આયુષ

મકરસંક્રાંતિ પર સૂર્ય નમસ્કાર કરવા માટે એક કરોડથી વધુ લોકો સામેલ થવાની આશા : શ્રી સર્બાનંદ સોનોવાલ


સૂર્ય નમસ્કાર માટે વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં ઉત્સાહીઓ નોંધણી કરાવી રહ્યા છે

Posted On: 12 JAN 2022 4:08PM by PIB Ahmedabad

આયુષ મંત્રાલય આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત 14 જાન્યુઆરી 2022ના રોજ વૈશ્વિક સૂર્ય નમસ્કાર પ્રદર્શન કાર્યક્રમ માટે તૈયાર છે અને 75 લાખના લક્ષ્યાંક સામે એક કરોડથી વધુ લોકોની ભાગીદારી જોવા માટે આશાવાદી છે.

વર્ચ્યુઅલ પ્રેસ મીટમાં, આજે આયુષ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે કોવિડ-19ના વર્તમાન પુનરુત્થાનમાં મકરસંક્રાંતિ પર સૂર્ય નમસ્કારનું પ્રદર્શન વધુ સુસંગત છે. કોરોનાને કાબુમાં રાખવામાં સક્ષમ છે. અમે કાર્યક્રમમાં 75 લાખ લોકો ભાગ લે એવો લક્ષ્યાંક રાખ્યો છે, પરંતુ નોંધણી અને અમારી તૈયારીને જોતા, હું એક કરોડની મર્યાદાને વટાવી જવાની આશા રાખું છું," 
"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ આયુષ મંત્રાલયે આ કાર્યક્રમ શરૂ કર્યો છે." તેમ તેમણે ઉમેર્યું હતું.

આ વર્ચ્યુઅલ મીટિંગમાં, આયુષ રાજ્ય મંત્રી, ડૉ. મુંજપરા મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે સૂર્ય નમસ્કાર મન અને શરીરને નવજીવન આપે છે. "મોલેક્યુલર જિનેટિક્સ પર યોગની અસરોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે" 

સચિવ આયુષ વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ આઝાદી કા અમૃત મહોત્સવનો એક ભાગ છે. "તે જીવનશક્તિ માટે સૂર્ય નમસ્કાર છે, જીવન શક્તિ કે લીએ સૂર્ય નમસ્કાર", 

આ વિશ્વવ્યાપી કાર્યક્રમમાં ભારત અને વિદેશની તમામ અગ્રણી યોગ સંસ્થાઓ, ભારતીય યોગ સંઘ, નેશનલ યોગ સ્પોર્ટ્સ ફેડરેશન, યોગા પ્રમાણપત્ર બોર્ડ, FIT ઈન્ડિયા અને ઘણી સરકારી અને બિન સરકારી સંસ્થાઓ ભાગ લઈ રહી છે. સેલિબ્રિટીઓ અને રમતગમતની હસ્તીઓ વિડિયો સંદેશાઓ દ્વારા સૂર્ય નમસ્કારને પ્રોત્સાહન આપે તેવી અપેક્ષા છે. SAIના ખેલાડીઓ અને સ્ટાફ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

સહભાગીઓ અને યોગ ઉત્સાહીઓ સંબંધિત પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી શકે છે અને 14મી જાન્યુઆરીએ સૂર્ય નમસ્કાર કરવાના વીડિયો અપલોડ કરવાના રહેશે. નોંધણી લિંક્સ સંબંધિત વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે અને આયુષ મંત્રાલય દ્વારા વ્યાપકપણે વિતરિત કરવામાં આવે છે.

સહભાગીઓ અને યોગ ઉત્સાહીઓ પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી શકે છે જેમ કે,
https://yoga.ayush.gov.in/suryanamaskar
https://yogacertificationboard.nic.in/suryanamaskar/
https://www.75suryanamaskar.com

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1789378) Visitor Counter : 267