પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત અંગેની પ્રેસ રિલીઝ

Posted On: 04 MAY 2022 8:03AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 4 મે, 2022ના રોજ કોપનહેગનમાં 2જી ભારત-નોર્ડિક સમિટમાંથી પરત ફરતી વખતે ફ્રાંસની સત્તાવાર મુલાકાત લીધી હતી.

2. પેરિસમાં, પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એમેન્યુઅલ મેક્રોન, ફ્રાન્સના પ્રમુખ, એક-એક અને પ્રતિનિધિમંડળ સ્તરન ફોર્મેટમાં મળ્યા. બંને નેતાઓએ સંરક્ષણ, અવકાશ, બ્લૂ ઈકોનોમી, નાગરિક પરમાણુ અને લોકો વચ્ચેના સંબંધો સહિત દ્વિપક્ષીય મુદ્દાઓની સમગ્ર શ્રેણી પર ચર્ચા કરી હતી.

3. બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા દૃષ્ટિકોણનો પણ અભ્યાસ કર્યો અને ભારત-ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદારીને વૈશ્વિક સારા માટે એક બળ બનાવવા માટે સાથે મળીને કામ કરવાની રીતો પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીની ફ્રાંસની મુલાકાત માત્ર બંને દેશો વચ્ચે નહીં પરંતુ બંને નેતાઓ વચ્ચેની મજબૂત મિત્રતા અને સદ્ભાવના દર્શાવે છે.

4. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ મેક્રોનને વહેલી તકે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું.

5. વાટાઘાટો પછી એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જે અહીં જોઈ શકાય છે.

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1822834) Visitor Counter : 163