પ્રધાનમંત્રીનું કાર્યાલય
નવી દિલ્હીમાં NIIO સેમિનાર ‘સ્વાવલંબન’ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
18 JUL 2022 8:23PM by PIB Ahmedabad
મુખ્યમંત્રી મંડળના મારા સાથી શ્રી રાજનાથસિંહજી, શ્રી અજય ભટ્ટજી, ચીફ ઓફ નેવલ સ્ટાફ, વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ, સંરક્ષણ સચિવ, એસઆઈડીએમના પ્રમુખ, ઇન્ડસ્ટ્રી અને અકાદમીઓ સાથે સંકળાયેલા તમામ સાથીઓ, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો.
ભારતીય લશ્કરમાં આમનિર્ભરતાનું લક્ષ્ય 21મી સદીના ભારત માટે અત્યંત જરૂરી છે, ખૂબ અનિવાર્ય છે. આત્મનિર્ભર નૌકા સેના માટે પ્રથમ સ્વાવલંબન સેમિનારનું આયોજન થવું, હું માનું છું તેના પોતાનામાં આ એક ઘણી મહત્વની બાબત છે અને એક મહત્વનું ડગલું છે અને આ માટે આપ તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપ સૌને અનેક અનેક શુભકામના પાઠવું છું.
સાથીઓ,
લશ્કરી તૈયારીઓમાં અને ખાસ કરીને નૌકામાં સંયુક્ત કવાયતની એક મોટી ભૂમિકા હોય છે. આ સેમિનાર પણ એક પ્રકારે સંયુક્ત કવાયત છે. આત્મનિર્ભરતા માટે આ સંયુક્ત કવાયતમાં નૌકા, ઉદ્યોગ, એમએસએમઇ, અકાદમીઓ એટલે કે દુનિયાભરના લોકો અને સકકારના પ્રતિનિધિ તમામ હિસ્સેદારો આજે એક સાથે મળીને એક લક્ષ્ય અંગે વિચારણા કરી રહ્યા છે. આ સંયુક્ત કવાયતનું લક્ષ્ય હોય છે હર સમયે આગળ ધપવું અને સર્વશ્રેષ્ઠ પદ્ધતિને અપનાવી શકાય. આવામાં આ સંયુક્ત કવાયતનું લક્ષ્ય ઘણું મહત્વનું છે. આપણે સાથે મળીને આગામી 15મી ઓગસ્ટ સુધી 75 સ્વદેશી ટેકનોલોજીનું નિર્માણ કરીએ, આ સંકલ્પ જ પોતાનામાં એક મોટી તાકાત છે અને આપનો પુરુષાર્થ, આપનો અનુભવ, આપનું જ્ઞાન તેને ચોક્કસ હાંસલ કરશે. આજે ભારત પોતાની આઝાદીના 75 વર્ષનું પર્વ મનાવી રહ્યો છે, અમુત મહોત્સવ મનાવી રહ્યો છે, ત્યારે આ પ્રકારના લક્ષ્યાંકોની પ્રાપ્તિ, આત્મનિર્ભરતાના આપણા લક્ષ્યાંકોને વધુ વેગ આપશે. આમ તો હું એમ પણ કહીશ કે 75 સ્વદેશી ટેકનોલોજીઓનું નિર્માણ એક રીતે પ્રથમ પગલું છે. આપણે આ આંકને સતત વધારતા રહેવાનું કામ કરવાનું છે. મારું લક્ષ્ય હોવું જોઇએ કે ભારત જ્યારે પોતાની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવાનું પર્વ ઉજવે તે સમયે આપણું નૌકા દળ એક નવી ઊંચાઈ પર હોય
સાથીઓ,
આપણા સમુદ્ર, આપણી જમીની સરહદો, આપણી આર્થિક નિર્ભરતાના ઘણા મોટા સંરક્ષક પણ અને એક રીતે સંવર્ધક પણ છે. અને તેથી જ ભારતીય નૌકા દળની ભૂમિકા સતત વધતી જઈ રહી છે. આથી જ નૌકા દળની સાથે જ દેશની વધતી જરૂરિયાતો માટે પણ નૌકા દળનું સ્વાવલંબી હોવું અત્યંત આવશ્યક છે. મને વિશ્વાસ છે કે આ સેમિનાર અને તેમાંથી નીકળેલું અમૃત આપણા તમામ લશ્કરી દળોને સ્વાવલંબી બનાવવામાં ખૂબ મદદ કરશે.
સાથીઓ,
આજે આપણે સંરક્ષણમાં આત્મનિર્ભર ભવિષ્યની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે એ પણ જરૂરી છે કે વીતેલા દાયકાઓમાં જે થયું તેમાંથી આપણે સબક પણ લેતા રહીએ. તેનાથી આપણને ભવિષ્યમાં માર્ગ ઘડવામાં મદદ મળશે. આજે આપણે જ્યારે પાછળ નજર કરીએ છીએ તો આપણને આપણા સમૃદ્ધ દરિયાયી વારસાના દર્શન થાય છે. ભારતનો સમૃદ્ધ વેપાર માર્ગ એ વારસાનો હિસ્સો રહ્યો છે. આપણા પૂર્વજો સમુદ્રમાં પોતાનું વર્ચસ્વ એટલા માટે કાયમ રાખી શકાય કેમ કે તેમને પવનની દિશા અંગે. અંતરિક્ષ વિજ્ઞાન અંગે ઘણ સારી માહિતી હતી. કઈ ઋતુમાં પવનની દિશા શું હશે, કેવી રીતે પવનની દિશાની સાથે આગળ ધપીને આપણે પડાવ પર પહોંચી શકીએ છીએ તેનું જ્ઞાન આપણા પૂર્વજોની સૌથી મોટી તાકાત હતી. દેશમાં એ માહિતી પણ ઘણા ઓછા લોકો પાસે છે કે ભારતનું સંરક્ષણ ક્ષેત્ર સ્વતંત્રતા અગાઉ પણ અત્યંત મજબૂત રહેતું હતું. આઝાદીના સમયે દેશમાં 18 શસ્ત્ર ફેક્ટરી હતી જ્યાં આર્ટિલરી ગન્સ સહિત ઘણા પ્રકારના લશ્કરી સાજ-સામાન આપણા જ દેશમાં ઉત્પાદિત થતા હતા. બીજા વિશ્વયુદ્ધમાં સંરક્ષણ સાધનોમાં આપણે એક મોટા સપ્લાયર હતા. આપણી હોવિત્ઝર તોપો, ઇશાપુર રાઇઉલ ફેક્ટરીમાં બનેલી મોટી મશીનગનોને એ સમયે શ્રેષ્ઠ માનવામાં આવતી હતી. આપણે મોટી સંખ્યામાં નિકાસ કરતા રહેતા હતા. પણ ત્યાર બાદ એવું તો શું બન્યું કે એક સમયે આપણે દુનિયામાં સૌથી મોટા આયાતકાર બની ગયા? અને આપણે થોડી નજર કરીએ તો પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં ઘણો વિનાશ સર્જાયો. દુનિયાના મોટા મોટા દેશો અનેક પ્રકારના સંકટમાં ફસાયેલા હતા પરંતુ એ સંકટને પણ આપત્તિને અવસરમાં પરિવર્તિત કરવાનો તેમણે પ્રયાસ કર્યો. અને તેમણે આયુધના નિર્માણની અંદર અને દુનિયાના સૌથી મોટા માર્કેટનો કબજો હાંસલ કરવાની દિશામાં પ્રયાસની લડાઈમાંથી જે માર્ગ શોધ્યો તથા સંરક્ષણની દુનિયામાં સ્વયં એક ઘણા મોટા નિર્માણકર્તા તથા મોટા સપ્લાયર બની ગયા. એટલે કે યુદ્ધનો સામનો કર્યો પરંતુ તેમાંથી પણ તેમણે આ માર્ગ શોધી કાઢ્યો. આપણે પણ કોરોનાકાળમાં આવડું મોટું સંકટ આવ્યું, આપણે એકદમ નીચેની હરોળમાં હતા, તમામ વ્યવસ્થાઓ ન હતી, પીપીઈ કિટ ન હતી આપણી પાસે. વેક્સિનની તો આપણે કલ્પના પણ કરી શકતા ન હતા. પરંતુ જેવી રીતે પ્રથમ અને દ્વિતિય વિશ્વયુદ્ધમાં દુનિયાના એ દેશોએ અત્યંત વિરાટ શસ્ત્ર શક્તિ બનાવીને એ દિશામાં તેમણે માર્ગ શોધી કાઢ્યો ભારતે આ કોરોના કાળમાં આવી જ બુદ્ધિમતાથી વૈજ્ઞાનિક ધરા પર વેક્સિન શોધવાની હોય, બાકીના ઇક્વિપમેન્ટ બનાવવાના હોય, દરેક ચીજમાં અગાઉ ક્યારેય થયા ન હતા તેવા તમામ કામ કરી દીધા. હું ઉદાહરણ એટલા માટે આપી રહ્યો છું કે આપણી પાસે સામર્થ્ય છે, આપણી પાસે પ્રતિભા નથી તેવું નથી અને એ પણ બુદ્ધિમાની છે કે નહીં કે દુનિયાના દસ લોકો પાસે જે પ્રકારના ઓજારો છે એ જ ઓજારને લઈને મારા જવાનોને મેદાનમાં ઉતારી દઉં. બની શકે છે કે તેમની પ્રતિભા સારી હશે, તાલીમ સારી હશે તો તે ઓજારોનો કદાચ સારો ઉપયોગ કરીને આવી જશે, જે તેણે વિચાર્યું પણ નહીં હોય. તેઓ સમજે તે અગાઉ તો તેમનો ખાતમો બોલી ગયો હશે. આ મિજાજ, આ મિજાજ માત્ર જવાનોને તૈયાર કરવા માટે નથી આ મિજાજ તેમના હાથમાં કયા હથિયાર છે તેની ઉપર પણ આધાર રાખે છે. અને તેથી જ આત્મનિર્ભર ભારત, આ માત્ર એક આર્થિક ગતિવિધિ નથી દોસ્તો અને તેથી આપણે તેમાં સંપૂર્ણપણે પરિવર્તનની જરૂર છે.
સાથીઓ,
આઝાદી બાદ પ્રથમ દોઢ દાયકામાં આપણે નવી ફેક્ટરીઓ બનાવી જ નહીં અને અગાઉની ફેકટરીઓ પણ પોતાની ક્ષમતા ગુમાવતી ગઈ. 1962ના યુદ્ધ બાદ મજબૂરીમાં નીતિઓમાં બદલાવ થયો અને આપણી ડિફેન્સ ફેકટરીઓની સંખ્યા વધારવાનો પ્રયાસ થયો. પરંતુ તેમાં પણ રિસર્ચ, ઇનોવેશન અને ડેવલપમેન્ટ પર ભાર આપવામાં આવ્યો નહીં. દુનિયા એ સમયે નવી ટેકનોલોજી, નવા ઇનોવેશન માટે ખાનગી ક્ષેત્ર પર ભરોસો કરી રહી હતી પરંતુ કમનસીબે સંરક્ષણ ક્ષેત્રએ એક મર્યાદિત સરકારી સંસાધનો અને સરકારી વિચારઘારાના દાયરામાં રાખવામાં આવ્યું. હું ગુજરાતથી આવું છું, લાંબા અરસાથી અમદાવાદ મારું કાર્યક્ષેત્ર રહ્યું છે, એક જમાનામાં આપમાંથી પણ ઘણાએ ગુજરાતની સમૂદ્રી કિનારા પર કાર્ય કર્યું હશે, મોટી મોટી ચીમની અને મિલનો ઉદ્યોગ તથા આ ભારતના માન્ચેસ્ટરની આ રીતની તેની ઓળખ, કપડાના ક્ષેત્રમાં અમદાવાદનું એક ઘણું મોટું નામ હતું. શું થયું ? ઇનોવેશન થયા નહીં, ટેકનોલોજી અપગ્રેડેશન થયું નહીં, ટેકનોલોજી ટ્રાન્સફર થઈ નહીં, આવડી ઉંચી ઉંચી ચીમનીઓ જમીનદોસ્ત થઈ ગઈ દોસ્તો, અમારી નજર સમક્ષ અમે આ જોયું છે. આ એક જગ્યાએ થાય છે તો બીજી જગ્યાએ નહીં થાય તેવું નથી, અને તેથી જ ઇનોવેશન નિરંતર આવશ્યક હોય છે અને તે પણ સ્વદેશી ઇનોવેશન થઈ શકે છે. બિકાઉ માલથી તો કોઈ ઇનોવેશન થઈ જ શકે નહીં, આપણા યુવાનો માટે તો વિદેશોમાં તકો છે જ પરંતુ એ સમયે દેશમાં તકો ઘણી ઓછી હતી. પરિણામ એ આવ્યું કે ક્યારેક દુનિયાની અગ્રણી લશ્કરી તાકાત રહેલા ભારતીય લશ્કરને રાઇફલ જેવા સામાન્ય શસ્ત્ર માટે પણ વિદેશો પર નિર્ભર રહેવું પડતું હતું. અને પછી આદત પડી ગઈ, એક વાર એક મોબાઇલ ફોનની આદત પડી જાય છે તો પછી કોઈ ગમે તેટલું કહે કે હિન્દુસ્તાનનો ઘણો સારો મોબાઇલ છે પણ મન કરે છે કે જવા દો એ જ યોગ્ય રહેશે. હવે આદત પડી ગઈ છે, એ આદતને બહાર કાઢવા માટે તો એક રીતે મનોવૈજ્ઞાનિક સેમિનાર પણ કરવો પડશે. તમામ સમસ્યા મનોવૈજ્ઞાનિક છે જી, એક વાર મનોવૈજ્ઞાનિક લોકોને બોલાવીને સેમિનાર કરો કે ભારતીય ચીજોનો મોહ કેવી રીતે છૂટી શકે છે. જેવી રીતે ડ્રગ્સના બંધાણીને ડ્રગ્સમાંથી મુક્તિ અપાવવા માટે તાલીમ આપીએ છીએ ને, એવી જ રીતે આપણે ત્યાં આ તાલીમ પણ જરૂરી છે. આપણામાં આત્મવિશ્વાસ હશે તો આપણા હાથમાં જે હથિયાર છે તેના સામર્થ્યને વધારી શકીએ છીએ અને આપણા હથિયાર એ સામર્થ્ય પેદા કરી શકે છે દોસ્તો.
સાથીઓ,
સમસ્યા એ પણ હતી કે એ સમયે ડિફેન્સ સાથે સંકળાયેલા મોટા ભાગના સોદા વિવાદોમાં ઘેરાયેલા હતા. બધી જ લોબી છે, કે આ લોબીનું લીધું તો પેલી લોબી અને પેલી લોબીનું લીધું તો આ લોબી મેદાનમાં ઉતરી જતી હતી અને પછી આપણા દેશમાં રાજકારણીઓને ગાળો ભાંડવી ઘણી આસાન વાત થઈ ગઈ. અને પછી બે, ચાર વર્ષ સુધી એ જ બાબતો ચાલતી રહેતી હતી. તેનું પરિણામ એ આવ્યું કે લશ્કરે આધુનિક શસ્ત્ર માટે, સાધનો, ઉપકરણો માટે દાયકાઓ સુધી રાહ જોવી પડતી હતી.
સાથીઓ,
ડિફેન્સ સાથે સંકળાયેલી નાની નાની જરૂરિયાતો માટે વિદેશો પર નિર્ભરતા આપણા દેશના સ્વાભિમાન, આપણા આર્થિક નુકસાનની સાથે જ રણનીતિક રૂપમાં પણ વધારે ગંભીર જોખમ છે. આ સ્થિતિમાંથી દેશને બહાર લાવવા માટે 2014 બાદ અમે મિશન મોડ પર કામ શરૂ કર્યું છે. વીતેલા દાયકાઓના વલણ પરથી શીખીને આજે અમે સૌનૌ પ્રયાસ, તેમની તાકાત માટે ડિફેન્સ ઇકોસિસ્ટમનો વિકાસ કરી રહ્યા છીએ. આજે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને ખાનગી ક્ષેત્ર, અકાદમીઓ, એમએસએમઇ અને સ્ટાર્ટ અપ્સ માટે ખોલી નાખવામાં આવ્યું છે. આપણી જાહેર ક્ષેત્રની ડિફેન્સ કંપનીઓને અમે અલગ અલગ ક્ષેત્રમાં સંગઠિત કરીને તેને નવી તાકાત આપી રહ્યા છીએ. આજે અમે એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે આઇઆઇટી જેવા આપણા મોખરાના સંસ્થાનને પણ અમે ડિફેન્સ રિસર્ચ અને ઇનોવેશન સાથે કેવી રીતે સાંકળી લઈએ. આપણે ત્યાં તો સમસ્યા એ છે કે આપણી ટેકનિકલ યુનિવર્સિટી અથવા ટેકનિકલ કોલેજો અથવા એન્જિનિયરિંગની દુનિયા જ્યાં ડિફેન્સ સંબંધિત ઇક્વિપમેન્ટના અભ્યાસક્રમને ભણાવવામાં જ આવતો નથી. માગી લઇશું તો બહારથી મળી જશે અહીં અભ્યાસ કરવાની ક્યાં જરૂર છે. એટલે કે એક દાયરો જ બદલાઈ ગયો હતો જી. તેમાં અમે સતત પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે. ડીઆરડીઓ અને ઇસરોની કટિંગ એજ ટેસ્ટિંગ સુવિધાઓથી આપણા યુવાનોને સ્ટાર્ટ અપ્સને વધુમાં વધુ વેગ મળે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મિસાઇલ સિસ્ટમ, સબમરિન, તેજસ ફાઇટર જેટ્સ જેવા અનેક સાધન સામગ્રીઓ જે પોતાના નક્કી કરાયેલા લક્ષ્યાંકોથી વર્ષોના વર્ષો પાછળ ચાલી રહ્યા હતા તેને વેગ આપવા માટે અમે SILOSને દૂર કર્યા. મને આનંદ છે કે દેશના પ્રથમ સ્વદેશ નિર્મિત એર ક્રાફ્ટ કેરિયરની કમિશનિંગનો ઇંતજાર પણ હવે ઘણી ઝડપથી સમાપ્ત થનારો છે. નેવલ ઇનોવેશન એન્ડ ઇન્ડિજિનેશન ઓર્ગેનાઇઝેશન હોય, આઈડીએક્સ હોય, અથવા તો પછી ડીટીએસી હોય આ તમામ આત્મનિર્ભરતાના આવા જ વિરાટ સંકલ્પોને ગતિ આપનારા છે.
સાથીઓ,
છેલ્લા આઠ વર્ષમાં અમે માત્ર ડિફેન્સનું બજેટ જ વઘાર્યું નથી પણ આ બજેટ દેશમાં જ ડિફેન્સ ઉત્પાદન ઇકોસિસ્ટમના વિકાસમાં પણ કામ આવે તે બાબત પણ સુનિશ્ચિત કરી છે. સંરક્ષણ સાધનોની ખરીદી માટે આ બજેટનો એક મોટો હિસ્સો આજે ભારતીય કંપનીઓ પાસેથી ખરીદીમાં જ લાગી રહ્યો છે. અને આ વાત માનીને આપણે ચાલવાનું છે જી, આપમાં તો સૌ પરિવારજન ધરાવતા લોકો છો, પરિવારની દુનિયા આપ સારી રીતે સમજો છો, જાણો છો. આપ તમારા બાળકોને ઘરમાં જ માન સન્માન, પ્રેમ ન આપો અને એમ ઇચ્છો કે મહોલ્લા વાળા તમારા બાળકોને પ્રેમ આપે સન્માન આપે તો તે થવાનું છે ? તમે તેને દરરોજ નક્કામો કહેતા રહેતા હશો અને તમે ઇચ્છશો કે પડોશી તેને સારો કહે, કેવી રીતે થશે ? આપણે આપણા જે હથિયાર ઉત્પાદિત થાય છે તેનો આદર નહીં કરીએ અને આપણે ઇચ્છીશું કે દુનિયા આપણા હથિયારોનો આદર કરે તે શક્ય થનારું નથી. પ્રારંભ આપણે આપણાથી કરવો પડશે. અને બ્રહ્મોસ તેનું ઉદાહરણ છે, જ્યારે ભારતે બ્રહ્મોસને ગળે લગાવ્યું ત્યારે દુનિયા આજે બ્રહ્મોસ અપાનાવવા માટે આજે લાઇનમાં ઊભી રહી ગઈ છે દોસ્તો. આપણને આપણી પ્રત્યેક નિર્મિત ચીજો પર ગર્વ હોવો જોઇએ. અને હું ભારતના વિવિધ લશ્કરને અભિનંદન આપીશ કે 300થી વધુ હથિયારો, ઉપકરણોની યાદી તૈયાર કરી છે જે મેઇડ ઇન ઇન્ડિયા જ હશે અને તેનો ઉપયોગ આપણું લશ્કર કરશે. એ ચીજોને અમે બહારથી ખરીદીશું નહીં. હું આ નિર્ણય માટે લશ્કરની ત્રણેય પાંખના તમામ સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
સાથીઓ,
આવા પ્રયાસોના પરિણામો હવે આવી રહ્યા છે. છેલ્લા ચારથી પાંચ વર્ષમાં આપણી સંરક્ષણ આયાત લગભગ 21 ટકા ઘટી છે. આટલા ઓછા સમયમાં અને એટલા માટે નહીં કે અમે રૂપિયા બચાવવા માટે ઘટાડો કર્યો છે પણ અમે આપણે ત્યાં તેનો વિકલ્પ આપ્યો છે. આજે આપણે સૌથી મોટા સંરક્ષણ આયાતકારને બદલે એક સૌથી મોટા નિકાસકારની દિશામાં ઝડપથી આગળ ધપી રહ્યા છીએ. એ બરાબર છે કે એપલ તથા અન્યની સરખામણી થઈ શકતી નથી પરંતુ હું ભારતના મનની વાત કહેવા માગું છું. હિન્દુસ્તાનના લોકોની તાકાતની વાત કહેવા માગું છું. આ કોરોનાકાળમાં મેં આવો જ વિષય છેડ્યો હતો, એકદમ સીધો અન સરળ વિષય હતો કે કોરોનાકાળના એ સંકટમાં દેશ પર કોઈ મોટો બોજો હોય કોઇ એવી વાત કરવા માગતું ન હતું. હવે એટલા માટે મેં કહ્યું કે જૂઓ ભાઈ આપણે બહારથી રમકડા શા માટે લઈએ છીએ ? નાનકડો વિષય છે, બહારથી રમકડા શા માટે લઈએ છીએ ? આપણા રમકડા શા માટે નહીં ? આપણે આપણા રમકડા દુનિયામાં કેમ વેચી શકીએ નહીં ? આપણા રમકડા પાછળ, રમકડા બનાવવા પાછળ આપણી સાંસ્કૃતિક પરંપરાની વિચારઘારા પડી હતી અને તેમાંથી તે રમકડા બનતા હોય છે. એક તાલીમ હોય છે, નાનકડી વાત હતી. એકાદ સેમિનાર કર્યો, એકાદ વર્ચ્યુઅલ કોન્ફરન્સ કરી, તેમને થોડા ઉત્સાહિત કર્યા, તમને નવાઈ લાગશે કે આટલા ઓછા સમયમાં જી, આ મારા દેશની તાકાત જૂઓ, મારા દેશનું સ્વાભિમાન જૂઓ, મારા સામાન્ય નાગરિકના મનની ઇચ્છા જૂઓ સાહેબ, આજે બાળક બીજા બાળકને ફોન કરીને પૂછે છે તારી પાસે વિદેશી રમકડું તો નથી ને? કોરોનામાં અંદરથી જે સમસ્યાઓ આવી તેનાથી તેની અંદર એક લાગણી પેદા થઈ હતી. એક બાળક બીજા બાળકને ફોન કરીને પૂછતો હતો કે તારા ઘરમાં તો વિદેશી રમકડા રાખતા નથી ને ? અને પરિણામ એ આવ્યું કે આજે મારા દેશમાં રમકડાની આયાત 70 ટકા ઘટી ગઈ માત્ર બે જ વર્ષની અંદર. આ સમાજ શું સ્વભાવની તાકાત જૂઓ અને આ જ દેશના આપણા રમકડા ઉત્પાદકોની તાકાત જૂઓ કે આપણી 70 ટકા નિકાસ વધી ગઈ એટલે કે 114 ટકાનો ફરક આવ્યો. મારો કહેવાનો અર્થ છે હું જાણું છું કે રમકડાની સરખામણી આપની પાસે જે રમકડા છે તેની સાથે થઈ શકે નહીં. તેથી જ હું કહું છું કે એપલ અને અન્યની સરખામણી થઈ શકે નહીં. હું સરખામણી કરી રહ્યો છું ભારતના સામાન્ય નાગરિકના મનની તાકાતની અને એ તાકાત રમકડાવાળાને કામ આવી શકે છે. એ તાકાત મારા દેશના સૈન્ય બળને પણ કામ આવી શકે છે. આ ભરોસો મારા દેશવાસીઓ પણ આપણને હોવો જોઇએ. છેલ્લા આઠ વર્ષમાં આપણું ડિફેન્સ એક્સપોર્ટ સાત ગણું વધ્યું છે. હજી થોડા સમય અગાઉ જ પ્રત્યેક દેશવાસી ગર્વથી ઝૂમી ઉઠ્યો જ્યારે તેને ખબર પડી કે ગયા વર્ષે આપણે 13 હજાર કરોડ રૂપિયાની સંરક્ષણ નિકાસ કરી છે. અને તેમાં ય 70 ટકા ભાગીદારી આપણા ખાનગી ક્ષેત્રની રહી છે.
સાથીઓ,
21મી સદીમાં લશ્કરની આધુનિકતા, સંરક્ષણના સાધનોમાં આત્મનિર્ભરતા અને સાથે સાથે અન્ય એક પાસા પર ધ્યાન આપવાની જરૂર છે. આપ સૌ જાણો છો કે હવે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમો પણ વ્યાપક બની ગયા છે અને યુદ્ધની પ્રણાલીઓ પણ બદલાઈ રહી છે. અગાઉ આપણે માત્ર જમીન, સમૂદ્ર અને આકાશ સુધી જ આપણા ડિફેન્સની કલ્પના કરતા હતા. હવે આ વ્યાપ સ્પેસ એટલે કે અંતરિક્ષ તરફ પણ વધી રહ્યો છે. સાઇબર સ્પેસ તરફ વધી રહ્યો છે. આર્થિક અને સામાજિક સ્પેસ તરફ વધી રહ્યો છે. આજે તમામ પ્રકારની વ્યવસ્થાને શસ્ત્રમાં પરિવર્તિત કરવામાં આવી રહી છે. જો વિરલ અર્થ હશે તો તેને વેપનમાં પરાવર્તિત કરો, ક્રૂડ ઓઇલ છે, વેપનમાં પરાવર્તિત કરો. એટલે સમગ્ર વિશ્વનો દૃષ્ટિકોણ બદલાઈ રહ્યો છે. હવે આમને સામનેના યુદ્ધ કરતાં વધારે લડાઈ અદૃશ્ય થઈ રહી છે, વધારે ધાતક બની રહી છે, હવે આપણે આપણી સંરક્ષણ નીતિ અને રણનીતિ માત્ર આપણા અતિતને ધ્યાનમાં રાખીને ઘડી શકીએ તેમ નથી. હવે આપણે ભવિષ્યના પડકારોની કલ્પના કરીને, તાગ મેળવીને આગળ ડગલાં ભરવાના છે. આપણી આસાપાસ શું બની રહ્યું છે, શું પરિવર્તન આવી રહ્યા છે, ભવિષ્યમાં આપણા મોરચા કેવા હશે તે મુજબ આપણે આપણી જાતને બદલવાની છે. અને તેમાં સ્વાવલંબનનું તમારું લક્ષ્ય પણ દેશને ઘણી મદદ કરનારું છે.
સાથીઓ,
દેશના સંરક્ષણ માટે આપણે વધુ એક મહત્વના પાસા પર ધ્યાન આપવાનું છે. આપણે ભારતના આત્મવિશ્વાસ, આપણી આત્મનિર્ભરતાને પડકારનારી તાકાતોની વિરુદ્ધમાં પણ યુદ્ધ તેજ કરવાનું છે. જેમ જેમ ભારત વૈશ્વિક મંચ પર પોતાના સાબિત કરી રહ્યું છે તેમ તેમ ગેરમાહિતી, ખોટી માહિતી, અપપ્રચારના માધ્યમથી સતત હુમલા થઈ રહ્યા છે. માહિતીને પણ હથિયાર બનાવી દેવામાં આવી છે. ખુદ પર ભરોસો કરીને ભારતના હિતોને હાનિ પહોંચડાનારી તાકાતો ચાહે દેશમાં હોય કે વિદેશમાં તેમના તમામ પ્રયાસને નિષ્ફળ બનાવવાના છે. રાષ્ટ્ર સુરક્ષા હવે માત્ર સરહદો પર મર્યાદિત નથી પરંતુ ઘણી વ્યાપક છે. તેથી જ પ્રત્યેક નાગરિકને તેના પ્રત્યે જાગૃત કરવો પણ એટલો જ જરૂરી છે. વયં રાષ્ટ્રે જાગૃયામ આ ઉદઘોષ આપણે ત્યાં જન જન સુધી પહોંચે એ પણ આવશ્યક છે. જેવી રીતે આત્મનિર્ભર ભારત માટે આપણે સમગ્રતયા સરકારી વલણ સાથે આગળ ધપી રહ્યા છીએ તેવી જ રીતે રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ સમગ્રતયા રાષ્ટ્રીય વલણ એ સમયની માગ છે. ભારતના કોટિ કોટિ જનોની આ સામૂહિક રાષ્ટ્રચેતના જ સુરક્ષા અને સમૃદ્ધિનો સશક્ત આધાર છે. ફરી એક વાર આપની આ પહેલ માટે, આ તમામને સાથે લઈને આગળ વધવાના પ્રયાસ માટે હું સંરક્ષણ મંત્રાલય, આપણા સંરક્ષણ દળોને, તેમની આગેવાનીને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને મને સારું લાગ્યું કે આજે હું કેટલાક સ્ટોલ્સ પર જઈને તમારા ઇનોવેશન્સ જોઈ રહ્યો હતો તો આપણા જે નૌકા દળના નિવૃત્ત સાથી છે તેમણે પણ પોતાનો અનુભવ, પોતાની શક્તિ અને પોતાનો સમય આ ઇનોવેશનમાં કામે લગાડ્યો છે. જેથી આપણું નૌકા દળ મજબૂત બને, આપણા સુરક્ષા દળો મજબૂત બને. હું માનું છું કે આ એક મોટો ઉમદા પ્રયાસ છે તેના માટે જે લોકોએ નિવૃત્તિ બાદ પણ આ મિશન મોડમાં કામ કર્યું છે હું વિશેષરૂપથી તેમને અભિનંદન પાઠવું છું અને આ તમામને સન્માનિત કરવાની જે વ્યવસ્થા ચાલી રહી છે તેના માટે પણ આપ સૌ અભિનંદનના અધિકારી છો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1842578)
Visitor Counter : 352
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam