પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

"મારી માતા એટલી જ સરળ છે જેટલી તે અસાધારણ છે": પીએમ મોદીનો તેમનાં માતાના 100મા વર્ષમાં પ્રવેશ પર ભાવનાત્મક બ્લોગ

Posted On: 18 JUN 2022 8:29AM by PIB Ahmedabad

પીએમ નરેન્દ્ર મોદીએ તેમનાં માતા તેમના 100મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે, ત્યારે એક ભાવનાત્મક બ્લોગ લખ્યો છે. તેમણે તેમના બાળપણની કેટલીક ખાસ ક્ષણો યાદ કરી જે તેમણે તેમની માતા સાથે વિતાવી હતી. તેમણે તેમની માતાએ તેમના મોટા થવા દરમિયાન આપેલા અનેક બલિદાનોને યાદ કર્યા અને તેમની માતાના વિવિધ ગુણોનો ઉલ્લેખ કર્યો જેણે તેમના મન, વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસને આકાર આપ્યો છે.

આજે, હું ખૂબ જ ખુશ અને ભાગ્યશાળી અનુભવું છું કે મારી માતા શ્રીમતી. હીરાબા મોદી પોતાના 100મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. આ તેમનું જન્મ શતાબ્દી વર્ષ હશે."એમ પીએમ મોદીએ લખ્યું.

સ્થિતિસ્થાપકતાનું પ્રતીક

બાળપણમાં તેમની માતાએ સહન કરેલી મુશ્કેલીઓને યાદ કરતાં પીએમ મોદીએ કહ્યું, “મારી માતા જેટલી સરળ છે એટલી જ અસાધારણ પણ છે. બધી માતાઓની જેમ." નાની ઉંમરે પીએમ મોદીના માતાએ પોતાની માતા ગુમાવી હતી. તેમણે કહ્યું, "તેને મારી દાદીનો ચહેરો કે તેમના ખોળામાંનો આરામ કર્યાનું પણ યાદ નથી. તેણીએ તેણીનું આખું બાળપણ તેની માતા વિના વિતાવ્યું."

તેમણે વડનગરમાં માટીની દિવાલો અને છત માટે માટીની ટાઈલ્સ સાથેનું નાનકડું ઘર યાદ કર્યું જ્યાં તેઓ તેમના માતા-પિતા અને ભાઈ-બહેનો સાથે રહ્યા હતા. તેમણે અસંખ્ય રોજિંદી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો જેનો તેમની માતાએ સામનો કર્યો અને સફળતાપૂર્વક તેને પાર કરી.

તેમણે ઉલ્લેખ કર્યો કે કેવી રીતે તેમની માતા માત્ર ઘરનાં બધાં કામો જાતે જ કરતી નથી, પરંતુ ઘરની નજીવી આવકને પૂરક બનાવવા માટે પણ કામ કરતી હતી. તે થોડાક ઘરોમાં વાસણો ધોતી અને ઘરના ખર્ચને પહોંચી વળવા માટે ચરખા કાંતવા માટે સમય કાઢતી.

પીએમ મોદીએ યાદ અપાવ્યું કે વરસાદ દરમિયાન અમારી છત લીક થઈ જતી અને ઘરમાં પાણી ભરાઈ જતું. માતા વરસાદી પાણીને એકઠું કરવા માટે ડોલ અને વાસણો લીક થતું હોય એની નીચે મૂકતાં. આ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ, માતા સ્થિતિસ્થાપકતાનું પ્રતીક બની રહેતા.

સ્વચ્છતામાં રોકાયેલા લોકો માટે ઊંડો આદર

પીએમ મોદીએ કહ્યું કે, સ્વચ્છતા એવી વસ્તુ છે જેના વિશે તેમનાં માતા હંમેશા ખાસ રહ્યાં છે. તેમણે ઘણા કિસ્સાઓ શેર કર્યા જેનાથી તેમનાં માતા સ્વચ્છતા જાળવવા માટે ખૂબ જ વિશેષ હોવાની ઝલક આપે છે.

પીએમ મોદીએ કહ્યું કે તેમની માતા સફાઈ અને સ્વચ્છતા સાથે સંકળાયેલા લોકો માટે ખૂબ આદર ધરાવે છે. વડનગરમાં જ્યારે પણ કોઈ તેમના ઘરની બાજુમાં આવેલી ગટર સાફ કરવા માટે કોઈ આવે ત્યારે તેમનાં માતા તેમને ચા પીવડાવ્યા વિના જવા દેતા ન હતા.

બીજાના આનંદમાં ખુશી શોધવી

પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો કે તેમની માતા અન્ય લોકોની ખુશીમાં ખુશી મેળવે છે અને તેઓ અત્યંત વિશાળ હૃદયનાં છે. તેમણે યાદ કર્યું, “મારા પિતાના એક નજીકના મિત્ર નજીકના ગામમાં રહેતા હતા. તેમના અકાળ મૃત્યુ પછી, મારા પિતા તેમના મિત્રના પુત્ર અબ્બાસને અમારા ઘરે લઈ આવ્યા. તેણે અમારી સાથે રહીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો. માતા અબ્બાસ પ્રત્યે એટલી જ પ્રેમાળ અને સંભાળ રાખતી હતી જેટલી તેણે અમારા બધા ભાઈ-બહેનો માટે રાખી હતી. દર વર્ષે ઈદ પર તે તેની મનપસંદ વાનગીઓ બનાવતી હતી. તહેવારો પર, પડોશના બાળકો અમારા ઘરે આવતા અને માતાની વિશેષ તૈયારીઓનો આનંદ માણવો એ સામાન્ય બાબત હતી."

પીએમ મોદીની માતા જાહેરમાં તેમની સાથે માત્ર બે વખત જ આવ્યા છે

બ્લોગ પોસ્ટમાં, પીએમ મોદીએ ફક્ત બે જ કિસ્સાઓ પ્રકાશિત કર્યા જ્યારે તેમની માતા તેમની સાથે જાહેરમાં હતાં. એકવાર, તેઓ લાલચોકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને શ્રીનગરથી પાછા ફર્યા ત્યારે અમદાવાદમાં એક જાહેર સમારંભમાં તેમના કપાળ પર માતાએ તિલક લગાવ્યું હતું. બીજી ઘટના એ છે કે જ્યારે પીએમ મોદીએ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત શપથ લીધા હતા.

પીએમ મોદીની માતાએ તેમને જીવનનાં પાઠ શીખવ્યા

પીએમ મોદીએ લખ્યું કે તેમની માતાએ તેમને અહેસાસ કરાવ્યો કે ઔપચારિક રીતે શિક્ષિત થયા વિના શીખવું શક્ય છે. તેમણે એક ઘટના શેર કરી જ્યારે તેઓ તેના સૌથી મોટા શિક્ષક - તેની માતા સહિત તેના તમામ શિક્ષકોનું જાહેરમાં સન્માન કરવા માગતા હતા. જો કે, તેમનાં માતાએ એમ કહીને ઇનકાર કર્યો કે, “જુઓ, હું એક સામાન્ય વ્યક્તિ છું. મેં કદાચ તમને જન્મ આપ્યો છે, પરંતુ સર્વશક્તિમાન ઈશ્વર દ્વારા તારો શિક્ષા અને ઉછેર કરવાવામાં આવ્યો છે."

પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે તેમની માતા કાર્યક્રમમાં ન આવી હોવા છતાં, તેમણે ખાતરી કરી કે તેમણે જેઠાભાઈ જોશીજીના પરિવારમાંથી કોઈને બોલાવ્યા ક નહીં- જે તેમના સ્થાનિક શિક્ષક હતા જેમણે તેમને મૂળાક્ષરો શીખવ્યા. " તેણીની વિચાર પ્રક્રિયા અને દૂરદર્શી વિચારસરણીએ મને હંમેશા આશ્ચર્યચકિત કર્યા છે,"એમ તેમણે કહ્યું.

કર્તવ્યનિષ્ઠ નાગરિક

પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો છે કે એક કર્તવ્યનિષ્ઠ નાગરિક તરીકે તેમની માતાએ પંચાયતથી લઈને સંસદ સુધીની ચૂંટણીઓ શરૂ થઈ ત્યારથી દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે.

અત્યંત સરળ જીવનશૈલી જીવી

તેમની માતાની અત્યંત સાદી જીવનશૈલી પર ચિંતન કરતાં પીએમ મોદીએ લખ્યું કે આજે પણ તેમની માતાના નામે કોઈ સંપત્તિ નથી. મેં તેણીને ક્યારેય સોનાના ઘરેણાં પહેરતા જોયા નથી, અને તેણીને કોઈ રસ પણ નથી. અગાઉની જેમ, તેણી તેના નાના રૂમમાં અત્યંત સરળ જીવનશૈલી જીવવાનું ચાલુ રાખ્યું છે. એમ પીએમે જણાવ્યું.

વર્તમાન વિકાસ સાથે નજીકમાં રહેવું

પીએમ મોદીએ કહ્યું કે તેમની માતા વિશ્વની વર્તમાન ઘટનાઓથી વાકેફ રહે છે. તેમણે તેમના બ્લોગમાં ઉલ્લેખ કર્યો છે. તાજેતરમાં, મેં તેમને પૂછ્યું કે તે દરરોજ કેટલો સમય ટીવી જુઓ છો. તેણીએ જવાબ આપ્યો કે ટીવી પર મોટાભાગના લોકો એકબીજા સાથે લડવામાં વ્યસ્ત છે, અને તે ફક્ત તે જ જુએ છે જેઓ શાંતિથી સમાચાર વાંચે છે અને બધું સમજાવે છે. મને સાઆનંદ આશ્ચર્ય થયું કે માતા આટલું બધું ધ્યાન રાખે છે.

તેમની વધુ ઉંમર હોવા છતાં તીક્ષ્ણ યાદશક્તિ

પીએમ મોદીએ 2017નો બીજો દાખલો શેર કર્યો જે તેમની વૃદ્ધાવસ્થા હોવા છતાં તેમની માતાની સતર્કતા દર્શાવે છે. 2017માં પીએમ મોદી કાશીથી સીધા તેમને મળવા ગયા હતા અને તેમના માટે પ્રસાદ લઈ ગયા હતા. જ્યારે હું માતાને મળ્યો, ત્યારે તેમણે મને તરત જ પૂછ્યું કે શું મેં કાશી વિશ્વનાથ મહાદેવને પ્રણામ કર્યા છે. માતા હજુ પણ આખું નામ વાપરે છે - કાશી વિશ્વનાથ મહાદેવ. પછી વાતચીત દરમિયાન, તેણીએ મને પૂછ્યું કે શું કાશી વિશ્વનાથ મંદિર તરફ લઈ જતી ગલીઓ હજુ પણ એવી જ છે, જાણે કોઈના ઘરની અંદર મંદિર હોય. હું આશ્ચર્યચકિત થઈ ગયો અને પૂછ્યું કે તેણી ક્યારે મંદિરની મુલાકાત લીધી છે. તેણીએ ખુલાસો કર્યો કે તે ઘણા વર્ષો પહેલા કાશી ગઈ હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે બધું યાદ હતું,”એમ પીએમ મોદીએ કહ્યું.

 

બીજાની પસંદગીનો આદર કરવો

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે તેમની માતા માત્ર અન્યની પસંદગીનો આદર જ નથી કરતી પણ તેમની પસંદગીઓ લાદવાનું પણ ટાળે છે. ખાસ કરીને મારા પોતાના કિસ્સામાં, તેણીએ મારા નિર્ણયોનો આદર કર્યો, ક્યારેય કોઈ અડચણો ઊભી ન કરી અને મને પ્રોત્સાહિત કર્યો. નાનપણથી જ, તેણી અનુભવી શકતી હતી કે મારી અંદર એક અલગ વિચારધારા ઉગી ગઈ છે." એવો પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો.

પીએમ મોદીની માતાએ જ તેમને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું જ્યારે તેમણે તેમનું ઘર છોડવાનું નક્કી કર્યું હતું. તેમની ઈચ્છા સમજીને અને તેમને આશીર્વાદ આપતા તેમની માતાએ કહ્યું, "તારું મન કહે તેમ કર."

ગરીબ કલ્યાણ પર ધ્યાન આપો

પીએમ મોદીએ કહ્યું કે તેમની માતાએ તેમને હંમેશા મજબૂત સંકલ્પ રાખવા અને ગરીબ કલ્યાણ પર ધ્યાન કેન્દ્રીત કરવાની પ્રેરણા આપી છે. તેમણે 2001નો એક દાખલો શેર કર્યો જ્યારે તેમને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાત પહોંચ્યા બાદ પીએમ મોદી સીધા માતાને મળવા ગયા હતા. તેણી અત્યંત ઉત્સાહિત હતાં અને તેમને કહ્યું, "મને સરકારમાં તમારું કામ સમજાતું નથી, પરંતુ હું ઈચ્છું છું કે તમે ક્યારેય લાંચ ન લો."

તેમની માતા તેમને ખાતરી આપી કે તેમણે તેની ચિંતા ન કરવી જોઈએ અને મોટી જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. જ્યારે પણ તે તેની સાથે ફોન પર વાત કરે છે, ત્યારે તેની માતા કહે છે, "કોઈની સાથે ક્યારેય ખોટું કે ખરાબ ન કરો અને ગરીબો માટે કામ કરતા રહો."

જીવનનો મંત્ર - મહેનત

પીએમ મોદીએ કહ્યું કે તેમના માતા-પિતાની પ્રમાણિકતા અને આત્મસન્માન તેમના સૌથી મોટા ગુણ છે. ગરીબી અને તેની સાથેના પડકારો સાથે સંઘર્ષ કરવા છતાં, પીએમ મોદીએ કહ્યું કે તેમના માતા-પિતાએ ક્યારેય ઈમાનદારીનો માર્ગ છોડ્યો નથી કે તેમના સ્વાભિમાન સાથે સમાધાન કર્યું નથી. કોઈપણ પડકારને પહોંચી વળવા માટે સતત મહેનત એ તેમનો મુખ્ય મંત્ર હતો!

માતૃશક્તિનું ચિહ્ન

પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, “મારી માતાની જીવનકથામાં હું તપસ્યા, બલિદાન અને ભારતની માતૃશક્તિનું યોગદાન જોઉં છું. જ્યારે પણ હું માતા અને તેમના જેવી કરોડો મહિલાઓને જોઉં છું, ત્યારે મને લાગે છે કે ભારતીય મહિલાઓ માટે એવું કંઈ નથી જે અગમ્ય છે.

પીએમ મોદીએ તેમની માતાની પ્રેરણાદાયી જીવનકથાને થોડાક શબ્દોમાં સમાવી હતી

"વંચિતતાની દરેક વાર્તાથી દૂર, એક માતાની ગૌરવપૂર્ણ વાર્તા છે,

દરેક સંઘર્ષથી ઉપર, માતાનો મજબૂત સંકલ્પ છે.

 

Took blessings of my mother today as she enters her 100th year... pic.twitter.com/lTEVGcyzdX

— Narendra Modi (@narendramodi) June 18, 2022

मां, ये सिर्फ एक शब्द नहीं है, जीवन की वो भावना है, जिसमें स्नेह, धैर्य, विश्वास, कितना कुछ समाया है।

मेरी मां, हीराबा आज 18 जून को अपने सौवें वर्ष में प्रवेश कर रही हैं, उनका जन्म शताब्दी वर्ष प्रारंभ हो रहा है। मैं अपनी खुशी और सौभाग्य साझा कर रहा हूं। https://t.co/4YHk1a59RD

— Narendra Modi (@narendramodi) June 18, 2022

Maa…this isn’t a mere word but it captures a range of emotions. Today, 18th June is the day my Mother Heeraba enters her 100th year. On this special day, I have penned a few thoughts expressing joy and gratitude. https://t.co/KnhBmUp2se

— Narendra Modi (@narendramodi) June 18, 2022

(Release ID: 1834940) Visitor Counter : 378