સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
અમદાવાદમાં તા. ૧ માર્ચ ૨૦૨૨, મંગળવારના રોજ ‘જનઔષધિ સંકલ્પ યાત્રા-જનયાત્રા’નું આયોજન
જનઔષધિ સંકલ્પ યાત્રા-જનયાત્રાનો નાગરીકોમાં જનઔષધિ દવાઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો મુખ્ય હેતુ
Posted On:
27 FEB 2022 2:18PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગરીબોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવા મળી રહે તે માટે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા નાગરિકોને ૫૦% થી ૯૦% સુધી દવાઓ સસ્તી મળી રહી છે. તા.૭મી માર્ચ ‘જનઔષધિ’ દિવસ તરીકે મનાવવામાં આવે છે, જે હેઠળ આ વર્ષે તા.૧ માર્ચ થી ૭ માર્ચ સુધી ‘જનઔષધિ સપ્તાહ’ તરીકે દેશભરમાં ઉજવવાનું નક્કી કર્યું છે.
જનઔષધિ સપ્તાહના પ્રથમ દિવસ તા. ૧ માર્ચ ૨૦૨૨, મંગળવારના રોજ ‘જનઔષધિ સંકલ્પ યાત્રા-જનયાત્રા’નું આયોજન કરવામાં આવેલ છે, જે કાંકરિયા તળાવ, ગેટ નં-૧ પાસેથી સવારે ૯.૦૦ વાગ્યે શરૂ થઈ ૧ કી.મી. પદયાત્રા કરીને પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર-મણીનગર ખાતે આવી પહોંચશે. આ જનઔષધિ સંકલ્પ યાત્રા-જનયાત્રાનો મુખ્ય હેતુ નાગરીકોમાં જનઔષધિ દવાઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. જેનાથી વધુમાં વધું લોકો આ યોજનાનો લાભ લઇ સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ મેળવે. પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર-મણીનગર ખાતે ‘ટેલી-મેડીસીન’ સેવાનો લાભ પણ લઇ શકે છે.
પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર-મણીનગર દ્વારા જનઔષધિ સંકલ્પ યાત્રા-જનયાત્રામાં સામેલ થવા અને જનઔષધિ દવાઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવા સર્વે નાગરિકોને આમંત્રણ છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964