પ્રધાનમંત્રીનું કાર્યાલય

સંસદ ભવનમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુના વિદાય સમારંભમાં પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ

Posted On: 08 AUG 2022 10:28PM by PIB Ahmedabad

આદરણીય ઉપરાષ્ટ્રપતિ, મંચ પર ઉપસ્થિત તમામ વરિષ્ઠ મહાનુભાવો, ઉપસ્થિત તમામ સાંસદો, અન્ય તમામ મહાનુભાવો.

હું વેંકૈયાજીને જેટલા ઓળખું છું, મને નથી લાગતું કે વિદાય શક્ય છે. 11 તારીખ પછી તમને ચોક્કસ અનુભવ થશે કે તમને કોઈ કામથી ફોન આવશે, તમારા વિશેની કોઈપણ માહિતી લેવી હશે, સુખ-દુ:ખની વાત થશે તો તરત પૂછશો. એટલે કે એક રીતે તેઓ દરેક પળે સક્રિય હોય છે, દરેક ક્ષણ સૌની વચ્ચે હોય છે અને તેમની મોટી વિશેષતા રહી છે. જો આપણે તેમનાં જીવનની ક્ષમતાઓ પર પણ નજર કરીએ તો, જ્યારે હું પાર્ટી સંગઠન માટે કામ કરતો હતો અને તે સમયે અટલજીની સરકાર બની હતી. મંત્રીમંડળની રચના થઈ રહી હતી, હું સંગઠનનું કામ કરતો હતો, તેથી મારી અને વેંકૈયાજી વચ્ચેનો સંવાદ થોડો વધારે રહેતો હતો. તેમણે મને કહ્યું કે આમ તો પ્રધાનમંત્રીનો જ અંતિમ નિર્ણય હોય છે કે, કોણ મંત્રી બનશે, કયા મંત્રીને શું કામ મળશે, કયો વિભાગ રહેશે અને પણ નક્કી હતું કે દક્ષિણમાંથી વેંકૈયાજી જેવા વરિષ્ઠ નેતાનું મંત્રી બનવું નક્કી હતું. પરંતુ તેઓ ઇચ્છતા હતા કે બહુ મોટા રૂઆબદાર જરા ગ્લેમરસ, એવા કોઇ વિભાગથી મને બચાવો અને કહ્યું કે જો પ્રધાનમંત્રીને ખરાબ લાગે તો હું ઈચ્છું છું કે જો મારા મનનું કામ હોય તો એ ગ્રામીણ વિકાસ છે, જો મને ગ્રામીણ વિકાસનું કામ મળે, તો હું તે કરવા માગું છું. એટલે કે, આ જુસ્સો, તે પોતે એક મોટી વાત છે.

અટલજીને વેંકૈયાજી તરફથી અન્ય જરૂરિયાતો પણ હતી, પરંતુ તેમનું મન હોવાથી અટલજીએ પણ રીતે નિર્ણય લીધો અને વેંકૈયાજીએ તે કામ સારી રીતે પાર પાડ્યું. હવે એક બીજી વિશેષતા જુઓ, વેંકૈયાજી કદાચ એવા વ્યક્તિ છે જેમણે માત્ર ગ્રામીણ વિકાસ મંત્રાલય નથી જોયું, પરંતુ શહેરી વિકાસ પણ જોયું છે. એટલે કે, એક રીતે, તેમણે વિકાસનાં બંને મુખ્ય પાસાઓમાં તેમની નિપુણતા દર્શાવી.

તેઓ પ્રથમ એવા ઉપરાષ્ટ્રપતિ હતા, રાજ્યસભાના પ્રથમ સભાપતિ હતા, જેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા. બહુ ઓછા લોકોને અવસર મળ્યો, કદાચ વેંકૈયાજીને એકલાને અવસર મળ્યો. હવે જે પોતે લાંબા સમયથી રાજ્યસભામાં રહ્યા હોય, જેઓ સંસદીય બાબતો તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા હોય, તેનો અર્થ છે કે ગૃહમાં શું ચાલે છે, પડદા પાછળ શું શું ચાલે છે, કયો પક્ષ શું કરશે, ટ્રેઝરી બૅન્ચ તરફથી શું થશે,  સામેથી શું થશે, તે ઊભો થઈને તેની પાસે ગયો, મતલબ કે કંઈક ચાલી રહ્યું છે, તેમને બધી બાબતોની સારી સમજ હતી અને તેથી અધ્યક્ષ તરીકે, તેમને બેઉ બાજુથી ખબર રહેતી કે આજે તેઓ આ કરશે. અને આ એમનો અનુભવ ટ્રેઝરી બૅન્ચ માટે ઉપયોગી રહેતો હતો, તો વિરોધ પક્ષના મિત્રો માટે મુશ્કેલીનું કારણ બનતો હતો કે ખબર પડી જતી હતી. પરંતુ તેમણે ગૃહને વધારે સક્ષમ બનાવવું, સાંસદનું શ્રેષ્ઠ દેશને કેવી રીતે મળે, એ એમની ચિંતા છે. સંસદીય સમિતિઓ વધુ ઉત્પાદક બને, પરિણામલક્ષી હોય અને મૂલ્યવર્ધક હોય. કદાચ વેંકૈયાજી પહેલા એવા સભાપતિ રહ્યા હશે જેમણે સંસદીય સમિતિઓનાં કાર્યને લઈને પણ આટલી ચિંતા કરી હોય અને રાજી-નારાજગી વ્યક્ત કરીને તેને સુધારવા માટે સતત પ્રયાસ કર્યા.

હું આશા રાખું છું કે આજે જ્યારે આપણે વેંકૈયાજીનાં કાર્યોની પ્રશંસા કરીએ છીએ, તો સાથે આપણે એવો પણ સંકલ્પ કરીએ છીએ કે અધ્યક્ષ તરીકે, એક સાંસદ તરીકે, આપણા લોકો પાસેથી તેમની જે અપેક્ષાઓ રહી છે એને પૂરી કરીને સાચા અર્થમાં એમની સલાહને આપણે જીવનમાં યાદગાર બનાવીશું તો હું માનું છું કે બહુ મોટી સેવા હશે.

સમયનો સૌથી વધુ ઉપયોગ કેવી રીતે કરવો, તેમનાં અંગત જીવનમાં ખૂબ મુસાફરી કરવી, સ્થળ-સ્થળ પર જાતે જવું, એ છેલ્લા પાંચ દાયકાનું એમનું જીવન રહ્યું. પરંતુ જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે અમે એક વાર મજાકમાં બેઠા હતા, વાતો ચાલતી હતી. મેં કહ્યું હતું કે કોરોનાનાં કારણે અને લોકડાઉનનાં કારણે સૌથી વધુ તકલીફ કોને થશે, મેં મારા સાથીઓને પૂછ્યું હતું. સૌને લાગ્યું કે મોદીજી આ શું પૂછી રહ્યા છે. મેં કહ્યું કે કલ્પના કરો, સૌથી વધારે તકલીફ કોને આવશે, તો કોઇ જવાબ ન મળ્યો. મેં કહ્યું હતું કે, જો આ પરિસ્થિતિથી સૌથી વધુ તકલીફ જો કોઇને આવશે તો એ વેંકૈયા નાયડુને આવશે. કારણ કે તેઓ આટલી દોડધામ કરનારા વ્યક્તિ, તેમના માટે એક જગ્યાએ બેસી રહેવું, એ સૌથી મોટી સજાનો સમયગાળો હતો. પરંતુ તેઓ ઇનોવેટિવ પણ છે અને તેનાં કારણે તેમણે આ કોરોના કાળનો મોટો રચનાત્મક ઉપયોગ કર્યો. તેમણે, હું એક શબ્દ વાપરવા માગુ છું, શું તે ઘણા વિદ્વાન લોકોની નજરમાં યોગ્ય રહેશે, તે હું જાણતો નથી, પરંતુ તેઓ ટેલિ-યાત્રા કરતા હતા. આ ટેલિ યાત્રા, તેમણે શું કર્યું, સવારે ટેલિફોન ડાયરી લઈને બેસતા હતા અને છેલ્લાં 50 વર્ષમાં દેશનો પ્રવાસ કરતી વખતે, જાહેર જીવનમાં, રાજકીય જીવનમાં, જે જે લોકો સાથે એમનો સંબંધ બંધાયો, એમાં જે વરિષ્ઠ લોકો હતા, દરરોજ 30, 40, 50 લોકોને ફોન કરવા, તેમના ખબર-અંતર પૂછવા, કોરોનાને કારણે કોઈ સમસ્યા છે કે કેમ તેની માહિતી મેળવવી અને જો શક્ય હોય તો મદદ કરવી.

તેમણે સમયનો આટલો બધો સારો ઉપયોગ કર્યો હતો, પરંતુ જ્યારે તે દૂર-સુદૂરના વિસ્તારોના નાના કાર્યકર્તાઓને તેમનો ટેલિફોન આવતો હતો, ત્યારે તેઓ તો ઊર્જાથી ભરાઇ જતા. એટલું નહીં, ભાગ્યે કોઈ સાંસદ એવો હશે જેને કોરાના કાળમાં વેંકૈયાજીનો ફોન આવ્યો હોય, તેમના ખબર ન પૂછ્યા હોય, રસીકરણની ચિંતા કરી હોય. એટલે કે એક રીતે પરિવારના મોભીની જેમ તેમણે બધાને સાચવવાનો, બધાની ચિંતા કરવાનો પણ એમનો પ્રયાસ રહ્યો.

વેંકૈયાજીની એક વિશેષતા છે, હું જે કહું છું ને કે તેઓ ક્યારેય આપણાથી અલગ થઈ જ ન શકે અને હું તેનું ઉદાહરણ આપી રહ્યો છું. એકવાર તેઓ ચૂંટણી પ્રચાર માટે બિહાર ગયા હતા. અચાનક તેમનું હૅલિકોપ્ટર ઉતારવું પડ્યું, ખેતરમાં ઉતારવું પડ્યું. હવે તે વિસ્તાર પણ થોડો ચિંતાજનક હતો, થોડી સલામતીના મુદ્દાઓ ઊભા થાય એ પ્રકારનો હતો. પરંતુ નજીકના એક ખેડૂતે આવીને તેમની મદદ કરી, તેમને મોટરસાયકલ પર નજીકના પોલીસ સ્ટેશન સુધી લઈ ગયા.

હવે ભારતનાં જાહેર જીવન અનુસાર જોઇએ તો વેંકૈયાજી બહુ મોટા વ્યક્તિ છે, પરંતુ આજે પણ તે ખેડૂત પરિવાર સાથે તેમનો જીવંત સંબંધ છે. એટલે કે, બિહારનાં અંતરિયાળ ગ્રામીણ જીવનમાં એક ઘટના સમયે કોઈને મદદ મળી હતી. તે મોટરસાયકલવાળો ખેડૂત, આજે પણ વેંકૈયાજી સાથે મારી વાત થાય છે, સતત થાય છે, આ પ્રકારના ગૌરવ સાથે વાત કરે, આ વેંકૈયાજીની વિશેષતા છે.

અને તેથી હું કહું છું કારણ કે હંમેશાં આપણી વચ્ચે એક સક્રિય સાથી તરીકે રહેશે, એક માર્ગદર્શક તરીકે રહેશે, તેમનો અનુભવ આપણા માટે કામ આવતો રહેશે. તેમનો આવનારો કાર્યકાળ વધારે અનુભવ સાથે હવે વેંકૈયાજી સમાજની એક નવી જવાબદારી તરફ આગળ વધી રહ્યા છે ત્યારે. એ વાત સાચી છે, આજે સવારે જ્યારે તેઓ કહી રહ્યા હતા જ્યારે મને આ જવાબદારી મળી ત્યારે મારી પીડાનું એક કારણ  એ હતું કે મારે મારી પાર્ટીમાંથી રાજીનામું આપવું પડશે. જે પક્ષ માટે મેં જીવન સમર્પિત કર્યું છે, તેમાંથી મારે રાજીનામું આપવું પડશે. જો મને તેની કોઈ બંધારણીય આવશ્યકતા હતી તો. પરંતુ મને લાગે છે કે તેઓ ચોક્કસપણે પાંચ વર્ષના અભાવને પૂર્ણ કરશે, ચોક્કસ બધા જૂના સાથીઓને પ્રેરણા આપવાનું, પ્રોત્સાહિત કરવાનું, પુરસ્કૃત કરવાનું તેમનું કાર્ય સતત ચાલુ રહેશે. મારા તરફથી, આપ સૌના તરફથી વેંકૈયાજીનું જીવન આપણા માટે એક બહુ મોટી ધરોહર છે, એક બહુ મોટો વારસો છે. ચાલો આપણે તેમની સાથે જે શીખ્યા છીએ તેને આપણે આગળ ધપાવીએ.

ભાષા પ્રત્યેનો તેમનો જે પ્રેમ છે અને તેમણે માતૃભાષાને પ્રતિષ્ઠિત કરવા તેમણે જે રીતનો પ્રયાસ કર્યો છે તેને આગળ વધારવા માટે વધુ પ્રયત્નો કરવામાં આવશે.

જો આપમાંથી કોઇને રસ હોય તો હું આગ્રહ કરીશ કે ભારત સરકાર દ્વારા "ભાષિની" એક વૅબસાઇટની શરૂઆત કરવામાં આવી છે, આ "ભાષિની"માં આપણે ભારતીય ભાષાઓને, તેની સમૃદ્ધિને અને આપણી પોતાની જ ભાષાઓને એક ભાષામાંથી બીજી ભાષામાં જો આપણે અર્થઘટન કરવું હોય,  અનુવાદ કરવો હોય, તેમાં બધી વ્યવસ્થા છે. એક ખૂબ સારું સાધન-ટૂલ બન્યું છે જે આપણા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. પરંતુ તેમાંથી મને એક બીજો વિચાર આવ્યો છે, હું ઇચ્છું છું કે સ્પીકર મહોદય પણ અને હરિવંશજી પણ, હરિવંશજી તો એ જ દુનિયાના વ્યક્તિ છે, આ દિશામાં જરૂરથી કામ થઈ શકે છે. વિશ્વમાં શબ્દકોશમાં નવા શબ્દો ઉમેરવાની પરંપરા રહી છે. અને સત્તાવાર જાહેરાત પણ થાય છે, એક મોટું મહત્વ હોય છે જ્યારે ફલાણા દેશની ફલાણી ભાષાના ફલાણા શબ્દને હવે અંગ્રેજીના તે શબ્દકોશમાં સ્થાન મળી રહ્યું છે, ત્યારે તેનું ગૌરવ પણ થાય છે. જેમ આપણો ગુરુ શબ્દ ત્યાં અંગ્રેજી શબ્દકોશમાં તેનો ભાગ બની ગયો છે, તેવી રીતે આવા અનેક શબ્દો છે.

આપણે ત્યાં બંને ગૃહમાં જે માતૃભાષામાં ભાષણો હોય એમાં ઘણાં લોકો પાસેથી ખૂબ સારા શબ્દો બહાર આવે છે. અને ભાષાના લોકો માટે તે શબ્દ ખૂબ સાર્થક પણ લાગે છે અને ખૂબ રસપ્રદ લાગે છે. આપણાં બંને ગૃહમાં દર વર્ષે આ રીતે કેવા નવા શબ્દો આવી રહ્યા છે, જે ખરેખર આપણી ભાષામાં વિવિધતા લઇને આવે છે, નવી રીતે આવે છે, તેનો સંગ્રહ કરીએ, અને દર વર્ષે એક વાર સારા શબ્દોનો સંગ્રહની પરંપરા ઊભી કરીએ, જેથી આપણી માતૃભાષા પ્રત્યે વેંકૈયાજીનો જે લગાવ રહ્યો છે, એમના આ વારસાને આપણે આગળ વધારીએ. અને જ્યારે પણ આપણે કામ કરીશું, ત્યારે આપણને વેંકૈયાજીની વાતો યાદ આવશે અને એક જીવંત કાર્ય આપણે ઊભું કરી દઈશું.

હું ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. વેંકૈયાજીને, તેમના સમગ્ર પરિવારને ઘણી બધી શુભકામનાઓ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1850170) Visitor Counter : 184