નાણા મંત્રાલય
પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)ના પ્રારંભ પછી કુલ 18.60 લાખ કરોડ રૂપિયાની રકમ માટે ખોલવામાં આવેલા લોન ખાતાઓની સંખ્યા 34.42 કરોડથી વધુ છે.
“પ્રધાનમંત્રી મુદ્રા યોજના સામાજિક ન્યાય માટે છે અને આદરણીય પ્રધાનમંત્રી દ્વારા પરિકલ્પના કરવામાં આવેલી ‘સબકા સાથ, સબકા વિકાસ’ની ભાવનાને ખરા અર્થમાં સાકાર કરે છે”: કેન્દ્રીય નાણાં મંત્રી
“PMMY ધિરાણ ઇચ્છુક ‘મહાત્વાકાંક્ષી જિલ્લાઓ’ માટે લાભાર્થીઓની વધતી જતી સંખ્યામાં ધિરાણના પ્રવાહને સક્ષમ કરે છે”: રાજ્ય નાણાં મંત્રી
Posted On:
08 APR 2022 8:00AM by PIB Ahmedabad
આપણે હાલમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)ના આધારસ્તંભ દ્વારા નાણાકીય સમાવેશીતા પૂરી પાડવાની 7મી વર્ષગાંઠની ઊજવણી કરી રહ્યા છીએ ત્યારે, ચાલો આ યોજનાના કેટલાક મુખ્ય પરિબળો અને તેની સિદ્ધિઓ પર એકનજર કરીએ.
PMMYની શરૂઆત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 8 એપ્રિલ 2015ના રોજ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ બિન-કોર્પોરેટ, બિન-કૃષિ લઘુ/સુક્ષ્મ ઉદ્યમોને રૂપિયા 10 લાખ સુધીનું ધીરાણ પૂરું પાડવાનો છે.
આપણે આ યોજનીની 7મી વર્ષગાંઠની ઊજવણી કરી રહ્યાં છીએ ત્યારે, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “આવક ઉભી કરવાની પ્રવૃત્તિઓનું સર્જન કરવા માટે આ યોજના હેઠળ 34.42 કરોડ લોન ખાતાઓ માટે રૂપિયા 18.60 લાખ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા તે ખરેખર ખૂબ જ નોંધનીય બાબત છે.”
PMMY દ્વારા વ્યવસાયના માહોલની થીમ અને વ્યાપક સ્તરે રોજગારીની તકો અંગે નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, “આ યોજનાથી સૌના માટે સક્ષમકર્તા માહોલનું સર્જન થયું છે જેમાં ખાસ કરીને લઘુ ઉદ્યોગોને મદદ મળી છે અને તનાથી પાયાના સ્તરે વ્યાપક પ્રમાણમાં રોજગારીનું સર્જન કરવામાં મદદ મળી છે. 68% કરતાં વધારે લોન ખાતાઓ મહિલાઓના નામે મંજૂર કરવામાં આવ્યા છે અને 22% લોન નવા ઉદ્યમીઓને આપવામાં આવી છે જેમણે આ યોજના શરૂ થઇ ત્યારથી અન્ય કોઇ લોન લીધી નહોતી.”
તમામ મુદ્રા લાભાર્થીઓને શુભેચ્છા અને અભિનંદન આપતા અને અન્ય સંભવિત ઋણધારકોને આગળ આવીને રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં સહભાગી થવા માટે અનુરોધ કરતા શ્રીમતી સીતારમણે કહ્યું હતું કે, “પ્રધાનમંત્રી મુદ્રા યોજના કુલ મંજૂર કરવામાં આવેલી લોનમાંથી 51% લોન SC /ST /OBC શ્રેણીના ઋણધારકોને મંજૂર કરવામાં આવી છે, તે સાથે આ યોજના સામાજિક ન્યાય માટે છે અને આદરણીય પ્રધાનમંત્રી દ્વારા પરિકલ્પના કરવામાં આવેલી ‘સબકા સાથ, સબકા વિકાસ’ની ભાવનાને ખરા અર્થમાં સાકાર કરે છે.”
આ પ્રસંગે, કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી (MoS) ડૉ. ભાગવત કિશનરાવ કરાડે જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) શરૂ કરવા પાછળનું મુખ્ય પ્રેરક બળ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને કોઇપણ મુશ્કેલી વગર /વિના અવરોધે સંસ્થાકીય ધિરાણ પૂરું પાડવાનું છે.”
રાજ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે, “34.42 કરોડ ખાતાધારકોને સહાય પૂરી પાડીને, આ યોજના શરૂ થઇ ત્યારથી છેલ્લા સાત વર્ષમાં, મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો સુધી સફળતાપૂર્વક પહોંચી રહી છે.”
ધિરાણ પ્રવાહના મુદ્દે રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, “PMMY હેઠળ ધ્યાન આપવામાં આવતી અન્ય એક મહત્વની બાબત, નીતિ આયોગ દ્વારા ઓળખી કાઢવામાં આવેલા ‘મહત્વાકાંક્ષી જિલ્લા’માંથી વધતી સંખ્યામાં લાભાર્થીઓ સુધી ધિરાણ લંબાવવા માટે સમર્થ બનવાની છે અને આ પ્રકારે આવા ધિરાણ ઇચ્છુક જિલ્લાઓમાં ધિરાણનો પ્રવાહ સક્ષમ કરવાની છે.”
દેશમાં આર્થિક સમાવેશીતા (FI) કાર્યક્રમનો અમલ ત્રણ આધારસ્તંભ પર કરવામાં આવી રહ્યો છે. આ ત્રણેય આધારસ્તંભ બેંકિંગથી વંચિતો માટે બેન્કિંગ, અસુરક્ષિતોને સુરક્ષા અને ભંડોળથી વંચિતો માટે ભંડોળ છે. હાલમાં ચાલી રહેલા આ કાર્યક્રમ હેઠળ, આ ત્રણેય હેતુઓને ટેકનોલોજીનો ઉપયોગ કરીને અને બહુવિધ- હિતધારકોનો સહયોગપૂર્ણ અભિગમ અપનાવીને સિદ્ધ કરવામાં આવી રહ્યા છે, અને સાથે સાથે સેવાઓથી વંચિતોને સેવાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે.
FIના ત્રણ આધારસ્તંભોમાંથી એક – ભંડોળથી વંચિતોને ભંડોળ છે, જે PMMY દ્વારા FI ઇકોસિસ્ટમમાં પ્રતિબિંબિત થાય છે. આ યોજના નાના ઉદ્યમીઓને ધિરાણની પહોંચ પૂરી પાડવાના ઉદ્દેશ સાથે અમલમાં મૂકવામાં આવી રહી છે. PMMYમાં તમામ હિતધારકોની નાણાકીય જરૂરિયાતો પર ધ્યાન આપવામાં આવે છે જેમાં ઉભરતા ઉદ્યમીઓથી માંડીને સખત પરિશ્રમી ખેડૂતો સહિત તમામને આ યોજનાની વિવિધ પહેલ દ્વારા સમાવી લેવામાં આવે છે.
હાંસિયામાં ધકેલાયેલા અને સામાજિક-આર્થિક રીતે અવગણવામાં આવેલા વર્ગોને આર્થિક સહાય પૂરી પાડવાની દિશામાં હાથ ધરવામાં આવેલી આ પહેલ છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)એ લાખો મહત્વાકાંક્ષીઓનાં સપનાંઓને પાંખો આપી છે અને તેમને પોતે મૂલ્યવાન હોવાનો તેમજ સ્વતંત્ર હોવાનો અહેસાસ કરાવ્યો છે.
ચાલો, આ PMMY ના મુખ્ય પરિબળો અને 7 વર્ષમાં તેણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ પર એકનજર કરીએ:
પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)ના મુખ્ય પરિબળો:
- PMMY અંતર્ગત સભ્ય ધિરાણકર્તા સંસ્થાઓ (MLI) એટલે કે બેંકો, બિન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFC), સુક્ષ્મ ફાઇનાન્સિયલ સંસ્થાઓ (MFI), અન્ય ફાઇનાન્સિયલ મધ્યસ્થીઓ દ્વારા ત્રણ શ્રેણી એટલે કે, ‘શિશુ’, ‘કિશોર’ અને ‘તરુણ’ હેઠળ રૂપિયા 10 લાખ સુધીની લોન આપવામાં આવે છે. આ ત્રણેય શ્રેણીઓ ઋણ લેનારનો વૃદ્ધિનો તબક્કો અથવા વિકાસ અને ભંડોળની જરૂરિયાત દર્શાવે છે.
- શિશુ: રૂ. 50,000/- સુધીની લોન આવરી લેવામાં આવે છે
- કિશોર: રૂ. 50,000/- થી વધુ અને રૂ. 5 લાખ સુધીની લોન આવરી લેવામાં આવે છે
- તરુણ: રૂ. 5 લાખથી વધુ અને રૂ. 10 લાખ સુધીની લોન આવરી લેવામાં આવે છે
- આ યોજનામાં નવી પેઢીના મહત્વાકાંક્ષી યુવાનોમાં ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ છે ત્યારે, શિશુ શ્રેણીની લોન પર વધારે ધ્યાન આપવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવે છે અને ત્યારપછીના ક્રમે કિશોર અને તરુણ શ્રેણીઓ આવે છે.
- નિર્ધારિત માળખામાં અને એકંદરે સુક્ષ્મ ઉદ્યોગોના વિકાસ તેમજ વૃદ્ધિના ઉદ્દેશ સાથે, શિશુ, કિશોર અને તરુણ શ્રેણી હેઠળ મુદ્રા દ્વારા આપવામાં આવતી પ્રોડક્ટ્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જેથી વિવિધ ક્ષેત્ર / વ્યવસાયોની પ્રવૃત્તિઓની જરૂરિયાતોને પૂરી કરી શકાય.
- PMMY હેઠળ આપવામાં આવતી લોન મરઘા પાલન, ડેરી, મધમાખી ઉછેર જેવી કૃષિ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ સહિત વિનિર્માણ, ટ્રેડિંગ અને સેવા ક્ષેત્રમાં આવક ઉભી કરવાની પ્રવૃત્તિઓ માટે મુદતી લોન અને કાર્યકારી મૂડી ઘટકનું ફાઇનાન્સિંગ એમ બંને પ્રકારે આપવામાં આવે છે.
- વ્યાજનો દર RBIની માર્ગદર્શિકાના સંદર્ભમાં ધિરાણકર્તા સંસ્થાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. જો કાર્યકારી મૂડીની સુવિધા હોય તો, ઋણધારક દ્વારા એક દિવસ કરતાં વધુ સમય સુધી રાખવામાં આવેલા નાણાં પર જ વ્યાજ લેવામાં આવે છે.
આ યોજનાની સિદ્ધિઓ (25.03.2022 સુધીની સ્થિતિ)
- આ યોજના શરૂ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં (25.03.2022 સુધીમાં) 34.42 કરોડ લોન માટે રૂપિયા 18.60 લાખ કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. કુલ લોનમાંથી અંદાજે 22% ધિરાણ નવા ઉદ્યમીઓ માટે મંજૂર કરવામાં આવ્યું છે
- વર્તમાન નાણાકીય વર્ષમાં (25.03.2022 સુધીમાં) 4.86 કરોડ PMMY લોન ખાતામાં મંજૂર કરવામાં આવેલી રકમ રૂપિયા 3.07 લાખ કરોડ છે
- કુલ મંજૂર કરવામાં આવેલી લોનમાંથી અંદાજે 68% લોન મહિલાઓ ઉદ્યમીઓ માટે મંજૂર કરવામાં આવી છે
- લોનનું સરેરાશ ટિકિટ કદ રૂ. 54,000/- છે
- 86% લોન ‘શિશુ’ શ્રેણીમાં મંજૂર કરવામાં આવી છે
- કુલ લોનમાંથી લગભગ 22% લોન નવા ઉદ્યમીઓને આપવામાં આવી છે
- અંદાજે 23% લોન SC અને ST ઋણધારકોને આપવામાં આવી છે; અંદાજે 28% લોન OBC ઋણધારકોને આપવામાં આવી છે (કુલ 51% લોન ST /SC /OBC શ્રેણીના ઋણધારકોને મંજૂર કરવામાં આવી છે)
- અંદાજે 11% લોન લઘુમતી સમુદાયના ઋણધારકોને આપવામાં આવી છે
શ્રેણી અનુસાર વિવરણ:-
શ્રેણી
|
લોનની સંખ્યા (%)
|
મંજૂર કરેલી રકમ (%)
|
શિશુ
|
86%
|
42%
|
કિશોર
|
12%
|
34%
|
તરુણ
|
2%
|
24%
|
કુલ
|
100%
|
100%
|
FY 2020-21 દરમિયાન કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા અવરોધને બાદ કરતા આ યોજના શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં આવ્યા છે. વર્ષ અનુસાર મંજૂર કરવામાં આવેલી રકમની વિગતો નીચે મુજબ છે:-
વર્ષ
|
મંજૂર કરવામાં આવેલી લોનની સંખ્યા (રૂપિયા કરોડમાં)
|
મંજૂર કરેલી રકમ
(રૂપિયા લાખ કરોડમાં)
|
2015-16
|
3.49
|
1.37
|
2016-17
|
3.97
|
1.80
|
2017-18
|
4.81
|
2.54
|
2018-19
|
5.98
|
3.22
|
2019-20
|
6.22
|
3.37
|
2020-21
|
5.07
|
3.22
|
2021-22 (25.03.2022 સુધીમાં)*
|
4.86
|
3.07
|
કુલ
|
34.42
|
18.60
|
*હંગામી
અન્ય સંબંધિત માહિતી
પાત્રતા ધરાવતા તમામ ઋણધારકો માટે 12 મહિનાના સમયગાળા સુધી PMMY હેઠળ આપવામાં આવેલી શિશુ લોનની ઝડપી પરત ચુકવણી પર 2% વ્યાજ સબસિડીની જોગવાઇ
- કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા 14.05.2020ના રોજ આત્મનિર્ભર ભારત પેકેજ (ANBP) હેઠળ કરવામાં આવેલી જાહેરાત અનુસાર, આ યોજના અભૂતપૂર્વ પરિસ્થિતિને વિશિષ્ટ પ્રતિભાવ આપવા માટે તૈયાર કરવામાં આવી છે અને તેનો ઉદ્દેશ ઋણધારકોને તેમના ધિરાણ પરના ખર્ચમાં ઘટાડો કરીને ‘પિરામીડના પાયાના સ્તરે’ તેમના નાણાકીય તણાવને ઓછો કરવાનો છે.
- કેન્દ્રીય મંત્રીમંડળે 24 જૂન 2020ના રોજ યોજનાને મંજૂરી આપી.
- ભારતીય લઘુ ઔદ્યોગિક વિકાસ બેંક (SIDBI)ને રૂ. 775 કરોડ રીલિઝ કરવામાં આવ્યા છે.
- યોજનાનો અમલ: MLIની તમામ શ્રેણીઓ એટલે કે, જાહેર ક્ષેત્રની બેંકો (PSB), ખાનગી ક્ષેત્રની બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRB), લઘુ ફાઇનાન્સ બેંકો (SFB), બિન બેન્કિંગ ફાઇનાન્સ સંસ્થાઓ (NBFC) અને સુક્ષ્મ ફાઇનાન્સ સંસ્થાઓ (MFI) દ્વારા કરવામાં આવે છે.
પરફોર્મન્સ: 25.03.2022 સુધીમાં, SIDBIને રીલિઝ કરવામાં આવેલા રૂપિયા 775 કરોડમાંથી રૂ. 658.25 કરોડ કરતાં વધારે રકમ SIDBI દ્વારા MLIને ઋણધારકોના ખાતામાં સબસિડીની રકમ તરીકે જમા કરાવવા માટે આપવામાં આવ્યા છે.
****
SD/GP/DK
(Release ID: 1814644)
Visitor Counter : 1699
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam