પ્રધાનમંત્રીનું કાર્યાલય

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આઠમા સંસ્કરણ નિમિત્તે પ્રધાનમંત્રીએ મૈસૂરમાં આવેલા મૈસૂર પેલેસ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સામૂહિક યોગ પ્રદર્શનમાં ભાગ લીધો

મૈસૂર ખાતે પ્રધાનમંત્રીના યોગ કાર્યક્રમની સાથે સાથે સમગ્ર દેશમાં 75 સુપ્રસિદ્ધ સ્થળોએ સામૂહિક યોગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું

સમગ્ર દેશમાં વિવિધ બિન સરકારી સંગઠનો દ્વારા પણ સામૂહિક યોગ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં કરોડો લોકો ભાગ લઇ રહ્યા છે

મૈસૂર ખાતે પ્રધાનમંત્રીનો યોગ કાર્યક્રમ ‘એક સૂર્ય, એક પૃથ્વી’ની પરિકલ્પનાને રેખાંકિત કરતા ‘ગાર્ડિયન યોગ રિંગ’ નામના નવતર કાર્યક્રમનો હિસ્સો છે

“યોગ માત્ર કોઇ વ્યક્તિ માટે નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે છે”

“યોગ આપણા સમાજમાં, રાષ્ટ્રમાં, દુનિયામાં શાંતિ લાવે છે અને યોગ આપણા બ્રહ્માંડમાં પણ શાંતિ લાવે છે”

“યોગ દિવસની ખૂબ જ વ્યાપક પ્રમાણમાં સ્વીકૃતિ એ ભારતની અમૃત લાગણીને મળેલી સ્વીકૃતિ છે જેણે ભારતની સ્વતંત્રતાના સંગ્રામને ઊર્જા આપી હતી”

“ભારતના ઐતિહાસિક સ્થળો પર સામૂહિક યોગનો અનુભવ એ ભારતના ભૂતકાળ, ભારતના વૈવિધ્ય અને ભારતના વિસ્તરણને એક તાતણે બાંધવા જેવો છે”


“યોગનું આચરણ આરોગ્ય, સંતુલન અને સહકાર માટે અદ્ભુત પ્રેરણા આપે છે”

“આજે યોગ સાથે સંકળાયેલી અનંત સંભાવનાઓને ચરિતાર્થ કરવાનો સમય છે”


“આપણે જ્યારે યોગમય જીવવાનું શરૂ કરીએ છીએ, ત્યારે યોગ દિવસ આપણા સ્વાસ્થ્ય, સુખ અને શાંતિની ઉજવણીનું માધ્યમ બની જાય છે”

Posted On: 21 JUN 2022 8:11AM by PIB Ahmedabad

પ્રધાનંમત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY)ના 8મા સંસ્કરણ નિમિત્તે મૈસૂરમાં આવેલા મૈસૂર પેલેસ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સામૂહિક યોગ પ્રદર્શન કાર્યક્રમમાં હજારો લોકોની સાથે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોત, રાજ્યના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઇ, કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ તેમજ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં મૈસૂર જેવા આધ્યાત્મિક કેન્દ્રો દ્વારા સદીઓથી જતન કરવામાં આવી રહેલી યોગની શક્તિ આજે આખી દુનિયાને આરોગ્યની દિશા ચિંધી રહી છે. તેમણે કહ્યું હતું કે આજે યોગ વૈશ્વિક સહકાર માટે આધાર બની ગયા છે અને માનવજાતના આરોગ્યપ્રદ જીવનમાં આસ્થા પૂરી પાડવાનું કામ કરે છે. તેમણે કહ્યું હતું કે, આજે આપણે જોઇએ છીએ કે, યોગ હવે લોકોના ઘરમાંથી બહાર આવ્યો છે અને સમગ્ર દુનિયામાં તેનો ફેલાવો થયો છે અને આ જ આધ્યાત્મિક અનુભૂતિનું ચિત્ર છે, અને આ જ કુદરતી તેમજ સહિયારી માનવીય સભાનતા છે. ખાસ કરીને છેલ્લા બે વર્ષમાં અભૂતપૂર્વ મહામારી દરમિયાન આપણે તેના સાક્ષી બન્યા છીએ. તેમણે કહ્યું હતું કે, “યોગ હવે વૈશ્વિક મહોત્સવ બની ગયો છે. યોગ હવે માત્ર કોઇપણ વ્યક્તિ માટે નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે છે. આથી આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ માનવજાત માટે યોગ રાખવામાં આવી છે.તેમણે આ વૈશ્વિક થીમ અપનાવવા બદલ સંયુક્ત રાષ્ટ્ર અને તમામ સહભાગી દેશોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ભારતીય ઋષિમુનિઓને ટાંકતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, યોગ આપણા માટે શાંતિ લાવે છે. યોગથી મળેલી શાંતિ માત્ર કોઇ અમુક વ્યક્તિઓ માટે જ નથી હોતી. યોગ આપણા સમગ્ર સમાજમાં શાંતિ લાવે છે. યોગ આપણા રાષ્ટ્રો અને વિશ્વમાં શાંતિ લાવે છે. અને, યોગ આપણા બ્રહ્માંડમાં શાંતિ લાવે છે. તેમણે પોતાની વાતને આગળ વધારતા જણાવ્યું હતું કે, આ સમગ્ર બ્રહ્માંડ આપણા પોતાના શરીર અને આત્માથી શરૂ થાય છે. બ્રહ્માંડનો આરંભ આપણાથી થાય છે. અને, યોગ આપણને આપણી અંદર રહેલી દરેક બાબતો વિશે સભાન બનાવે છે અને જાગૃતિની ભાવના ઊભી કરે છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ભારત અત્યારે તેની આઝાદીના 75 વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે સાથે સાથે યોગ દિવસની પણ ઉજવણી કરી રહ્યું છે. યોગ દિવસની ખૂબ જ વ્યાપક પ્રમાણમાં સ્વીકૃતિ એ ભારતની અમૃત લાગણીને મળેલી સ્વીકૃતિ છે જેણે ભારતની સ્વતંત્રતાના સંગ્રામને ઊર્જા આપી હતી. આથી સમગ્ર દેશમાં ભારતના ગૌરવપૂર્ણ ઇતિહાસના સાક્ષી રહ્યા હોય અને સાંસ્કૃતિક ઊર્જાના કેન્દ્રો હોય તેવા 75 સુપ્રસિદ્ધ સ્થળોએ સામૂહિક યોગ પ્રદર્શનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે આગળ સમજાવ્યું હતું કે, ભારતના ઐતિહાસિક સ્થળો પર સામૂહિક યોગનો અનુભવ એ ભારતના ભૂતકાળ, ભારતના વૈવિધ્ય અને ભારતના વિસ્તરણને એક તાતણે બાંધવા જેવો છે. તેમણે નવતર કાર્યક્રમ ગાર્ડિયન યોગ રિંગવિશે પણ માહિતી આપી હતી. આ કાર્યક્રમ દેશોની ભૌગોલિક સરહદોને ઓળંગીને યોગની એકીકરણ શક્તિને દર્શાવવા માટે વિદેશમાં ભારતીય મિશનોની સાથે સાથે 79 દેશો અને સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થાઓ વચ્ચે હાથ ધરવામાં આવેલી સહયોગી કવાયત છે. જેમ જેમ સૂર્ય દેખીતી રીતે સમગ્ર વિશ્વમાં પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે, તેમ સહભાગી દેશોમાં સામૂહિક યોગ પ્રદર્શનોને જો પૃથ્વી પરના કોઇપણ એક બિંદુ પરથી જોવામાં આવે તો, લગભગ એક પછી એક સ્થળે યોજાઇ રહ્યા હોય તેવું લાગશે. આમ તે એક સૂર્ય, એક પૃથ્વીનો ખ્યાલ રેખાંકિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, યોગનું આ આચરણ આરોગ્ય, સંતુલન અને સહકાર માટે અદ્ભુત પ્રેરણા આપે છે”.

શ્રી મોદીએ ટાંક્યું હતું કે, યોગ માત્ર આપણા જીવનનો એક હિસ્સો નથી, આજે, તે જીવન જીવવાની રીત બની ગયા છે. તેમણે કહ્યું હતું કે, માત્ર ચોક્કસ સમય અથવા સ્થળ પૂરતા મર્યાદિત ના હોવા જોઇએ. તેમણે કહ્યું હતું કે, ભલે આપણે ગમે તેટલી સફળતા મેળવીએ, મેડિટેશન માટે ફાળવેલી થોડી મિનિટો આપણને શાંતિ અને રાહત આપે છે તેમજ આપણી ઉત્પાદકતામાં વધારો કરે છે. આથી, આપણે યોગને વધારાના કામ તરીકે નથી માનવાના. આપણે પણ યોગ જાણવાના છે અને આપણે યોગમય જીવન જીવવાનું પણ છે. આપણે યોગ સિદ્ધ પણ કરવાના છે, આપણે યોગને અપનાવવાના પણ છે. જ્યારે આપણે યોગમય જીવવાનું શરૂ કરીશું, ત્યારે યોગ દિવસ આપણા માટે યોગ કરવાનું નહીં, પરંતુ આપણાં સ્વાસ્થ્ય, સુખ અને શાંતિની ઉજવણી કરવાનું માધ્યમ બની જશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે યોગ સાથે સંકળાયેલી અનંત સંભાવનાઓને ચરિતાર્થ સમય છે. આજે આપણા યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં યોગના ક્ષેત્રમાં નવા વિચારો સાથે આગળ આવી રહ્યા છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, આયુષ મંત્રાલય દ્વારા સ્ટાર્ટઅપ યોગ ચેલેન્જ શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ યોગના પ્રચાર અને વિકાસ માટે ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રધાનમંત્રી પુરસ્કારના 2021ના વિજેતાઓ અભિનંદન પાઠવ્યા હતા.  

આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) સાથે આઝાદી કા અમૃત મહોત્સવને એકીકૃત કરીને મૈસૂરમાં પ્રધાનમંત્રીના યોગ પ્રદર્શનની સાથે સાથે સમગ્ર દેશમાં 75 સુપ્રસિદ્ધ સ્થળોએ 75 કેન્દ્રીય મંત્રીઓના નેતૃત્વ હેઠળ સામૂહિક યોગ પ્રદર્શન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ શૈક્ષણિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક, ધાર્મિક, કોર્પોરેટ અને અન્ય નાગરિક સમાજ સંગઠનો દ્વારા પણ યોગ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેમાં દેશભરના કરોડો લોકો ભાગ લઇ રહ્યા છે.

મૈસૂર ખાતે યોજાયેલો પ્રધાનમંત્રીનો યોગ કાર્યક્રમ એક સૂર્ય, એક પૃથ્વીની પરિકલ્પનાને રેખાંકિત કરતા ગાર્ડિયન યોગ રિંગનામના નવતર કાર્યક્રમનો હિસ્સો છે. આ એક સહયોગપૂર્ણ કવાયત છે જેમાં 79 દેશો અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ તેમજ વિદેશમાં આવેલા ભારતીય મિશનો સામેલ છે અને રાષ્ટ્રોની ભૌગોલિક સરહદોથી ઓળંગીને દુનિયાને એકીકૃત કરતી યોગની શક્તિનું તેમાં નિરૂપણ કરવામાં આવ્યું છે.

વર્ષ 2015થી, દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY)ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે યોગ દિવસની થીમ માનવજાત માટે યોગ રાખવામાં આવી છે. આ થીમ કેવી રીતે યોગે કોવિડ મહામારી દરમિયાન માનવજાતનું દુઃખ દૂર કરવામાં સેવા આપી તેનું નિરૂપણ કરે છે.

 

Greetings on #YogaDay! https://t.co/dNTZyKdcXv

— Narendra Modi (@narendramodi) June 21, 2022

मैसूरू जैसे भारत के आध्यात्मिक केन्द्रों ने जिस योग-ऊर्जा को सदियों से पोषित किया, आज वो योग ऊर्जा विश्व स्वास्थ्य को दिशा दे रही है।

आज योग वैश्विक सहयोग का पारस्परिक आधार बन रहा है।

आज योग मानव मात्र को निरोग जीवन का विश्वास दे रहा है: PM @narendramodi

— PMO India (@PMOIndia) June 21, 2022

योग अब एक वैश्विक पर्व बन गया है।

योग किसी व्यक्ति मात्र के लिए नहीं, संपूर्ण मानवता के लिए है।

इसलिए, इस बार अंतर्राष्ट्रीय योग दिवस की थीम है- Yoga for humanity: PM @narendramodi

— PMO India (@PMOIndia) June 21, 2022

Yoga brings peace for us.

The peace from yoga is not merely for individuals.

Yoga brings peace to our society.

Yoga brings peace to our nations and the world.

And, Yoga brings peace to our universe: PM @narendramodi

— PMO India (@PMOIndia) June 21, 2022

This whole universe starts from our own body and soul.

The universe starts from us.

And, Yoga makes us conscious of everything within us and builds a sense of awareness: PM @narendramodi

— PMO India (@PMOIndia) June 21, 2022

भारत में हम इस बार योग दिवस हम एक ऐसे समय पर मना रहे हैं जब देश अपनी आजादी के 75वें वर्ष का पर्व मना रहा है, अमृत महोत्सव मना रहा है।

योग दिवस की ये व्यापकता, ये स्वीकार्यता भारत की उस अमृत भावना की स्वीकार्यता है जिसने भारत के स्वतन्त्रता संग्राम को ऊर्जा दी थी: PM

— PMO India (@PMOIndia) June 21, 2022

अंतर्राष्ट्रीय स्तर पर भी हमने इस बार “Guardian Ring of Yoga” का ऐसा ही अभिनव प्रयोग विश्व भर में हो रहा है।

दुनिया के अलग-अलग देशों में सूर्योदय के साथ, सूर्य की गति के साथ, लोग योग कर रहे हैं: PM @narendramodi

— PMO India (@PMOIndia) June 21, 2022

दुनिया के लोगों के लिए योग आज हमारे लिए केवल part of life नहीं, बल्कि योग अब way of life बन रहा है: PM @narendramodi

— PMO India (@PMOIndia) June 21, 2022

हम कितने तनावपूर्ण माहौल में क्यों न हों, कुछ मिनट का ध्यान हमें relax कर देता है, हमारी productivity बढ़ा देता है।

इसलिए, हमें योग को एक अतिरिक्त काम के तौर पर नहीं लेना है।

हमें योग को जानना भी है, हमें योग को जीना भी है।

हमें योग को पाना भी है, हमें योग को अपनाना भी है: PM

— PMO India (@PMOIndia) June 21, 2022

****

DS

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1835782) Visitor Counter : 218