રેલવે મંત્રાલય
‘આઝાદીની રેલગાડી અને સ્ટેશન’ સમારંભનું સમાપન 23 જુલાઈ 2022ના રોજ થશે
રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સ્વતંત્રતા સેનાનીઓ અને તેમના પરિજનો સાથે વાતચીત કરશે
સમારંભમાં તમામ પ્રાદેશિક રેલવે ભાગ લેશે
Posted On:
21 JUL 2022 1:09PM by PIB Ahmedabad
ભારતીય રેલવે દ્વારા 23 જુલાઈ 2022ના રોજ નવી દિલ્હીમાં એક સપ્તાહનો પ્રતિષ્ઠિત સમારંભ આઝાદીની રેલગાડી અને સ્ટેશનનો સમાપન સમારંભ આયોજિત કરાશે. આ પ્રસંગે રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત હશે. શ્રી વૈષ્ણવ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સ્વતંત્રતા સેનાનીઓ અને તેમના પરિવારના સભ્યો સાથે વાતચીત કરશે.
આઝાદીના અમૃત મહોત્સવ સમારોહના ભાગરૂપે ભારતીય રેલવે દ્વારા 18 જુલાઈથી 23 જુલાઈ સુધી એક સપ્તાહનો ‘આઝાદીની રેલગાડી અને સ્ટેશન’ સમારંભ આયોજિત કરવામાં આવી રહ્યો છે. સમારંભ દરમિયાન 75 ચિહ્નિત સ્ટેશનો/27 ટ્રેનોના સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વને દર્શાવાયું છે.
તમામ પ્રાદેશિક/મંડળ પોતાના નામાંકિત સ્ટેશનો (તમામ 75 સ્વતંત્રતા સ્ટેશન) સમાપન સમારંભમાં વીડિયો કોન્ફરન્સથી જોડવામાં આવશે. જનરલ મેનેજર્સ સમારંભમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાગ લેશે. આ મામલે રેલવે બોર્ડે તમામ પ્રાદેશિક રેલવે જનરલ મેનેજર્સને અગાઉ જ લખી જણાવ્યું છે.
તમામ ક્ષેત્ર/મંડળમાં તેમના નામાંકિત સ્ટેશનો (તમામ 75 સ્વતંત્રતા સ્ટેશન)ના માધ્યમથી બંને તરફ કમ્યુનિકેશન લિન્કની સાથે સમારંભનું લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1843412)
Read this release in:
English
,
Hindi
,
Marathi
,
Punjabi
,
Odia
,
Urdu
,
Kannada
,
Assamese
,
Tamil
,
Telugu
,
Malayalam