યુવા બાબતો અને રમત મંત્રાલય

યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2022 માટેની છેલ્લી તારીખ લંબાવી

અરજીઓ મેળવવાની છેલ્લી તારીખ હવે 27મી સપ્ટેમ્બર, 2022થી વધારીને 1લી ઓક્ટોબર, 2022 કરવામાં આવી છે

Posted On: 28 SEP 2022 11:03AM by PIB Ahmedabad

યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે રાષ્ટ્રીય રમત પુરસ્કારો માટે અરજીઓ આમંત્રિત કરી છે. વર્ષ 2022 માટે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર, અર્જુન પુરસ્કાર, દ્રોણચાર્ય પુરસ્કાર, ધ્યાનચંદ પુરસ્કાર, રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહક પુરસ્કાર (RKPP) અને મૌલાના અબુલ કલામ આઝાદ (MAKA) ટ્રોફી 27મી ઓગસ્ટ, 2022 ના રોજ મંત્રાલયની સૂચનાઓ પર વેબસાઇટ www.yas.nic.in પર અપલોડ કરવામાં આવી હતી..

અરજીઓ મેળવવાની છેલ્લી તારીખ 27મી સપ્ટેમ્બર, 2022થી વધારીને 1લી ઓક્ટોબર 2022 (શનિવાર) કરવામાં આવી છે. પુરસ્કાર માટે પાત્ર ખેલાડીઓ / કોચ / સંસ્થાઓ / યુનિવર્સિટીઓ પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે. તેઓએ સમર્પિત પોર્ટલ dbtyas-sports.gov.in પર સ્વયં ઑનલાઇન અરજી કરવી જરૂરી છે. ભારતીય ઓલિમ્પિક્સ એસોસિએશન / સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા / માન્ય રાષ્ટ્રીય રમતગમત સંઘો / રમત પ્રમોશન બોર્ડ / રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો વગેરેને પણ તે મુજબ જાણ કરવામાં આવે છે. 1લી ઑક્ટોબર, 2022 (શનિવાર) પછી મળેલા નામાંકનને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1862818) Visitor Counter : 170