સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જીનિવામાં WHOના હેડક્વાર્ટર ખાતે વિશ્વ આરોગ્ય સભાના 75મા સત્રમાં સંબોધન આપ્યું
“ભારતના પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડ્યો તે અનુસાર, રસી અને દવાઓની સમાન સુલભતા માટે સ્થિતિસ્થાપક વૈશ્વિક પુરવઠા શ્રૃંખલાનું નિર્માણ કરવાની, રસી અને ઉપચાર માટે WHOની મંજૂરીની પ્રક્રિયા સુવ્યવસ્થિત કરવાની અને વધુ સ્થિતિસ્થાપક વૈશ્વિક આરોગ્ય સુરક્ષા માળખાનું નિર્માણ કરવા માટે WHOના મજબૂતીકરણની જરૂર છે”
તાજેતરમાં WHO ની તમામ કારણો પર વધુ પડતા મૃત્યુદરની કવાયત સામે ભારત નિરાશા અને ચિંતા વ્યક્ત કરે છે, જ્યાં ભારતના વૈધાનિક સત્તામંડળ દ્વારા બહાર પાડવામાં આવેલા દેશ માટેના વિશિષ્ટ અધિકૃત ડેટાની અવગણના કરવામાં આવી છે
ભારતની અંદરના તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓના પ્રતિનિધિ સંગઠન ‘કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ’ની સામૂહિક નિરાશા વ્યક્ત કરવામાં આવી, કારણ કે તેમણે આ બાબતે સર્વસંમતિથી ઠરાવ પસાર કર્યો હતો
ભારત માને છે કે, આ વર્ષની શાંતિ અને આરોગ્યને જોડતી થીમ સમયસર અને સુસંગત છે કારણ કે શાંતિ વગર દીર્ઘકાલિન વિકાસ અને સાર્વત્રિક આરોગ્ય અને સુખાકારી સંભવ નથી: ડૉ. માંડવિયા
Posted On:
23 MAY 2022 9:33PM by PIB Ahmedabad
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ રસાયણો અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે જીનિવા ખાતે WHOના હેડક્વાર્ટરમાં વિશ્વ આરોગ્ય સભાના 75મા સત્રમાં ઐતિહાસિક સંબોધન આપ્યું તે દરમિયાન વધુ સ્થિતિસ્થાપક વૈશ્વિક આરોગ્ય સુરક્ષા માળખાનું નિર્માણ કરવા માટે ભારતની કટિબદ્ધતા પર વિશેષ ભાર મૂક્યો હતો. WHOને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાતને રેખાંકિત કરતા કેન્દ્રીય મંત્રીએ નોંધ્યું હતું કે, “ભારતના પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડ્યો તે અનુસાર, રસી અને દવાઓની સમાન સુલભતા માટે સ્થિતિસ્થાપક વૈશ્વિક પુરવઠા શ્રૃંખલાનું નિર્માણ કરવાની, રસી અને ઉપચાર માટે WHOની મંજૂરીની પ્રક્રિયા સુવ્યવસ્થિત કરવાની અને વધુ સ્થિતિસ્થાપક વૈશ્વિક આરોગ્ય સુરક્ષા માળખાનું નિર્માણ કરવા માટે WHOના મજબૂતીકરણની જરૂર છે.” તેમણે ઉમેર્યું હતું કે, ભારત એક જવાબદાર સમુદાય તરીકે આ પ્રયાસોમાં મહત્વની ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે.
કેન્દ્રીય મંત્રીએ નોંધ્યું હતું કે, “ભારત માને છે કે, આ વર્ષની શાંતિ અને આરોગ્યને જોડતી થીમ સમયસર અને સુસંગત છે કારણ કે શાંતિ વગર દીર્ઘકાલિન વિકાસ અને સાર્વત્રિક આરોગ્ય અને સુખાકારી સંભવ નથી.”
જો કે, આ સત્ર દરમિયાન ભારતે તાજેતરમાં WHO ની તમામ કારણો પર વધુ પડતા મૃત્યુદરની કવાયત સામે નિરાશા અને ચિંતા પણ વ્યક્ત કરી હતી, જ્યાં ભારતના વૈધાનિક સત્તામંડળ દ્વારા બહાર પાડવામાં આવેલા દેશ માટેના વિશિષ્ટ અધિકૃત ડેટાની અવગણના કરવામાં આવી છે. આ સંદર્ભે, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ભારતની અંદરના તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓના પ્રતિનિધિ સંગઠન ‘કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ’ની સામૂહિક નિરાશા વ્યક્ત કરી, કારણ કે તેમણે આ અભિગમ બાબતે અને વધુ પડતા મૃત્યદરનો અહેવાલ તૈયાર કરવા માટે WHO દ્વારા અપનાવવામાં આવેલી પદ્ધતિ બાબતે સર્વસંમતિથી ઠરાવ પસાર કર્યો હતો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ નીચે મુજબ છે:
ભારત માને છે કે, આ વર્ષની શાંતિ અને આરોગ્યને જોડતી થીમ સમયસર અને સુસંગત છે કારણ કે શાંતિ વગર દીર્ઘકાલિન વિકાસ અને સાર્વત્રિક આરોગ્ય અને સુખાકારી સંભવ નથી
ભારત દૃઢપણે માને છે કે, હેતુ અને પરિણામલક્ષી રીતે સૌના માટે આરોગ્યનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં WHOની ભૂમિકા કેન્દ્રિય છે. આ હેતુ માટે WHO સમકાલીન વાસ્તવિકતાઓ સાથે કામ કરવા માટે યોગ્ય હોય તે સુનિશ્ચિત કરવા માટે આપણો સહિયારો પ્રયાસ હોવો જોઇએ. WHO ને સભ્ય દેશોની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરવા માટે અને તેની પ્રક્રિયાઓ અવશ્યપણે સભ્ય દેશો દ્વારા ચલાવવામાં આવે તે માટે ભારતે હંમેશા રચનાત્મક રીતે યોગદાન આપ્યું છે.
આ સંદર્ભમાં, નિરાશા અને ચિંતાની ભાવના સાથે જણાવવામાં આવે છે કે, ભારતે WHO દ્વારા તાજેતરમાં કરાયેલી તમામ કારણોસર વધારે મૃત્યુદર પરની કવાયતની નોંધ લીધી છે જ્યાં વૈધાનિક સત્તામંડળ દ્વારા બહાર પાડવામાં આવેલા અમારા દેશના વિશિષ્ટ અધિકૃત ડેટાને ધ્યાનમાં લેવામાં આવ્યો નથી.
પરિણામ સ્વરૂપે, ભારતના બંધારણના અનુચ્છેદ 263 હેઠળ રચવામાં આવેલી ભારતની અંદરના તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓના એક પ્રતિનિધિ સંગઠન ‘કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ’, દ્વારા સર્વસંમતિથી એક ઠરાવ પસાર કરીને મને WHO ના અભિગમના સંદર્ભમાં તેમની સામૂહિક નિરાશા અને ચિંતા વ્યક્ત કરવા જણાવ્યું હતું.
વૈશ્વિક માળખામાં WHOની કેન્દ્રિયતા સુનિશ્ચિત કરવાની અને WHO માં તબક્કાવાર રીતે મૂલ્યાંકિત યોગદાનમાં વધારો કરવાની જરૂર છે, પરંતુ તે જવાબદારીના માળખા, નાણાંના અભિગમ માટે મૂલ્ય અને સભ્ય દેશો સાથે વાસ્તવિક જોડાણ સાથે સંકળાયેલું હોવું જોઇએ.
ભારત એ બાબતો પ્રકાશ પાડવા માંગે છે કે, બૌદ્ધિક સંપદાને લગતા પાસાઓ સહિત તબીબી પ્રતિરોધની સમાન સુલભતા ઉપરાંત, ઓછા ખર્ચાળ સંશોધનની જરૂરિયાત, ટેકનોલોજી ટ્રાન્સફર અને પ્રાદેશિક વિનિર્માણની ક્ષમતાઓ એક મહત્વપૂર્ણ ધ્યાનમાં રાખવાનું ક્ષેત્ર હોવું જ જોઇએ.
ભારતના આદરણીય પ્રધાનમંત્રી મોદીજીએ રસીઓ અને દવાઓની સમાન સુલભતા સક્ષમ કરી શકાય તે માટે સ્થિતિસ્થાપક વૈશ્વિક પુરવઠા શ્રૃંખલાનું નિર્માણ કરવાની જરૂરિયાત પર; રસીઓ અને ઉપચાર માટે WHOમાંથી મંજૂરી મેળવવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાની જરૂરિયાત અને વધુ સ્થિતિસ્થાપક વૈશ્વિક આરોગ્ય સુરક્ષા માળખાનું નિર્માણ કરવા માટે WHOમાં સુધારા અને તેને મજબૂત બનાવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે. વૈશ્વિક સમુદાયના જવાબદાર સભ્ય તરીકે, ભારત આ પ્રયાસોમાં મુખ્ય ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1827764)
Visitor Counter : 255