી ઇન્ડો-પેસિફિક માટે આપણી પ્રતિબદ્ધતા દ્વારા એકજૂથ છીએ.

આજે આપણો એજન્ડા - રસીઓ, આબોહવા પરિવર્તન અને ઉભરતી ટેકનોલોજી જેવા ક્ષેત્રોને આવરી લે છે – જે ક્વાડને વૈશ્વિક કલ્યાણ માટેનું બળ બનાવે છે.

હું આ સકારાત્મક દૃષ્ટિકોણને વસુધૈવ કુટુમ્બકમના ભારતના પ્રાચીન દર્શનના વિસ્તરણ તરીકે જોઉં છું, જે વિશ્વને એક પરિવાર તરીકે માને છે.

આપણે આપણા સહિયારા મૂલ્યોને આગળ ધપાવવા અને સુરક્ષિત, સ્થિર તેમજ સમૃદ્ધ ઇન્ડો-પેસિફિકને પ્રોત્સાહન આપવા માટે, પહેલાં કરતાં પણ વધુ ઘનિષ્ઠતા સાથે કામ કરીશું.

આજની શિખર મંત્રણા બેઠકનું આયોજન દર્શાવે છે કે ક્વાડના યુગની શરૂઆત થઇ ગઇ છે.

તે હવે પ્રદેશમાં સ્થિરતાનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ બની રહેશે.

આપનો આભાર.

SD/GP


(Release ID: 1869242) Visitor Counter : 174