નાણા મંત્રાલય
સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજના હેઠળ 6 વર્ષમાં 1,33,995 કરતાં વધારે ખાતાંને રૂપિયા 30,160 કરોડ કરતાં વધુ રકમની લોન મંજૂર કરવામાં આવી
“કવરેજ માટે વંચિત વર્ગના ઉદ્યમીઓને વધુને વધુ લાભ મળે તે માટે તેમને લક્ષ્યમાં રાખવામાં આવ્યા હોવાથી, આપણે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાની દિશામાં નોંધનીય પ્રગતિ કરીશું”: નાણાં મંત્રી
प्रविष्टि तिथि:
05 APR 2022 8:00AM by PIB Ahmedabad
આપણે હાલમાં સ્ટેન્ડ-અપ ઇન્ડિયાની છઠ્ઠી વર્ષગાંઠ ઉજવણી રહ્યાં છીએ ત્યારે, ચાલો આ યોજનાએ ઉદ્યમીઓ અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓ તેમજ અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST)ના ઉદ્યમીઓની મહત્વકાંક્ષાઓ કેવી રીતે પૂરી કરી તેના પર એક નજર કરીએ અને આટલા વર્ષમાં આ યોજનાએ પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ, તેની વિશેષ ખાસિયતો અને તેમાં થયેલી વૃદ્ધિનો ચિતાર મેળવીએ.
મહત્વાકાંક્ષી SC, ST અને મહિલા ઉદ્યમીઓ સમક્ષ આવી રહેલા પડકારોને ઓળખીને, સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના 5 એપ્રિલ 2016ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ આર્થિક સશક્તિકરણ અને નોકરીઓના સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરીને પાયાના સ્તરેથી ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવાનો છે. વર્ષ 2019-20માં, સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાનો સંપૂર્ણ સમયગાળો 15મા નાણાં પંચના 2020-25ના સમયગાળાને અનુરૂપ લંબાવવામાં આવ્યો છે.
આ પ્રસંગે, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “આપણે સ્ટેન્ડ-અપ ઇન્ડિયાની છઠ્ઠી વર્ષગાંઠ ઉજવી રહ્યાં છીએ ત્યારે, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 1.33 લાખ કરતાં વધારે નવા નોકરી સર્જકો અને ઉદ્યમીઓને આ યોજનાથી સુવિધા આપવામાં આવી તે જોઇને ઘણો આનંદ થાય છે.”
શ્રીમતી સીતારમણે વધુમાં કહ્યું હતું કે, “1 લાખ કરતાં વધારે મહિલા પ્રોત્સાહકોને આ યોજના શરૂ થઇ તેના છ મહિનામાં જ લાભ મળ્યો હતો. સરકાર આર્થિક વૃદ્ધિને આગળ વધારવા માટે આ ઉભરતા ઉદ્યમીઓમાં રહેલા સામર્થ્યને સમજે છે જેઓ માત્ર સંપત્તિ સર્જક નહીં પરંતુ રોજગાર સર્જક તરીકે તેમની ભૂમિકા નિભાવીને વિકાસના સહભાગી બની શકે તેમ છે.”
નાણાં મંત્રીએ ઉમેર્યું હતું કે, “વંચિત વર્ગના વધુને વધુ ઉદ્યમીઓને કવરેજ માટે લક્ષ્યમાં રાખવામાં આવ્યા હોવાથી, આપણે આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ નોંધનીય પ્રગતિ કરીશું.”
ભારત ઘણું ઝડપથી વિકાસ કરી રહ્યું હોવાથી, સંભવિત ઉદ્યમીઓ અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓ અને અનુસૂચિત જાતિઓ (SC), અનુસૂચિત જનજાતિઓ (ST)ના ઉદ્યમીઓની આશાઓ, મહત્વાકાંક્ષાઓ અને અપેક્ષાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. તેઓ પોતાની જાતને ખીલવવા અને વૃદ્ધિ પામવા માટે પોતાનું એક ઉદ્યમ ઉભું કરવા માંગે છે. આવા ઉદ્યમીઓ આખા દેશમાં ફેલાયેલા છે અને તેઓ પોતાના તેમજ તેમના પરિવાર માટે શું કરી શકે તે અંગેના વિચારો સાથે આગળ આવી રહ્યા છે. આ યોજના SC, ST અને મહિલા ઉદ્યમીઓની ઊર્જા અને ઉત્સાહને સમર્થન આપીને તેમજ તેમના માર્ગમાં આવતા કોઇપણ અવરોધોને દૂર કરીને તેમના સપનાંઓ સાકાર કરવાની પરિકલ્પના રાખે છે.
આપણે સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજનાની છઠ્ઠી વર્ષગાંઠ ઉજવી રહ્યાં છીએ ત્યારે, ચાલો આ યોજનાની કેટલીક વિશેષતાઓ અને સિદ્ધિઓ પર એક નજર કરીએ.
સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાનો મૂળ ઉદ્દેશ મહિલાઓ, અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વર્ગના ઉમેદવારોમાં ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવાનો છે, તેમને વિનિર્માણ, સેવાઓ અથવા ટ્રેડિંગ ક્ષેત્રમાં અને કૃષિ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓમાં ગ્રીનફિલ્ડ એન્ટરપ્રાઇઝ શરૂ કરવામાં મદદરૂપ થવાનો છે.
સ્ટેન્ડ-અપ ઇન્ડિયાનો હેતુ આ માટેનો છે:
- મહિલાઓ, SC અને ST વર્ગના ઉમેદવારોમાં ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવું;
- વિનિર્માણ, સેવાઓ અને અન્ય ટ્રેડિંગ ક્ષેત્રો તેમજ કૃષિ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓમાં ગ્રીનફિલ્ડ એન્ટરપ્રાઇઝ માટે ધિરાણ પૂરું પાડવું;
- અનુસૂચિત કોમર્શિયલ બેંકોની પ્રત્યેક બેંક શાખા દીઠ ઓછામાં ઓછા એક અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના ધિરાણ લેનાર અને ઓછામાં ઓછી એક મહિલા ધિરાણ લેનારને રૂ. 10 લાખથી રૂ. 1 કરોડની વચ્ચેની બેંક ધિરાણની સુવિધા આપવી.
શા માટે સ્ટેન્ડ-અપ ઇન્ડિયા?
સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજના SC, ST અને મહિલા ઉદ્યમીઓને એન્ટરપ્રાઇઝ સ્થાપવામાં, ધિરાણ મેળવવામાં અને વ્યવસાયમાં સફળ થવા માટે સમય સમયે જરૂર પડતી હોય તેવો અન્ય સહકાર મેળવવામાં જે પણ પડકારોનો સામનો કરવો પડતો હોય તેને ઓળખીને, તેના આધારે તૈયાર કરવામાં આવી છે. આથી આ યોજના એવી ઇકો-સિસ્ટમ બનાવવાનો પ્રયાસ કરે છે જે વ્યવસાય કરવા માટે સહાયક માહોલ પૂરો પાડે અને સમર્થન આપવાનું ચાલુ રાખે. આ યોજનાનો ઉદ્દેશ બેંક શાખાઓમાંથી ધિરાણ લેનારાઓને તેમનું પોતાનું એન્ટરપ્રાઇઝ સ્થાપવામાં મદદરૂપ થવા માટે ધિરાણ સુલભ કરાવવાનો છે. અનુસૂચિત કોમર્શિયલ બેંકોની તમામ શાખાઓને આવરી લેતી આ યોજના ત્રણ સંભવિત રીતોથી ઍક્સેસ થઇ શકશે:
- સીધા શાખા પરથી અથવા
- સ્ટેન્ડ-અપ ઇન્ડિયા પોર્ટલ (www.standupmitra.in) દ્વારા અથવા
- લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર (LDM) દ્વારા
આ ધિરાણ માટે કોણ પાત્ર ગણાશે?
- 18 વર્ષથી વધુ ઉંમરના SC/ST અને મહિલા ઉદ્યમીઓ;
- આ યોજના અંતર્ગત માત્ર ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ્સ માટે ધિરાણ ઉપલબ્ધ કરાવવા આવે છે. ગ્રીન ફિલ્ડ મતલબ; આ સંદર્ભમાં, વિનિર્માણ, સેવાઓ અથવા ટ્રેડિંગ ક્ષેત્ર અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓમાં લાભાર્થીનું પ્રથમ વખત ઔદ્યોગિક સાહસ;
- જો બિન વ્યક્તિગત ઉદ્યોગ હોય તો, 51% હિસ્સેદારી અને નિયંત્રણની ભાગીદારી SC/ST અથવા મહિલા ઉદ્યમીમાંથી કોઇપણની હોવી જોઇએ;
- ઋણ લેનાર કોઇપણ બેંક/નાણાકીય સંસ્થામાં નાદાર થયેલા હોવા જોઇએ નહીં;
- આ યોજનામાં '15% સુધી' માર્જિન મનીની પરિકલ્પના કરવામાં આવી છે, જે પાત્ર કેન્દ્ર/રાજ્ય યોજનાઓ સાથે એક કેન્દ્રિતામાં પ્રદાન કરી શકાય છે. આવી યોજનાઓ સ્વીકાર્ય સબસિડી મેળવવા અથવા માર્જિન મની જરૂરિયાતોને પૂરી કરવા માટે ઉપયોગમાં લઇ શકાતી હોવાથી, તમામ કિસ્સાઓમાં, ધિરાણ લેનારાએ પ્રોજેક્ટ ખર્ચના ઓછામાં ઓછા 10% પોતાના યોગદાન તરીકે લાવવાની આવશ્યકતા રહેશે.
હેન્ડહોલ્ડિંગ સહકાર:
ધિરાણ માટે સંભવિત ઋણધારકોને બેંકો સાથે જોડવા ઉપરાંત, સ્ટેન્ડ-અપ ઇન્ડિયા માટે ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક (SIDBI) દ્વારા વિકસાવવામાં આવેલા ઑનલાઇન પોર્ટલ www.standupmitra.in દ્વારા પણ સંભવિત ઉદ્યોગ સાહસિકોને તેમનું વ્યાવસાયિક એન્ટરપ્રાઇઝ ઉભું કરવાના તેમના પ્રયાસ માટે, તાલીમથી લઇને બેંકની જરૂરિયાત અનુસાર લોનની અરજી ભરવા સુધીનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. 8,000 કરતાં વધારે હેન્ડહોલ્ડિંગ એજન્સીઓના નેટવર્ક દ્વારા, આ પોર્ટલ સંભવિત ધિરાણ લેનારાઓને ચોક્કસ તજજ્ઞતા ધરાવતી વિવિધ એજન્સીઓ જેમ કે, કૌશલ્ય કેન્દ્રો, માર્ગદર્શક સહાયતા, સાહસિકતા વિકાસ કાર્યક્રમ કેન્દ્રો, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સાથે જોડવા માટે તબક્કાવાર માર્ગદર્શનની સુવિધા આપે છે અને તેમના સરનામાં તેમજ સંપર્ક નંબરની વિગતો પણ પૂરી પાડે છે.
સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજનામાં ફેરફારો
કેન્દ્રીય નાણામંત્રી દ્વારા FY 2021-22ના અંદાજપત્રના વક્તવ્યમાં કરવામાં આવેલી જાહેરાતના અનુસંધાનમાં, સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજનામાં નીચે ઉલ્લેખ કર્યા મુજબના ફેરફારો કરવામાં આવ્યા છે:-
- ધિરાણ લેનારે લાવવાના હોય તે માર્જિન મનીની રકમ પ્રોજેક્ટ ખર્ચના ‘25% સુધી’ હતી તે ઘટાડીને ‘15% સુધી’ કરવામાં આવી છે. જોકે, ધિરાણ લેનાર પ્રોજેક્ટ ખર્ચના ઓછામાં ઓછા 10%નું પોતાનું યોગદાન આપવાનું ચાલુ રાખશે;
- ‘કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ’ એટલે કે, પેશીસંવર્ધન, મધમાખી સંવર્ધન, મરઘા ઉછેર, પશુધન, પશુ સંવર્ધન, બાગકામ, સોર્ટિંગ, એકત્રીકરણ એગ્રો ઉદ્યોગો, ડેરી, મત્સ્ય ઉછેર, એગ્રીક્લિનિક અને કૃષિ-વ્યવસાય કેન્દ્રો, ખાદ્ય અને એગ્રો પ્રસંસ્કરણ વગેરે (પાક ધિરાણ, જમીન સુધારણા જેમ કે કેનાલ, સિંચાઇ, કુવા વગેરે માટેના ધિરાણ સિવાય) અને આ તમામ માટેની સહાયક સેવાઓને લગતા ઉદ્યોગોને આપવામાં આવતા ધિરાણ આ યોજના હેઠળ પાત્રતા માટે આવરી લેવામાં આવે છે.
જામીન મુક્ત વધારવા માટે, ભારત સરકારે સ્ટેન્ડ અપ ઇન્ડિયા માટે ક્રેડિટ ગેરંટી ફંડ (CGFSI)ની રચના કરી છે. ધિરાણ સુવિધા પૂરી પાડવા ઉપરાંત, સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના સંભવિત ધિરાણ લેનારાઓને હેન્ડહોલ્ડિંગ સહકારમાં વિસ્તણ કરવાની પણ પરિકલ્પના રાખે છે. તે કેન્દ્ર/રાજ્ય સરકારની યોજનાઓ સાથે એક કેન્દ્રિતા પણ પૂરી પાડે છે. આ યોજના હેઠળની અરજીઓ (www.standupmitra.in) પોર્ટલ પર ઑનલાઇન પણ કરી શકાય છે.
21.03.2022 સુધીમાં આ યોજનાની સિદ્ધિઓ
- સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના હેઠળ, આ યોજના શરૂ થઇ ત્યારથી 21.03.2022 સુધીમાં 133,995 ખાતાઓને રૂ. 30160 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
- સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના હેઠળ, 21.03.2022 સુધીમાં લાભ લેનારા કુલ SC/ST અને મહિલા ધિરાણ લેનારાઓના આંકડા નીચે દર્શાવ્યા મુજબ છે:
(રકમ કરોડમાં)
|
SC
|
ST
|
મહિલા
|
કુલ
|
|
ખાતાંની સંખ્યા
|
મંજૂર કરેલી રકમ
|
ખાતાંની સંખ્યા
|
મંજૂર કરેલી રકમ
|
ખાતાંની સંખ્યા
|
મંજૂર કરેલી રકમ
|
ખાતાંની સંખ્યા
|
મંજૂર કરેલી રકમ
|
|
19310
|
3976.84
|
6435
|
1373.71
|
108250
|
24809.89
|
133995
|
30160.45
|
SD/GP/DK
****
(रिलीज़ आईडी: 1813442)
आगंतुक पटल : 538
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Kannada
,
Bengali
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu
,
Malayalam