પ્રધાનમંત્રીનું કાર્યાલય

CWG 2022માં ભારતીય મહિલા હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ પ્રધાનમંત્રીશ્રીએ ગર્વ વ્યક્ત કર્યો

Posted On: 07 AUG 2022 5:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સ, 2022માં ન્યુઝીલેન્ડને હરાવીને ભારતીય મહિલા હોકી ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યા અંગે ગર્વ વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીશ્રીએ ટ્વીટ કર્યું;

“ભારતનો હોકી સાથે ખૂબ જ ખાસ સંબંધ છે. આમ, એ ચોક્કસ છે કે દરેક ભારતીયને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ આપણી અસાધારણ મહિલા હોકી ટીમ પર ગર્વ છે. ઘણા વર્ષોમાં આ પ્રથમ વખત છે જ્યારે મહિલા ટીમ CWG પોડિયમ પર છે. ટીમ પર ગર્વ છે! #Cheer4India"

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1849421) Visitor Counter : 158