સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19ની નવીનતમ સ્થિતિ


ભારતે કોવિડ-19 સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું

662 દિવસ પછી, દૈનિક નવા કેસ ઘટીને 4,000થી ઓછા થઈ ગયા

Posted On: 08 MAR 2022 1:27PM by PIB Ahmedabad

664 દિવસ બાદ સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને 50,000થી ઓછી થઈ ગઈ છે.

 

ભારતે આજે એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે કારણ કે છેલ્લા 24 કલાકમાં, કોવિડ-19 થી દરરોજ નવા કેસની સંખ્યા ઘટીને 3,993 થઈ ગઈ છે. આ સૌથી ઓછી સંખ્યા છે.

 

અન્ય એક સિદ્ધિ અનુસાર ભારતમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 664 દિવસ બાદ ઘટીને 50,000 થઈ ગઈ છે.

દેશમાં પરીક્ષણ ક્ષમતા વધારવામાં આવી રહી છે. ભારતે ગયા અઠવાડિયે સરેરાશ 8.5 લાખ પરીક્ષણો કર્યા હતા અને સાપ્તાહિક 0.68%નો સકારાત્મક દર નોંધ્યો હતો.

ભારત સરકાર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે મળીને, "સંપૂર્ણ સરકારી" અભિગમ દ્વારા કોવિડ-19 વૈશ્વિક રોગચાળા સામેની લડાઈનું નેતૃત્વ કરી રહી છે. રસીકરણ એ રોગચાળા (પરીક્ષણ, ટ્રેકિંગ, સારવાર અને આચાર સંહિતા સહિત)ના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે ભારત સરકારની પાંચ-પોઇન્ટ વ્યૂહરચનાનો એક અભિન્ન ભાગ છે. ભારત સરકાર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે મળીને, કોવિડ-19ને રોકવા અને તેનું સંચાલન કરવા માટે તેના પ્રયાસો વધારી રહી છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1803923) Visitor Counter : 202