ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે કેન્દ્રીય અનામત પોલીસ દળ (CRPF)ના કર્મચારીઓને તેના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
પોતાની બહાદુરીથી CRPFએ દેશની સુરક્ષાને અકબંધ રાખવામાં અનોખું યોગદાન આપ્યું છે એટલું જ નહીં, બહાદુરીનો એક ગૌરવશાળી ઈતિહાસ પણ રચ્યો છે, જેના પર દરેક ભારતીયને ગર્વ છે.
હું CRPF જવાનોને સ્થાપના દિવસ પર અભિનંદન આપું છું અને તેમની સેવા અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને સલામ કરું છું.
Posted On:
27 JUL 2022 12:24PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના કર્મચારીઓને તેના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે. એક ટ્વીટમાં ગૃહમંત્રીએ કહ્યું કે, સીઆરપીએફએ પોતાની બહાદુરીથી દેશની સુરક્ષાને અકબંધ રાખવામાં અજોડ યોગદાન આપ્યું છે પરંતુ તેણે બહાદુરીનો ગૌરવવંતો ઈતિહાસ પણ રચ્યો છે, જેના પર દરેક ભારતીયને ગર્વ છે. હું CRPF જવાનોને સ્થાપના દિવસ પર અભિનંદન આપું છું અને તેમની સેવા અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને સલામ કરું છું.
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની સ્થાપના 27 જુલાઈ 1939ના રોજ ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ પોલીસ તરીકે કરવામાં આવી હતી. આઝાદી પછી, 28 ડિસેમ્બર 1949ના રોજ, સંસદના એક અધિનિયમ દ્વારા આ દળને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ તરીકે નામ આપવામાં આવ્યું હતું. તત્કાલિન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે નવા સ્વતંત્ર રાષ્ટ્રની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ આ દળ માટે બહુપક્ષીય ભૂમિકાની કલ્પના કરી હતી.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1845253)
Visitor Counter : 186