ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ટાઈમ મેગેઝિન દ્વારા "2022ના વિશ્વના 50 મહાન સ્થળો" ની યાદીમાં ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી, અમદાવાદને સામેલ કરવા બદલ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે
દરેક ભારતીય માટે, ખાસ કરીને ગુજરાતના લોકો માટે એ ખૂબ જ ગર્વની વાત છે કે ભારતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી, અમદાવાદ હવે ટાઈમ મેગેઝિન દ્વારા "વર્લ્ડના 50 ગ્રેટેસ્ટ પ્લેસ ઓફ 2022"ની યાદીમાં સામેલ થયું છે.
તે 2001થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી વિચારોનું પરિણામ છે, જેણે ગુજરાતમાં વિશ્વ-સ્તરીય માળખાકીય સુવિધાઓ બનાવવાનો પાયો નાખ્યો હતો.
સાબરમતી રિવરફ્રન્ટ હોય કે અમદાવાદનું સાયન્સ સિટી, શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશા નેક્સ્ટ-જન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને ભારતનું ભવિષ્ય તૈયાર કરવા પર ભાર મૂક્યો છે.
प्रविष्टि तिथि:
14 JUL 2022 11:47AM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ટાઈમ મેગેઝિન દ્વારા "2022ના વિશ્વના 50 મહાન સ્થળો" ની યાદીમાં ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી, અમદાવાદનો સમાવેશ કરવા બદલ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે.
ટ્વીટ્સની શ્રેણીમાં, શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે "દરેક ભારતીય માટે, ખાસ કરીને ગુજરાતના લોકો માટે ખૂબ જ ગર્વની વાત છે કે ભારતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી, અમદાવાદ હવે ટાઇમ મેગેઝિન દ્વારા "2022 ના વિશ્વના 50 મહાન સ્થળો" ની યાદીમાં સામેલ થયું છે. દરેકને અભિનંદન!".
શ્રી શાહે જણાવ્યું હતું કે “2001થી, શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી વિચારોએ ગુજરાતમાં વિશ્વ-સ્તરીય માળખાકીય સુવિધાઓનો પાયો નાખ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ હોય કે અમદાવાદનું સાયન્સ સિટી હોય, શ્રી મોદીએ હંમેશા નેક્સ્ટ-જન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને ભારતનું ભવિષ્ય તૈયાર કરવા પર ભાર મૂક્યો છે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1841415)
आगंतुक पटल : 476
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam