પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી 6 મેના રોજ 'JITO Connect 2022'ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે

Posted On: 05 MAY 2022 6:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 મે 2022ના રોજ સવારે 10:30 વાગ્યે જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના 'JITO Connect 2022'ના ઉદઘાટન સત્રને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે.

જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JITO) એ વિશ્વભરના જૈનોને જોડતી વૈશ્વિક સંસ્થા છે. JITO કનેક્ટ એ મ્યુચ્યુઅલ નેટવર્કિંગ અને વ્યક્તિગત ક્રિયાપ્રતિક્રિયાઓ માટે માર્ગ પ્રદાન કરીને વ્યવસાય અને ઉદ્યોગને મદદ કરવાનો પ્રયાસ છે. 'JITO Connect 2022' ના  6 થી 8 મે દરમિયાન ગંગાધામ એનેક્સ, પુણે ખાતે ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં વ્યાપાર અને અર્થતંત્રને લગતા વિવિધ મુદ્દાઓ પર બહુવિધ સત્રોનો સમાવેશ કરવામાં આવશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1823037) Visitor Counter : 255