પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમએ વીડિયો સંદેશ દ્વારા બેંગલુરુમાં બોશ સ્માર્ટ કેમ્પસના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું

"ટેક અને ઇનોવેશનમાં વધુ રોકાણ કરવું મહત્વપૂર્ણ છે"

"ભારતનો વિકાસ હરિયાળો બની રહ્યો છે"

“ડિજીટલ ઈન્ડિયાના અમારા વિઝનમાં સરકારના દરેક પાસાઓ સાથે ટેક્નોલોજીને એકીકૃત કરવાનો સમાવેશ થાય છે. હું વિશ્વને વિનંતી કરીશ કે તકોનો ઉપયોગ કરે અને આપણા રાષ્ટ્રમાં રોકાણ કરે.”

“આજે, બોશ એટલો જ ભારતીય છે જેટલો તે જર્મનનું છે. તે જર્મન એન્જિનિયરિંગ અને ભારતીય ઊર્જાનું ઉત્તમ ઉદાહરણ છે.

Posted On: 30 JUN 2022 12:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બોશ ઈન્ડિયાના ભારતમાં તેની હાજરીના 100 વર્ષ પૂરા કરવાના પ્રસંગે એક વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું હતું.

શરૂઆતમાં, પ્રધાનમંત્રીએ બોશ ઈન્ડિયાને ભારતમાં તેની હાજરીના 100 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભારતની આઝાદીના 75માં વર્ષમાં આવતી ઘટનાના વિશેષ મહત્વની નોંધ લીધી હતી. આ પ્રસંગે બોશ સ્માર્ટ કેમ્પસનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. "આ કેમ્પસ ભારત અને વિશ્વ માટે ભવિષ્યવાદી ઉત્પાદનો અને ઉકેલો વિકસાવવામાં ચોક્કસપણે આગેવાની લેશે",એમ પ્રધાનમંત્રીએ કહ્યું. પ્રધાનમંત્રીએ ચાન્સેલર મર્કેલ સાથે બેંગલુરુમાં બોશ સુવિધાની તેમની ઓક્ટોબર 2015ની મુલાકાતને પણ યાદ કરી.

વર્તમાન સમયને ટેક્નોલોજીનો યુગ ગણાવતા અને રોગચાળાના સમય દરમિયાન દર્શાવ્યા મુજબ ટેક્નોલોજીના ફાયદાઓને રેખાંકિત કરતા પ્રદાનમંત્રીએ કહ્યું કે ટેક અને ઈનોવેશનમાં વધુ રોકાણ કરવું મહત્વપૂર્ણ છે. નવીનતા અને સ્કેલ માટે બોશના કાર્યની પ્રશંસા કરતા, પ્રધાનમંત્રીએ ટકાઉપણાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો. આના પર શ્રી મોદીએ કહ્યું કે "છેલ્લા 8 વર્ષમાં સૌર ઊર્જાની સ્થાપિત ક્ષમતા લગભગ 20 ગણી વધીને ભારતનો વિકાસ હરિયાળો બની રહ્યો છે." એમ જણાવી પ્રધાનમંત્રીએ ભારત અને બહાર બંને જગ્યાએ કાર્બન-તટસ્થતા હાંસલ કરવાની બોશની સિદ્ધિની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારત સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે. છેલ્લા બે વર્ષમાં રોકાણમાં વધારો થયો છે. “આપણા યુવાનોનો આભાર, આપણી સ્ટાર્ટ-અપ ઇકો-સિસ્ટમ વિશ્વની સૌથી મોટી સિસ્ટમોમાંની એક છે. ટેકની દુનિયામાં જ ઘણી તકો છે.” ભારત સરકાર દરેક ગામડામાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ આપવા માટે કામ કરી રહી છે. “ડિજીટલ ઈન્ડિયાના અમારા વિઝનમાં સરકારના દરેક પાસાઓ સાથે ટેક્નોલોજીને એકીકૃત કરવાનો સમાવેશ થાય છે. હું વિશ્વને આ તકોનો ઉપયોગ કરવા અને આપણા રાષ્ટ્રમાં રોકાણ કરવા વિનંતી કરીશ,” એમ તેમણે ઉમેર્યું.

આ મહત્વના અવસરે પ્રધાનમંત્રીએ બોશને ભારતમાં હજુ વધુ કરવાનું વિચારવા વિનંતી કરી. "તમારી ટીમ શું કરી શકે તેના માટે આવનારા 25 વર્ષ માટે લક્ષ્યો નક્કી કરો. 100 વર્ષ પહેલા બોશ જર્મન કંપની તરીકે ભારતમાં આવી હતી. પરંતુ આજે તે એટલું જ ભારતીય છે જેટલું તે જર્મન છે. તે જર્મન એન્જિનિયરિંગ અને ભારતીય ઊર્જાનું ઉત્તમ ઉદાહરણ છે. આ ભાગીદારી વધુ મજબૂત બનતી રહેશે”, એવું તેમણે તારણ કાઢ્યું.

**************

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1838179) Visitor Counter : 64