મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

ભારતના રાષ્ટ્રપતિ, શ્રી રામ નાથ કોવિંદે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ‘નારી શક્તિ પુરસ્કાર’ – 2020 અને 2021 એનાયત કર્યા


28 પુરસ્કારો - 2020 અને 2021 માટે પ્રત્યેક 14, મહિલા સશક્તીકરણ તરફના અસાધારણ કાર્યની ઓળખ માટે 29 મહિલાઓને આપવામાં આવ્યા

Posted On: 08 MAR 2022 11:48AM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ, શ્રી રામ નાથ કોવિંદે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત વિશેષ સમારોહમાં 'નારી શક્તિ પુરસ્કાર' - 2020 અને 2021 એનાયત કર્યા હતા. વર્ષ 2020 અને 2021 માટે 29 ઉત્કૃષ્ટ અને અસાધારણ મહિલાઓને તેમની સિદ્ધિઓ માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. 28 પુરસ્કારો - (વર્ષ 2020 અને 2021 માટે પ્રત્યેક 14)- મહિલાઓના સશક્તીકરણ અંગેના તેમના અસાધારણ કાર્ય, ખાસ કરીને નબળા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો પ્રત્યે તેમના કાર્યને ઓળખ આપવા 29 મહિલાઓને એનાયત કરવામાં આવ્યા હતા.

મહિલાઓની સિદ્ધિઓને સ્વીકારવા માટે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મહિલાઓ અને સંસ્થાઓને મહિલા સશક્તીકરણ અને સામાજિક કલ્યાણના ઉદ્દેશ્ય પ્રત્યેની તેમની અવિરત સેવાને માન્યતા આપવા માટે નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત કરે છે, અને મહિલાઓને ગેમ ચેન્જર્સ અને સકારાત્મક પરિવર્તનના ઉત્પ્રેરક તરીકે બિરદાવે છે. વર્ષ 2020 માટેનો એવોર્ડ સમારોહ 2021માં COVID-19 રોગચાળાને કારણે સર્જાયેલી પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે યોજાઈ શક્યો ન હતો.

નારી શક્તિ પુરસ્કાર’ એનાયત કરનારાઓની વિગતો માટે અહીં ક્લિક કરો

 

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1803895) Visitor Counter : 226