પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

જાપાનના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ વક્તવ્ય

Posted On: 19 MAR 2022 10:55PM by PIB Ahmedabad

યોર એક્સલન્સી, પ્રાઈમ મિનિસ્ટર કિશિદા,

આદરણીય મહાનુભાવો,

નમસ્કાર!

જાપાનના પ્રધાનમંત્રી તરીકે ભારતની પ્રથમ મુલાકાત પર પ્રધાનમંત્રી કિશિદાનું સ્વાગત કરતા મને ખૂબ પ્રસન્નતા થઈ રહી છે.

થોડા દિવસ અગાઉ જાપાનમાં આવેલા ભૂકંરના કારણે જાન-માલની ક્ષતિ માટે, હું સમગ્ર ભારત તરફથી સંવેદનાઓ વ્યક્ત કરૂં છું.

મિત્રો,

પ્રધાનમંત્રી કિશિદા ભારતના જૂના મિત્ર રહ્યા છે. વિદેશમંત્રીની ભૂમિકામાં તેઓ અનેકવાર ભારત આવ્યા હતા અને મને તેમની સાથે વિચારોના આદાનપ્રદાન કરવાની તક મળી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત-જાપાન સ્પેશિયલ સ્ટ્રેટેજિક એન્ડ ગ્લોબલ પાર્ટનરશીપમાં જે અભૂતપૂર્વ પ્રગતિ જોવા મળી, તેમાં પ્રધાનમંત્રી કિશિદાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

આજની આપણી સમિટનું આયોજન એક ખૂબ અગત્યના સમયે થયું છે. વિશ્વ આજે પણ કોવિડ-19 અને તેની આડઅસરોનો સામનો કરી રહ્યું છે.

વૈશ્વિક ઈકોનોમિક રિકવરીની પ્રક્રિયામાં હજુ પણ અડચણો આવી રહી છે.

જિયો-પોલિટિકલ ઘટનાઓ પણ નવા પડકારો આપી રહી છે.

આ સંદર્ભમાં ભારત-જાપાન પાર્ટનરશીપને વધુ ગહન કરવી એ જ માત્ર બંને દેશો માટે મહત્વપૂર્ણ નથી. તેનાથી ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને સમગ્ર વિશ્વના સ્તરે પણ શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાને પ્રોત્સાહન મળશે.

આપણા પારસ્પરિક વિશ્વાસ, આપણી સિવિલાઈઝેશનલ ટાઈઝ, ડેમોક્રસી, ફ્રીડમ અને રૂલ ઓફ લૉ જેવા આપણા સંયુક્ત મૂલ્યો, આપણા સંબંધોના મૂળમાં છે, તેમને શક્તિ પ્રદાન કરે છે.

આજની આપણી ચર્ચાએ આપણા પરસ્પરના સહયોગને નવી ઊંચાઈઓ સુધી લઈ જવાનો માર્ગ ખુલ્લો કર્યો છે.

અમે દ્વિપક્ષીય મુદ્દાઓ ઉપરાંત અનેક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યુ.

અમે યુનાઈટેડ  નેશન્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચો પર પણ પોતાનો સમન્વય વધારવાનો નિર્ણય કર્યો.

મિત્રો,

ભારત-જાપાન આર્થિક પાર્ટનરશિપમાં છેલ્લા અનેક વર્ષોમાં અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે. બંને દેશોના બિઝનેસીસમાં જોરદાર વિશ્વાસ છે, ઉત્સાહ છે. જાપાન ભારતમાં સૌથી મોટા ઈન્વેસ્ટર્સમાંનું એક વિશ્વસ્તરનું સાથી છે.

સમર્પિત ફ્રેઈટ કોરિડોર અને મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ જેવા અમારા ફ્લેગશીપ પ્રોજેક્ટ્સમાં જાપાનનો સહયોગ ઉલ્લેખનીય રહ્યો છે. અમે એ યોગદાન માટે ખૂબ ખૂબ આભારી છીએ.

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેઈલ પ્રોજેક્ટમાં સારી પ્રગતિ થઈ રહી છે. બંને દેશ આના પર વન ટીમ વન પ્રોજેક્ટના અપ્રોચની સાથે કામ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ ભારત-જાપાન પાર્ટનરશિપનું એક ઉત્તમ ઉદાહરણ છે.

મને ખુશી છે કે અમે 2014માં નિર્ધારિત થ્રી પોઈન્ટ ફાઈવ ટ્રિલિયન જાપાનીઝ યેનના ઈન્વેસ્ટેમેન્ટનું લક્ષ્ય પાર પાડી લીધું છે.

હવે અમે અમારી મહત્વાકાંક્ષાઓને વધુ વધારવાનો નિર્ણય લીધો છે અને આવનારા પાંચ વર્ષોમાં પાંચ ટ્રિલિયન યેન એટલે કે લગભગ ત્રણ લાખ વીસ હજાર કરોડ રૂપિયાનો નવો ટારગેટ નિર્ધારિત કર્યો છે.

આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે વ્યાપક આર્થિક રિફોર્મ્સ અપનાવ્યા છે અને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં મોટી છલાંગ લગાવી છે.

આજે ભારત મેક ઈન ઈન્ડિયા ફોર ધ વર્લ્ડમાટે અસીમ સંભાવનાઓ પ્રસ્તુત કરે છે.

આ સંદર્ભમાં જાપાનીથ કંપનીઝ ઘણા સમયથી એક પ્રકારે આપણી બ્રાન્ડ એમ્બેસેડર્સ રહી છે.

આપણા વચ્ચે ટેકનોલોજી અને ઈનોવેશન સેક્ટર્સમાં પાર્ટનરશિપમાં નવા આયામો જોડાઈ રહ્યા છે.

અમે જાપાની કંપનીઓને ભારતમાં અનુકૂળ માહોલ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

આજે લોન્ચ કરાયેલો ઈન્ડિયા-જાપાન ઈન્ડસ્ટ્રીયલ કોમ્પિટિટિવનેસ પાર્ટનરશિપ રોડમેપ તેના માટે એક કારગત મિકેનિઝમ સિદ્ધ થશે.

જાપાનની સાથે અમારી સ્કિલ્સ પાર્ટનરશિપ પણ આ દિશામાં કારગત ભૂમિકા નિભાવશે.

મિત્રો,

ભારત અને જાપાન, બંને સિક્યોર, ટ્રસ્ટેડ, પ્રિડિક્ટીબલ અને સ્ટેબલ એનર્જી સપ્લાઈના મહત્વને સમજે છે.

આ સસ્ટેનેબલ ઈકોનોમિક ગ્રોથ માટે એ લક્ષ્યને મેળવવા અને ક્લાઈમેટ ચેન્જની સમસ્યાનો સામનો કરવા માટે ખૂબ જ અનિવાર્ય છે.

અમારી ક્લીન એનર્જી પાર્ટનરશિપ આ દિશામાં લેવાયેલું એક નિર્ણાયક કદમ સાબિત થશે.

અન્ય અનેક મહત્વપૂર્ણ બિંદુઓ પર પણ આજે અમારી વચ્ચે સહમતિ બનેલી છે, ધોષણાઓ થઈ છે.

પ્રધાનમંત્રી કિશિદાની આ મુલાકાત ભારત-જાપાન સ્પેશિયલ સ્ટ્રેટેજિક એન્ડ ગ્લોબલ પાર્ટનરશિપમાં નવા આયામ જોડવામાં સફળ રહી છે.

હું ફરી એકવાર, પ્રધાનમંત્રી કિશિદા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં ખૂબ-ખૂબ સ્વાગત કરૂં છું.

ધન્યવાદ!

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1807398) Visitor Counter : 289