મંત્રીમંડળ
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્વાયર્નમેન્ટલ સ્ટડીઝ, જાપાન અને એક વ્યાવસાયિક સંસ્થા આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓબ્ઝર્વેશનલ સાયન્સીઝ (ARIES), ભારત વચ્ચે હવાની ગુણવત્તા અને આબોહવા પરિવર્તન પર સંયુક્ત સંશોધન માટે હસ્તાક્ષર કરાયેલા સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી

Posted On: 08 JUN 2022 4:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને હવાની ગુણવત્તા અને આબોહવા પરિવર્તન પર સંયુક્ત સંશોધન (અહીં ત્યારબાદ "સંયુક્ત સંશોધન" તરીકે ઉલ્લેખ છે) હાથ ધરવા અને અમલમાં મૂકવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્વાયર્નમેન્ટલ સ્ટડીઝ, જાપાન અને આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑબ્ઝર્વેશનલ સાયન્સ (ARIES), ભારત વચ્ચે સહયોગી માર્ગદર્શિકા સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવા વિશે માહિતગાર કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ભૂતકાળમાં અન્ય કોઈ વિદેશી સંસ્થાઓ સાથે સંશોધનનાં સમાન ક્ષેત્રોમાં ARIES, નૈનિતાલ દ્વારા આવા કોઈ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા ન હતા.

નીચેની કેટલીક સંભવિત પ્રવૃત્તિઓ છે: -

  1. વૈજ્ઞાનિક સાધનોનો સંયુક્ત ઉપયોગ અને સંચાલન
  2. નિરીક્ષણ પદ્ધતિઓ પર વૈજ્ઞાનિક અને તકનીકી માહિતીનું આદાનપ્રદાન
  3. નિરીક્ષણ ડેટાનું સંયુક્ત વિશ્લેષણ અને વૈજ્ઞાનિક અહેવાલો બનાવવા
  4. સંયુક્ત શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિઓ.
  5. સંશોધન કરવા માટે પીએચડી વિદ્યાર્થીઓ સહિત મુલાકાતી વિદ્વાનોની આપ-લે.
  6. સંયુક્ત વૈજ્ઞાનિક કાર્યશાળાઓ અને/અથવા પરિસંવાદો

 

ARIES વિશે:

આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓબ્ઝર્વેશનલ સાયન્સ (ARIES) એ ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ સ્થાપિત એક સ્વાયત્ત સંશોધન સંસ્થા છે. ARIES એ એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સ અને વાતાવરણીય વિજ્ઞાનમાં સંશોધન માટે શ્રેષ્ઠતાનું કેન્દ્ર છે. તે વાયુ પ્રદૂષણ અને પૃથ્વી પરના આબોહવા પરિવર્તન, સૂર્ય, તારાઓ અને તારાવિશ્વોની રચના અને ઉત્ક્રાંતિ પર સંશોધન કરે છે. સંસ્થાના સંશોધન જૂથમાં સંશોધન વૈજ્ઞાનિકો, પીએચડી વિદ્યાર્થીઓ, પોસ્ટડોક્સ અને મુલાકાતી વિદ્વાનોનો સમાવેશ થાય છે. સંશોધકો અત્યાધુનિક અને અદ્યતન વૈજ્ઞાનિક સાધનોની ડિઝાઇન અને વિકાસમાં પણ સંકળાયેલા છે અને તેને ઇજનેરો અને તકનીકી કર્મચારીઓની એક ટીમ દ્વારા ટેકો મળે છે જેઓ મનોરા પીક અને દેવસ્થલ બંને કેમ્પસમાં સાધનોનાં નિર્માણ અને સંચાલનમાં સંકળાયેલા છે.

NIES વિશે:

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્વાયર્નમેન્ટલ સ્ટડીઝ (NIES) એ જાપાનની એકમાત્ર સંશોધન સંસ્થા છે જે આંતરશાખાકીય અને વ્યાપક રીતે પર્યાવરણીય સંશોધનની વ્યાપક શ્રેણી હાથ ધરે છે. NIES પર્યાવરણીય સંરક્ષણ પર વૈજ્ઞાનિક તારણો ઉત્પન્ન કરવા માટે કામ કરે છે. NIES સંશોધન પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે જેમાં મૂળભૂત સંશોધન, ડેટા સંપાદન અને વિશ્લેષણ, સંરક્ષણ અને પર્યાવરણીય નમૂનાઓની જોગવાઈ દ્વારા સંસ્થાના સંશોધન પાયાને એકીકૃત કરવાનો સમાવેશ થાય છે. NIES પર્યાવરણીય સંશોધનને આગળ ધપાવવા માટે ચાર કીવર્ડ્સ (સિન્થેસાઇઝ, ઇન્ટિગ્રેટ, ઇવોલ્વ અને નેટવર્ક = NIES વ્યૂહરચના) પર વિશ્વાસ રાખે છે, જે વૈજ્ઞાનિક સમુદાય અને સમાજ વચ્ચેના અંતરને દૂર કરવા માટે અને જાપાન અને અન્ય દેશોમાં પર્યાવરણીય નીતિના વિકાસ માટે જાપાનના સમગ્ર સંશોધન અને વિકાસ પરિણામોનું મહત્તમીકરણ પ્રદાન કરે છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1832195) Visitor Counter : 86