પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રી શ્રીએ કર્ણાટકના હુબલીમાં દુર્ઘટનાને કારણે થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરાઈ

Posted On: 24 MAY 2022 6:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના હુબલીમાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (PMNRF)માંથી પ્રધાનમંત્રી શ્રીએ રૂ. 2 લાખની મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને  એક્સ-ગ્રેશિયા પણ જાહેર કરી છે અને ઘટનામાં ઘાયલ થયેલા લોકોને 50,000 રૂ. આપવાની ઘોષણા કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"કર્ણાટકના હુબલીમાં દુર્ઘટનાને કારણે થયેલા જાનહાનિથી દુઃખી છું. મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય: PM @narendramodi"

"હુબલીમાં દુર્ઘટનાને કારણે મૃત્યુ પામેલા પ્રત્યેક લોકોના નજીકના સંબંધીઓને PMNRF તરફથી રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે: PM @narendramodi"

SD/GP/JD



(Release ID: 1828021) Visitor Counter : 180