પ્રધાનમંત્રીનું કાર્યાલય

પીએમએ 76મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો

Posted On: 15 AUG 2022 9:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 76મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશ્વના નેતાઓને તેમની શુભકામના અને શુભેચ્છાઓ માટે આભાર માન્યો છે. ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ, સ્વતંત્રતા દિવસની તમારી શુભેચ્છાઓ બદલ આભાર. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરી છે અને આપણા બંને લોકોને ઘણો ફાયદો થયો છે."
માલદીવના રાષ્ટ્રપતિની ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું; "અમારા સ્વતંત્રતા દિવસ પર તમારી શુભેચ્છાઓ બદલ આભાર, રાષ્ટ્રપતિ @ibusolih. અને મજબૂત ભારત-માલદીવ મિત્રતા પર તમારા ઉષ્માભર્યા શબ્દો માટે હું હૃદયપૂર્વક આબાર માનું છું."
ફ્રાન્સના રાષ્ટ્રપતિના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "પ્રમુખ @EmmanuelMacron, તમારી સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ સ્પર્શી ગઈ. ભારત ફ્રાન્સ સાથેના તેના ગાઢ સંબંધોને સાચા અર્થમાં ચાહે છે. વૈશ્વિક સારા માટે આપણી દ્વિપક્ષીય ભાગીદારી છે."
< ભૂટાનના પ્રધાનમંત્રીના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું; "હું @PMBhutan લોટે શેરિંગને તેમના સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ બદલ આભાર માનું છું. બધા ભારતીયો ભૂટાન સાથેના અમારા વિશેષ સંબંધોની, એક નજીકના પાડોશી અને મૂલ્યવાન મિત્ર તરીકે કદર કરે છે -."
ડોમિનિકાના કોમનવેલ્થના પ્રધાનમંત્રીના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "પ્રધાનમંત્રી રૂઝવેલ્ટ સ્કેરીટ, અમારા સ્વતંત્રતા દિવસ પર તમારી શુભેચ્છાઓ બદલ આભાર. આગામી વર્ષોમાં ભારત અને કોમનવેલ્થ ઓફ ડોમિનિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો સતત વધતા રહે."
મોરેશિયસના પ્રધાનમંત્રીના ટ્વિટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથ, તમારી સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પ્રાપ્ત કરવા બદલ ગૌરવ અનુભવું છું. ભારત અને મોરેશિયસ વચ્ચે ખૂબ ઊંડા સાંસ્કૃતિક જોડાણો છે. આપણા રાષ્ટ્રો પણ આપણા નાગરિકોના પરસ્પર લાભ માટે વિવિધ વિષયોમાં સહકાર આપી રહ્યા છે."
મેડાગાસ્કરના રાષ્ટ્રપતિના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "અમારા સ્વતંત્રતા દિવસ પર અમને શુભેચ્છા પાઠવવા બદલ રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોએલીનાનો આભાર. એક વિશ્વાસપાત્ર વિકાસ ભાગીદાર તરીકે, ભારત હંમેશા આપણા લોકોના કલ્યાણ માટે મેડાગાસ્કર સાથે કામ કરશે."
નેપાળના પ્રધાનમંત્રીના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "શુભેચ્છાઓ બદલ આભાર, PM @SherBDeuba. ભારત-નેપાળની મિત્રતા આવનારા વર્ષોમાં વધુ ગાઢ બની રહે."
જર્મનીના ચાન્સેલરના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “હું સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે ચાન્સેલર સ્કોલ્ઝનો આભાર માનું છું. ભારત અને જર્મની મહત્વપૂર્ણ ભાગીદારો છે અને અમારો બહુપક્ષીય સહયોગ જીવંત છે અને અમારા લોકો માટે પરસ્પર ફાયદાકારક છે.”

ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “શુભેચ્છાઓ માટે રાષ્ટ્રપતિ ઇમર્સન ડેમ્બુડઝો મનંગાગ્વા પ્રત્યે કૃતજ્ઞતા. અમારા નાગરિકોના લાભ માટે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની જરૂરિયાત પર હું તેમની સાથે સંમત છું.

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1852142) Visitor Counter : 219