પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ ગુજરાતના મોઢેરામાં સૂર્ય મંદિરની મુલાકાત લીધી
Posted On:
09 OCT 2022 7:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના મોઢેરામાં સૂર્ય મંદિરની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી શ્રીનું આગમન થતાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી મોદીએ સૂર્ય મંદિર ખાતે હેરિટેજ લાઇટિંગનું ઉદ્ઘાટન કર્યું જે તેને સૌર ઊર્જાથી સંચાલિત ભારતમાં સૌપ્રથમ હેરિટેજ સાઇટ બનાવે છે. તેમણે મોઢેરા સૂર્ય મંદિરના 3D પ્રોજેક્શન મેપિંગનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ મંદિરના ઈતિહાસને દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદ સભ્ય શ્રી સી આર પાટીલ, ગુજરાત સરકારના મંત્રીઓ, શ્રી પૂર્ણેશભાઈ મોદી અને શ્રી અરવિંદભાઈ રૈયાણી પ્રધાનમંત્રી શ્રીની મુલાકાતમાં તેમની સાથે હતા.
આજે અગાઉ, પ્રધાનમંત્રી શ્રીએ ગુજરાતના મોઢેરા, મહેસાણામાં રૂ. 3900 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રી શ્રીએ મોઢેરાને ભારતનું પ્રથમ 24x7 સૌર ઊર્જાથી ચાલતું ગામ જાહેર કર્યું. શ્રી મોદીએ ગુજરાતના મોઢેરામાં મોઢેશ્વરી માતાના મંદિરમાં પણ દર્શન અને પૂજા કરી હતી.
YP/GP/JD
(Release ID: 1866322)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam