પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી કચ્છમાં આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સેમિનારને સંબોધશે
Posted On:
07 MAR 2022 3:25PM by PIB Ahmedabad
સમાજમાં મહિલા સંતોની ભૂમિકા અને મહિલા સશક્તીકરણમાં તેમના યોગદાનને ઓળખવા માટે સેમિનારનું આયોજન
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાંજે 6 વાગ્યે કચ્છના ધોરડો ખાતે મહિલા સંત શિબિરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર એક સેમિનારને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે. સમાજમાં મહિલા સંતોની ભૂમિકા અને મહિલા સશક્તીકરણમાં તેમના યોગદાનને ઓળખવા માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરડોમાં યોજાનાર સેમિનારમાં 500થી વધુ મહિલા સંતો હાજરી આપશે.
સેમિનારમાં સંસ્કૃતિ, ધર્મ, સ્ત્રી ઉત્થાન, સુરક્ષા, સામાજિક દરજ્જો અને ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓની ભૂમિકા પરના સત્રોનો સમાવેશ કરવામાં આવશે. મહિલાઓની સિદ્ધિઓ સાથે મહિલાઓને લાભ આપતી કેન્દ્ર અને રાજ્ય સરકારોની કલ્યાણકારી યોજનાઓની પણ ચર્ચા કરવામાં આવશે.
સેમિનારમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઈરાની, કેન્દ્રીય રાજ્ય મંત્રીઓ સાધ્વી નિરંજનજ્યોતિ, ડૉ. ભારતી પ્રવિણ પવાર પણ ભાગ લેશે. આ કાર્યક્રમમાં સાધ્વી ઋતંભરા, મહામંડલેશ્વર કનકેશ્વરી દેવી સહિત અન્ય લોકો ઉપસ્થિત રહેશે.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1803582)
Visitor Counter : 248
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam