પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમ 6 જુલાઈના રોજ અગ્રદૂત જૂથ અખબારોની સુવર્ણ જયંતી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે
Posted On:
05 JUL 2022 10:02AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6ઠ્ઠી જુલાઈ, 2022ના રોજ સાંજે 4:30 વાગ્યે અગ્રદૂત જૂથના અખબારોની સુવર્ણ જયંતી ઉજવણીનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે. આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમા, જેઓ અગ્રદૂતની સુવર્ણ જયંતી ઉજવણી સમિતિના મુખ્ય આશ્રયદાતા છે, તેઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
અગ્રદૂતની શરૂઆત આસામી દ્વિ-સાપ્તાહિક તરીકે કરવામાં આવી હતી. તેની સ્થાપના આસામના વરિષ્ઠ પત્રકાર કનક સેન ડેકા દ્વારા કરવામાં આવી હતી. 1995માં, દૈનિક અગ્રદૂત, એક દૈનિક અખબાર શરૂ કરવામાં આવ્યું હતું અને તે આસામના વિશ્વસનીય અને પ્રભાવશાળી અવાજ તરીકે વિકસિત થયું છે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1839260)
Visitor Counter : 338
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam