પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ તેમનો જન્મદિવસ આપણા અર્થતંત્ર, સમાજ અને પર્યાવરણને આવરી લેતા કાર્યક્રમોમાં હાજરી આપીને વિતાવ્યો

શુભેચ્છાઓ અને સ્નેહ માટે દરેકનો આભાર

તેમની શુભેચ્છાઓ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવોનો આભાર

Posted On: 17 SEP 2022 9:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમનો જન્મદિવસ અર્થતંત્ર, સમાજ અને પર્યાવરણને આવરી લેતા કાર્યક્રમોમાં હાજરી આપીને વિતાવ્યો હતો. તેમણે શુભેચ્છાઓ અને સ્નેહ માટે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો.

શ્રી મોદીએ ટ્વીટ કર્યું:

પ્રાપ્ત સ્નેહથી હું ખુશ છું. મારા જન્મદિવસ પર મને શુભેચ્છા પાઠવનાર દરેક વ્યક્તિનો હું આભાર માનું છું. આ શુભેચ્છાઓ મને વધુ મહેનત કરવાની શક્તિ આપે છે. હું તે તમામ લોકોની પ્રશંસા કરું છું જેમણે આ દિવસને વિવિધ સમુદાય સેવા પહેલ માટે સમર્પિત કર્યો છે. તેમનો સંકલ્પ પ્રશંસનીય છે.

 

 

મેં આપણા અર્થતંત્ર, સમાજ અને પર્યાવરણને આવરી લેતા કાર્યક્રમોમાં હાજરી આપવા માટે દિવસ પસાર કર્યો. હું ખરેખર માનું છું કે જ્યારે આપણે આ ક્ષેત્રો પર સામૂહિક રીતે કામ કરીશું, ત્યારે આપણે ટકાઉ અને સર્વસમાવેશક વિકાસના આપણું લક્ષ્ય પૂર્ણ કરીશું. આપણે આવનારા સમયમાં વધુને વધુ સખત મહેનત કરતા રહીએ.

 

 

ઘણા આંતરરાષ્ટ્રીય નેતાઓએ પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

એચ.ઇ. ડોમિનિકાના કોમનવેલ્થના પ્રધાનમંત્રી રૂઝવેલ્ટ સ્કેરીટને પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો

" જન્મદિવસની તમારી શુભેચ્છાઓ બદલ પ્રધાનમંત્રી @SkerritR તમારો આભાર."

 

 

નેપાળના પ્રધાનમંત્રી એચ.ઈ. શેર બહાદુર દેઉબાને, પ્રધાનમંત્રીએ કહ્યું

જન્મદિવસની તમારી હાર્દિક શુભેચ્છાઓ બદલ પ્રધાનમંત્રી@SherBDeubaનો આભાર. મને ઊંડો સ્પર્શ થયો છે.

 

 

મોરેશિયસના પ્રધાનમંત્રી એચ.ઇ. પ્રવિંદ કુમાર જુગનાથએ પણ પ્રધાનમંત્રીને શુભેચ્છા પાઠવી અને શ્રી મોદીએ જવાબ આપ્યો

"શુભેચ્છાઓ માટે મારા પ્રિય મિત્ર PM @KumarJugnauth તમારો આભાર."

 

 

પ્રધાનમંત્રીએ ભૂટાનના પ્રધાનમંત્રીની શુભેચ્છાઓનો જવાબ આપ્યો

તમારી હાર્દિક શુભેચ્છાઓ માટે @PMBhutan તમારો આભાર. ભૂતાનમાં મારા મિત્રો તરફથી મને હંમેશા મળેલા અપાર પ્રેમ અને આદરની હું ખરેખર કદર કરું છું.

 

 

પ્રધાનમંત્રીએ તેમની શુભેચ્છાઓ માટે રાષ્ટ્રીય મહાનુભાવોનો પણ આભાર માન્યો હતો

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનો તેમની શુભેચ્છાઓ માટે આભાર માન્યો

શુભકામનાઓ માટે આપનો ખૂબ-ખૂબ ધન્યવાદ માનનીય રાષ્ટ્રપતીજી @rashtrapatibhvn”

 

 

ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખેરને પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો

વીપી જગદીપ ધનખરજીનો તેમની શુભેચ્છાઓ અને માયાળુ શબ્દો માટે આભાર. @VPSecretariat”

 

 

પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદે પણ પ્રધાનમંત્રીને શુભેચ્છા પાઠવી હતી, પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો હતો.

"આપનો દીલથી ધન્યવાદ માનનીય @ramnathkovindજી."

 

 

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુની શુભેચ્છાઓનો પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો

વેંકૈયા ગરુ, તમારી શુભેચ્છાઓ સ્પર્શી ગઈ. @MVenkaiahNaidu"

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1860314) Visitor Counter : 277