કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ઍપ્રિન્ટિસશિપ મેળો સમગ્ર ભારતમાં 200 સ્થળોએ યોજાશે


ઍપ્રિન્ટિસશિપ મેળા દ્વારા આજ સુધીમાં 67,035 ઍપ્રિન્ટિસશિપ તાલીમ ઓફર કરવામાં આવી છે

મેળામાં નોકરીની તકોને પ્રોત્સાહન આપવા માટે 36+ ઉદ્યોગો, 500+ વેપારો અને 1000+ બિઝનેસીસ દર્શાવવામાં આવશે

Posted On: 10 JUL 2022 1:28PM by PIB Ahmedabad

કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય કારકિર્દીની તકો અને વ્યવહારુ તાલીમને વેગ આપવા માટે પ્રધાનમંત્રીનાં સ્કિલ ઈન્ડિયા મિશનના ભાગરૂપે 11 જુલાઈ, 2022ના રોજ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ઍપ્રિન્ટિસશિપ મેળાનું આયોજન કરશે. અત્યાર સુધીમાં, 188410 અરજદારોએ ઍપ્રિન્ટિસશિપ મેળામાં ભાગ લીધો છે અને આજ સુધીમાં આ પ્લેટફોર્મ પર 67,035 ઍપ્રિન્ટિસશિપ ઑફર્સ કરવામાં આવી છે. આ એક દિવસીય ઈવેન્ટમાં 36 સેક્ટર્સ અને 1000થી વધુ કંપનીઓ અને 500 અલગ-અલગ પ્રકારના ટ્રેડ્સ જોવા મળશે. MSDE 200થી વધુ સ્થાનો પર ઇવેન્ટનું આયોજન કરશે, અરજદારોને ઍપ્રિન્ટિસશિપ તાલીમ દ્વારા તેમની કારકિર્દીને આકાર આપવાની તક આપશે.

ભાગ લેવા માટે ઉમેદવારો પાસે 5મું-12મું ધોરણ પાસ પ્રમાણપત્ર, કૌશલ્ય પ્રશિક્ષણ પ્રમાણપત્ર, ITI ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી આવશ્યક છે. વધુમાં, યુવા અને મહત્વાકાંક્ષી કર્મચારીઓ વેલ્ડીંગ, ઈલેક્ટ્રીકલ વર્ક, હાઉસકીપીંગ, બ્યુટિશિયન, મિકેનિક વર્ક અને વધુ જેવા 500+ ટ્રેડમાંથી પસંદગી કરી શકશે. ઉમેદવારો નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (NCVET) દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્રો પણ મેળવશે, તાલીમ પછી તેમની રોજગાર ક્ષમતામાં સુધારો કરશે. આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ કંપનીઓને વધુ ઍપ્રિન્ટિસની નિમણૂક કરવા પ્રોત્સાહિત કરવાનો છે જ્યારે નોકરીદાતાઓને તાલીમ અને વ્યવહારુ કૌશલ્યો દ્વારા તેમની સંભવિતતા શોધવામાં અને વિકસાવવામાં મદદ કરવાનો છે.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ઍપ્રિન્ટિસશિપ મેળા પર તેમના વિચારો વ્યક્ત કરતા, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના સચિવ શ્રી રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે “અમે આશા રાખીએ છીએ કે ઍપ્રિન્ટિસશિપ મેળો સમગ્ર દેશમાં પ્રતિભાશાળી વ્યક્તિઓ માટે વધારાની નોકરીની તકો પ્રદાન કરશે. જ્યારે આ કાર્યક્રમોનો પ્રાથમિક હેતુ વધુ ઍપ્રિન્ટિસની ભરતી કરવાનો છે, ત્યારે એ નોંધવું અગત્યનું છે કે આના જેવી ઍપ્રિન્ટિસશિપ વ્યવહારિક તાલીમ માટે જરૂરી છે, જેના માટે અમે અહીં પ્રયત્નશીલ છીએ. દેશભરમાં ઍપ્રિન્ટિસશિપની વિસ્તરી રહેલી સંખ્યા અને તેના સફળ અમલ દ્વારા આની નોંધપાત્ર અસર થઈ છે.”

ઍપ્રિન્ટિસશિપ એ કૌશલ્ય વિકાસ હેઠળનું સૌથી ટકાઉ મોડલ છે અને સ્કિલ ઈન્ડિયા હેઠળ તેને મોટું પ્રોત્સાહન મળે છે. તાજેતરમાં નેશનલ ઍપ્રિન્ટિસશિપ પ્રમોશન સ્કીમ (NAPS) હેઠળ ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર (DBT) દ્વારા ઍપ્રિન્ટિસના પ્રથમ સેટને તેમના ખાતામાં સ્ટાઈપેન્ડ સબસિડી મળી છે.

પીએમ નેશનલ ઍપ્રિન્ટિસશિપ મેળામાં ભાગ લેનાર કંપનીઓને એક જ પ્લેટફોર્મ પર સંભવિત ઍપ્રિન્ટિસને મળવાની અને સ્થળ પર જ અરજદારોને પસંદ કરવાની તક મળે છે. વધુમાં, ઓછામાં ઓછા ચાર કર્મચારીઓ સાથેના નાના પાયાના સાહસો ઇવેન્ટ દરમિયાન ઍપ્રિન્ટિસને નોકરીએ રાખી શકે છે. ભવિષ્યના શૈક્ષણિક અભ્યાસક્રમો માટે શીખનારાઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલી વિવિધ ક્રેડિટની ડિપોઝિટરી સાથે ટૂંક સમયમાં ક્રેડિટ બૅન્કનો વિચાર પણ ઉમેરવામાં આવશે.

દર મહિને, ઍપ્રિન્ટિસશિપ મેળાનું આયોજન કરવામાં આવશે જેમાં પસંદ કરાયેલ વ્યક્તિઓને નવાં કૌશલ્યો પ્રાપ્ત કરવા માટેના સરકારી માપદંડો અનુસાર માસિક સ્ટાઈપેન્ડ મળશે, જેથી તેઓ શીખે ત્યારે કમાવાની તક મળે. ઍપ્રિન્ટિસનું સ્ટાઈપેન્ડ ઓનલાઈન ચૂકવવામાં આવશે.

વ્યક્તિઓ https://dgt.gov.in/appmela2022/ અથવા https://www.apprenticeshipindia.gov.in/ પર જઈને મેળા માટે નોંધણી કરાવી શકે છે અને મેળાનું નજીકનું સ્થાન શોધી શકે છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1840602) Visitor Counter : 355