પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
06 FEB 2022 10:27AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ તેમના પરિવાર સાથે વાત કરી છે અને સંવેદના વ્યક્ત કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આવનારી પેઢીઓ તેમને ભારતીય સંસ્કૃતિના દિગ્ગજ કલાકાર તરીકે યાદ કરશે, જેમના મધુર અવાજમાં લોકોને મંત્રમુગ્ધ કરવાની અપ્રતિમ ક્ષમતા હતી.
ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"વ્યથા વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી. દયાળુ અને માયાળુ લતા દીદીએ આપણને છોડી દીધા છે. તેઓ આપણા રાષ્ટ્રમાં એક ખાલીપો છોડી ગયા છે જે ભરી શકાય તેમ નથી. આવનારી પેઢીઓ તેમને ભારતીય સંસ્કૃતિનાં એક અદભૂત ગાયિકા તરીકે યાદ કરશે, જેમના મધુર અવાજમાં લોકોને મંત્રમુગ્ધ કરવાની અપ્રતિમ ક્ષમતા હતી."
"લતા દીદીના ગીતોએ વિવિધ પ્રકારની લાગણીઓ ઉજાગર કરી. તેમણે દાયકાઓ સુધી ભારતીય ફિલ્મ જગતના સંક્રમણોને નજીકથી જોયા. ફિલ્મો ઉપરાંત, તેઓ હંમેશા ભારતના વિકાસ માટે જુસ્સાદાર હતા. તેઓ હંમેશા એક મજબૂત અને વિકસિત ભારત જોવા માગતા હતા."
"હું તેમને મારું સન્માન માનું છું કે મને લતા દીદી તરફથી હંમેશા અપાર સ્નેહ મળ્યો છે. તેમની સાથેની મારી વાતચીત અવિસ્મરણીય રહેશે. લતા દીદીના નિધન પર હું મારા સાથી ભારતીયો સાથે શોક કરું છું. તેમના પરિવાર સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી. ઓમ શાંતિ. "
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1795895)
Visitor Counter : 219
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam